________________
આચાર્ય પ્રત્યે વિદ્યમાન બહુમાન-સન્માનના ભવ્ય ભાવાનું દર્શન થાય છે જે આપણને પણ એમ દર્શાવી જાય છેકેઆવા મહાન ધુરંધર તર્કશાસ્ત્રી વિબુધશિરોમણિ ઉપાધ્યાયજી મહારાજ જ્યારે આચાર્યપદ માટે આટલું ભરચક માન ધરાવે છે, એનું ગુણગાન કરે છે, તે આપણે પણ શા માટે આ કલિકાલમાં જંગમ કલ્પવૃક્ષ સમાન આચાર્યભગવંતની સેવાભક્તિ ઉપાસનાથી વંચિત રહીએ !!! સુવિહિત સર્વગુણસંપન્ન આચાર્યભગવંતના આ કાળે પણ આપણને દર્શન પ્રાપ્ત થાય એ આપણું પરમ સૌભાગ્ય જ છે.
શ્રી નવપદપૂજામાં પ્રથમ બે પદની પૂજા ઉપરની વાચનાઓના ગ્રન્થ “અરિહંત” અને “સિદ્ધપદને મુમુક્ષુ ભવ્યાત્માઓ એ જે ઉમળકાથી વધાવ્યા છે તેથી અગ્રિમપદની વાચનાઓના ગ્રન્થ પ્રકાશિત કરવાના અમારા ઉત્સાહ અને પ્રયત્નને વેગમાં ભરપૂર ઊભરે આવ્યું છે અને બહુ જ ટૂંકા ગાળામાં પ. પુ. આચાર્યદેવ શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની આચાર્યપદ ઉપરની વાચનાઓને અક્ષરદેહ આપતા આ “આચાર્યપદીના ગંભીર ગ્રન્થનું પ્રકાશન કરવામાં અમે સફળ બન્યા છીએ.
પ્રસ્તુત ગ્રન્થમાં ડગલે ને પગલે આપણે–જૈનશાસનનાં આચાર્ય કેવા હેય? એમની શી શી જવાબદારી છે? તે જવાબદારીઓને તેઓ કઈ કઈ રીતે વહન કરી રહ્યા હોય છે? તેમાં કેટલા અપ્રમત્ત રહેવું પડે છે? વાણું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org