Book Title: Navpada Prakash Part 3 4
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 8
________________ ઉપાધ્યાયથી શાસનનું નાવ આગળ ધપે એવું નથી. બંને પદસ્થ એકબીજાના પૂરક બનીને શાસનની જ્યોત ઝળહળતી રાખવામાં દિવેટ અને તેલનું કામ કરી રહ્યા છે. ગણધર ભગવંતે એ સૂગથી ગૂંથેલી દ્વાદશાંગીનું સ્વયં અધ્યયન કરવું અને બીજાને કરાવવું, ને એમ શુદ્ધ ઉચ્ચારપૂર્વકના સૂત્રોની પરંપરા ટકાવવી, એ ઉપાધ્યાય ભગવંતનું મહાન કાર્ય છે. તથા સૂત્રોનાં બહુમૂલ્ય ગૂઢ રહસ્ય સહિત એના વિસ્તૃત વિશદ અર્થને આત્મસાત કરી રાખવા અને નિકટવતી એગ્ય સાધુઓને એ આપવા તેમજ શ્રાવકેમાં પણ સ્વાધ્યાયને અર્થાત શાસ્ત્રના અધ્યયનને વ્યાપક બનાવવું આચાર્યનું મહાન કર્તવ્ય છે, એ રીતે સૂત્ર અને અર્થની પરંપરાની સરિતાને વહેતી રાખવી, આ બધા પૂ. ઉપાધ્યાય અને આચાર્ય ભગવંતના મહત્ત્વનાં કર્તવ્ય છે. પ્રસ્તુત ગ્રન્થગત વાચનાઓમાં પૂ. આચાર્યદેવે ઉપાધ્યાયપદની પૂજાને અવલંબીને શ્રી ઉપાધ્યાયપદના મહાન ગૌરવને પ્રકાશમાં આપ્યું છે. એના એક એક વિશેષણે પર જે માર્મિકતાત્ત્વિક અને વિશદ છણાવટ થયેલી છે તે અન્યત્ર કયાંય વાંચવા નહિ મળે. શ્રી આચાર્ય પદની મહત્તા તે શ્રી સંઘમાં જળવાતી જ આવી છે અને એ પ્રગટ પણ છે. પરંતુ શ્રી ઉપાધ્યાયપદની શ્રી સંઘમાં શું મહત્તા છે એ તે પ્રસ્તુત વાચનાઓના વિવરણ વિના સમજવા મળવી ય દુર્લભ છે. પ્રથમ પ્રથમ વાંચનારને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 192