Book Title: Nihnavavada
Author(s): Dharmdhurandharsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai

View full book text
Previous | Next

Page 316
________________ આત્મવાદ : : ૨૯૯ : છે, માટે ત્યાં તેનું ભાગ્ય છે ને તેથી ત્યાં આત્મા છે એ તે કેવળ કાલ્પનિક સૃષ્ટિ જેવું છે. વાસ્તવિક જ્યાં જેને ગુણ દેખાય ત્યાં જ તે વસ્તુ હોય છે. જ્ઞાનાદિ આત્માનાં ગુણે શરીરમાં ઉપલબ્ધ થાય છે, માટે આત્મા પણ શરીરમાં જ છે. જે માટે કહ્યું છે. यत्रैव यो दृष्टगुणः स तत्र, कुम्भादिवमिष्प्रतिपक्षमेतत् । तथापि देहादहिरात्मतत्त्व-मतववादोपहताः पठन्ति । લેહચૂમ્બક દૂરથી પણ લેહને ખેંચે છે તે જ પ્રમાણે શરીરમાં રહેલ આત્માનું ભાગ્ય દૂર દૂર પણ તેને માટે ફળ ઉત્પન્ન કરી શકે છે. એ પ્રમાણે કેઈપણ દૂષણ આવતું નથી. ઊલટું આત્માને વિશ્વવ્યાપી માનતા તેમાંથી ઉત્પન્ન થતાં દૂષણેના નિવારણ માટે નવી નવી મિસ્યા ભાંજગડમાં ઉતરવાની પંચાત કરવી પડશે. ૩. જ્ઞાન શરીરધારીઓને જ થાય છે તે તો તમને પણ માન્ય નથી. ઈશ્વર શરીરમુક્ત છતાં જ્ઞાની છે, માટે મુક્ત જીવાત્મા જ્ઞાનાદિ ગુણમુક્ત હોય છે તેમ માનવું મિથ્યા છે. જ્ઞાન, સુખ, વીર્ય વગેરે આત્માના સ્વતઃ સિદ્ધ ગુણે છે. કર્મ તેને દબાવે છે. ઈન્દ્રિયોથી થતું જ્ઞાન કે વિષયોથી મળતું સુખ મુક્તાત્માને ન માનવા કેઈપણ. વિરેાધ નથી પણ વાસ્તવિક જ્ઞાન અને શાશ્વત સુખાદિ તે મુક્તાત્માને પણ છે. જે એ ન માનવામાં આવે તે મુક્તાત્મા અને જડ એ બેમાં ફેર કાંઈપણ રહે માટે મુક્તાત્મા અનન્ત, અવ્યાબાધ, અનન્ય જ્ઞાન-સુખ-વીર્યાદિયુક્ત છે. (૩) સાંખ્ય–આત્મા નિત્યનિગુણી છે ને બન્ધા પ્રકતિને થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346