________________
વધારવામાં આવ્યુ છે. આ બધાથી એ ફલિત થાય છે કે—આચાય ભગવંત શ્રી જૈનશાસનનાં સબળ નેતા છે, કુશળ સુકાની છે, ધ રથના સારથિ છે, શાસન-ધર્મની રક્ષા કરવા સદા અપ્રમત્ત છે. જ્ઞાન વિના આમાનુ કશુ શકય નથી, માટે વત્તમાન સમસ્ત શ્રુતના પારગામી છે. ભવ્યજીવાને કરુણા બુદ્ધિથી સદુપદેશદાતા છે—આચારવિનાના ઉપદેશની ઝાઝી કિં′મત ન હાવાથી સ્વયં પવિત્ર પચ સદાચારપાલક છે, અને સકળ સંઘમાં જૈનશાસનને સમૃદ્ધજ્ઞાન અને આચારનેા જૈનત્વથી એતપ્રોત શુભ સ ́સ્કારોના વારસે। જાળવનાર અને વધારનાર છે. એ રીતે શ્રી જૈનશાસનના પ્રભાવક છે-પ્રચારક છે-ઉપદેશક છે.
જૈનશાસનમાં આચાય પદની ભારે મહત્તા છે એ હકીકત શ્રી નમસ્કારમહામન્ત્રથી પણ સિદ્ધ છે કારણ કે એમાં તૃતીયપદ ‘નમા આયરિયાણુના જાપ કરવામાં આવે છે. આ પદની ભવ્યતા અને મહત્તાને પૂર્ણ પણે પીછાનવાને આપણી બુદ્ધિ તા પાંગળી છે. ઉપકાર કર્યાં છે પૂ . મહિષ આએ આપણા ઉપર, પ્રસ્તુતપદની ભક્તિ અને ગુણગાન કરતી અનેક ભવ્ય કૃતિઓની ભેટ આપીને. એવી એક ઉત્તમકૃતિ શ્રી નવપદપૂજા'માં પ. પૂ. ન્યાયાચાય શ્રીમદ્ ઉપાધ્યાય યાવિજય મહારાજે શ્રી આચાર્ય પદની ઉત્તમતા બહુ જ સુંદર ભાષામાં વ્યક્ત કરી છે અને તે સાથે એ કૃતિમાં શ્રીમદ્ના પેાતાના હૃદયમાં જૈનશાસનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org