Book Title: Muni Nyayavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી ૧૯૧ પ્રમુખપણા નીચે વિશાળ પાયા પર ઊજવવામાં આવ્યો હતો. તેમાં આચાર્યશ્રીએ જૈનસાહિત્ય, જૈનસમાજ, અહિંસા, શાકાહાર ઇત્યાદિ ક્ષેત્રોમાં અખિલ ભારતીય સ્તરે કરેલાં સત્કાર્યોને બિરદાવવામાં આવ્યાં હતાં. સભાની સમાપ્તિ થતાં જાહેરમાં ખાદીનું વેચાણ થયું, જેમાં રૂ. ૫૦૦૦ની ખાદી વેચાઈ હતી. મુનિશ્રીના સુધારાવાદી, સત્યપ્રિય, ક્રાંતિકારી અને સમયાનુવર્તી વિચારોને સમાજનો * મોટો વર્ગ પચાવી શકયો નહિ. તેથી વિ. સં. ૧૯૯૯ પછીના લગભગ ૨૬ ચાતુર્માસ તેઓશ્રીએ મોટે ભાગે પાટણ અને માંડલમાં કર્યા. આ બંને નગરના સમાજે તેમના આધુનિક વિચારોને સારા પ્રમાણમાં પચાવ્યા અને તેમની અને તેમના સાહિત્યની સેવામાં પ્રશંસનીય સહયોગ આપ્યો. વડોદરા ચાતુર્માસ: વિ. સં. ૧૯૮૫, ૧૯૮૮ અને ૧૯૮૯ના ચાતુર્માસ વડોદરામાં થયા. પ્રગાઢ વિદ્વત્તા, રાષ્ટ્રીય વિચારધારા અને પ્રખર વકતૃત્વથી તેઓશ્રીએ મહારાજા સયાજીરાવ ગાયકવાડને પ્રભાવિત કર્યા હતા. બાળદીક્ષાનિયમન, ખાદીપ્રચાર અને અસ્પૃશ્યતાનિવારણના સ્પષ્ટ અને સુદઢ વિચારોને સાકાર કરવાની તક મુનિશ્રીને આ નગરમાં પ્રાપ્ત થઈ હતી. બાળદીક્ષાનિયમન માટે પ્રજામત માંગવામાં આવ્યો ત્યારે વિધર્મસૂરિ અને વિજયવલ્લભસૂરિના સમુદાય સિવાય બીજા સંઘોએ આ બિલનો વિરોધ કર્યો હતો. પરંતુ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, જૈન યુવક મંડળ તેમજ પં. સુખલાલજી, શ્રી જિનવિજયજી, શ્રી મહાસુખભાઈ, પાદરાના શ્રી મોહનભાઈ વકીલ વગેરે મહાનુભાવોએ બિલને સમર્થન આપ્યું હતું. ભાવનગર શ્રી સંધે તથા આત્માનંદ જૈનસભા, લાહોરે બિલને ટેકો આપ્યો હતો. છેવટે બિલ પસાર થયું અને વડોદરા રાજ્યમાં બાળદીક્ષાનો નિષેધ થયો. ખાદીપ્રચારના કાર્યમાં શ્રી મણિલાલ કોઠારી તેમજ સમાજના અન્ય અગ્રણીઓએ પૂ. મહારાજશ્રીને સુંદર સહકાર આપ્યો હતો, અને અનેક ધાર્મિક પ્રસંગોએ ખાદીની પ્રભાવના કરી હતી. સમાજના કચડાયેલા હરિજનો અને અછૂતો પ્રત્યે મહારાજશ્રીને ખૂબ જ કરૂણાનો ભાવ હતો, જેથી સરસિયા તળાવ પર આવેલ હરિજનવાસમાં સવણનો અને હરિજનોનો સામૂહિક ભોજન સમારંભ રાખ્યો હતો. આમ ભગવાન મહાવીરની સર્વજીવસમભાવની ભાવના પૂ. શ્રીની પ્રેરણાથી મૂર્તિ થઈ હતી. અંતિમ દિવસો અને મહાપ્રયાણ : વિ. સ. ૨૦૧૫ પછી મહારાજશ્રીની ઉમર ૬૯ ની થઈ ત્યારથી તેમને કવચિત્ શારીરિક નબળાઈ દેખા દેતી. તેમની છેલ્લી માંદગીમાં, તેમના પરમભક્ત શ્રી રતિલાલ મફાભાઈએ તેમને હવાફેર માટે જવા આગ્રહ કર્યો, પરંતુ તેઓએ કડક શબ્દોમાં તેનો નિષેધ કર્યો. આથી શ્રી રતિલાલભાઈએ તેમની હાથ જોડીને માફી માગી હતી. વિ. સં. ૨૦૨૬ ની મહા વદ પાંચમના આગલા દિવસે અગાસીમાં ફરતાં ફરતાં તેમને શરીરમાં લકવાની અસર થઈ ગઈ. આવી શારીરિક અવસ્થામાં પણ તેઓ પ્રસન્નતાથી વાતચીત કરતા હતા. બહારથી મોટા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પણ તબિયત ઠીક ન લાગવાથી સવારે અમદાવાદ લઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7