Book Title: Muni Nyayavijayji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 4
________________ ૧૯૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સંસ્કૃતના મહાપંડિત : ન્યાયવિજયજીને સંસ્કૃત ભાષા પર એવું પ્રભુત્વ આવી ગયું કે જોતજોતામાં તેઓ સંસ્કૃતના શીઘ્ર કવિ બની ગયા અને કલાકો સુધી સંસ્કૃતમાં વક્તવ્ય પણ આપવા લાગ્યા. વિદ્રાન ભાઈશ્રી ફતેહચંદ બેલાણી નોંધે છે કે, “શ્રીમ યશોવિજયજી પછી સંસ્કૃતના આવા મહાપડિત જૈન સમાજમાં જોવામાં આવ્યા નથી.” તેમની બહુમુખી વિદ્વત્તા માત્ર ૨૫ વર્ષની યુવાન વયે તેમણે લખેલા “અધ્યાત્મતત્ત્વાલક અને ‘ન્યાયકુસુમાંજલિ” જેવા છેષ્ઠ ગ્રંથો પરથી સ્વયંસિદ્ધ થઈ જાય છે. આમાંનો પ્રથમ ગ્રંથ વાંચીને ભારતના પ્રસિદ્ધ પંડિત શ્રી મહાવીર પ્રસાદ દ્વિવેદી ખૂબ પ્રસન્ન થઈ ગયા હતા. તેઓએ મુનિશ્રી પર લખેલા પત્ર પરથી આ હકીકત જણાઈ આવે છે. નાગપુર અને ઉજજૈનના બ્રાહ્મણ પંડિતોએ તેમને એક સન્માનપત્ર અર્પણ કર્યું હતું, જેમાં તેઓએ લખ્યું કે “ શ્વપs: fમુ નિદાસ: ” જૈન દર્શનગ્રંથની રચના : ૨૮ વર્ષની વયે તેમના મનમાં જૈનધર્મદર્શનનું સર્વાનોમુખી દિગ્દર્શન કરાવનાર એક મોટો ગ્રંથ ગુજરાતીમાં રચવાની ભાવના થઈ. પ્રારંભમાં તો આ ગ્રંથમાં અમુક પ્રકરણો લેવામાં આવ્યાં હતાં. પરંતુ વિવિધ સંસ્થાઓમાં પાઠયપુસ્તક તરીકે મંજૂર થતાં તેને સર્વાંગસુંદર બનાવવામાં મુનિશ્રીએ ખૂબ પરિશ્રમ લીધો. આથી પ૦૦ પૃષ્ઠનો આ મહાગ્રંથ એટલો આવકાર પામ્યો કે તેની ૧૧ ગુજરાતી, ૨ હિન્દી અને એક અંગ્રેજી આવૃત્તિ બહાર પાડવી પડી. આ ગ્રંથને અનેક મુનિઓ અને આચાર્યોના તથા અનેક ભારતપ્રસિદ્ધ વિદ્વાનોના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તેની અગિયારમી આવૃત્તિનું આમુખ આગમોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજીએ લખ્યું છે. ૧૯૭૪ ના જામનગરના ચાતુર્માસ દરમિયાન આ ગ્રંથરત્નની રચના કરીને મુનિશ્રી ન્યાયવિજયજીએ જેન જગતમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. - રાષ્ટ્રવાદી અને સુધારા પ્રેમી વલણ મુનિશ્રીએ સમસ્ત ભારતીય વાયનો અભ્યાસ કર્યો હતો. તેથી તેમનો દૃષ્ટિકોણ ઉદાર, વિશાળ, વ્યવહારકુશળ અને દેશકાળને અનુરૂપ હતો. તેમની ધર્મસભાઓમાં જેનોની સાથે સાથે જૈનેતર મહાનુભાવોની પણ મોટી સંખ્યા રહેતી. તેમનાં વિવિધ વિષયો ઉપરનાં જાહેર વ્યાખ્યાનોમાં યુવકયુવતીઓ પણ ખૂબ રસ લેનાં. વિ. સં. ૧૯૮૭ નું તેમનું ચાતુર્માસ બૃહદ્ મુંબઈમાં થયું હતું, જે દરમ્યાન તેમના જીવનમાં અનેક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગો બન્યા હતા. મુનિશ્રી ખાદી અને સાદાઈના તેમજ ગરીબ અને મધ્યમ વર્ગને આગળ લાવવાના પ્રખર હિમાયતી હતા. પોતે હંમેશાં ખાદી વાપરતા. પોતાના સંઘમાં પણ મુનિઓને ખાદી વાપરવાનો આદેશ કરતા અને પ્રવચનોમાં પણ ખાદીના વપરાશ વિષે વારંવાર ઉલ્લેખ કરીને તેનો જ ઉપયોગ કરવાની સહુને પ્રેરણા આપતા. રેશમનાં કપડાંઓનો તેઓ ખાસ વિરોધ કરતા અને કહેતા કે જેમ આહારમાં વિવેકથી વન છો તેમ વસ્ત્રપરિધાનમાં પણ વિવેકથી વર્તો. તેમના ગુરુ આચાર્યશ્રી વિજયધર્મસૂરિનો જયંતી-મહોત્સવ વિ. . ૧૯૮૭ના ભાદરવા સુદ ૧૪ ને શુક્રવારે મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7