Book Title: Nirvan Margnu Rahasya Author(s): Bhogilal G Sheth Publisher: Shreyas Pracharak Sabha View full book textPage 6
________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના વિવિધ તાપથી શેકાતા અને બળતા જીવોને એક સત્પુરૂષ અથવા જ્ઞાની પુરૂષ અને તેમનાં અમૃત-વચને જ શીતળ જળ સમાન છે. આ યાકુળ સંસારને વિષે અન્ય કઈ શરણરૂપ સાધન થયું નથી, છે નહીં અને થશે નહીં. જ્યાં સુધી આ સાધન છે અને તેને આશ્રય છે, ત્યાં સુધી જ જવને સુખ છે, શાતા છે; અને તેમાંય પુરૂષને સમાગમયોગ એ પરમેષ્ટ સાધન છે. એક વિદ્વાન પુરૂષે કહ્યું છે કે- “ હજાર ઉપદેશ કરતાં એક યુક્તિની અસર વધી જાય છે; હજાર યુક્તિઓ કરતાં એક આગમ-આપ્તપુરૂષનાં વચનની અસર વધી જાય છે, હજાર આગમ કરતાં એક દષ્ટાંતની અસર વધી જાય છે અને હજાર દષ્ટાંત કરતાં પણ એક સંસર્ગની-સત્સમાગમની અસર વધી જાય છે.” મહાત્મા શંકરાચાર્યજીનું એક વાક્ય છે – क्षणमषि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका । ક્ષણવારને પણ પુરૂષને સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે.” આ લઘુ ગ્રંથમાં પરમ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાને શિષ્ય મુનિશ્રી લલ્લજી મહારાજ (પ્રભુશ્રી) ઉપર લખાયેલ બે અમૃતપત્ર નં. ૧૭૨ તથા ૮૫ પરનું વિવેચન છે. તે પત્રમાં નિર્વાણમાર્ગનું રહસ્ય પ્રગટ કરતાં એ પરમકૃપાળુ પુરૂષે ઉપર કહ્યો તે ભાવ ઉલ્લાસથી ગાઈ, તેને વિસ્તાર કરી સાચા મુમુક્ષુજને પર પરમ ઉપકાર કર્યો છે. સમીપમુક્તિગામી જીવને પ્રતિપાદિત કરેલે ત્રિકાળી સત્ય સિદ્ધાંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 174