Book Title: Navu Darshan Navo Samaj Author(s): Tulsi Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 2
________________ યુરોપના પ્રશાસનિક અધિકારીઓ એક એવી મુદ્રાની શોધમાં છે કે જે સઘળા દેશોમાં ચાલી શકે. આ અર્થ શાસ્ત્રીય દૃષ્ટિકોણ છે. વિચાર અને વ્યવહારની ભૂમિકા ઉપર ‘ભાઈચારો’ એક એવી મુદ્રા છે, જેનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ શકે છે. આદિમ યુગમાં એવી મુદ્રા નહોતી. માનવી પણ પશુઓની જેમ આરણ્યક જીવન જીવતો હતો. પક્ષી યુગલોની જેમ યૌગલિક વ્યવસ્થામાં રહેતો હતો. અંતિમ કુલ ક૨ નાભિના પુત્ર ત્રષભે સામાજિક વ્યવસ્થાનો સૂટપાત કર્યો. ભાઈચારાની કથા તે યુગ સાથે સંલગ્ન છે. * વસુ ધૈવ કુટુંબકમ્ ની કલ્પના ભાઈચારાની ભૂમિકા પ૨ જ ક્રિયાન્વિત થઈ શકે છે. ‘મિત્તિ મે સવ ભૂએસુ 'તમામ પ્રાણીઓ સાથે મારે મૈત્રી છે- આ સંકલ્પ ભાઈચારાની ભાવઘારામાં જ ફલિત થાય છે. | ભાઈચારો શબ્દનો સીધોસાદો અર્થ છે ભાઈ જેવો વ્યવહાર. તે પ્રેમ, સૌહાર્દ, પોતાનાપણું, નિકટતા અને ભાતૃભાવનું પ્રતીક છે. Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 260