Book Title: Muni Nyayavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Catalog link: https://jainqq.org/explore/249026/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૬. ઉદારતા મુનિશ્રી ન્યાયવિજ્યજી ભૂમિકા અને જન્મ: પશ્ચિમ ભારતના ગુજરાત અને સૌરાષ્ટ્રની સરહદે આવેલું માંડલ ગામ વિદ્યાધામ, યાત્રાધામ અને વ્યાપારધામ તરીકે સુપ્રસિદ્ધ છે. વનરાજ ચાવડાએ અહીં પથ્થરનો કિલ્લો બાંધ્યો હતો. સિદ્ધરાજ સોલંકી અને ભીમનાથે તેના ઉત્થાનમાં ફાળો આપ્યો હતો અને વિ. સં. ૧૩૩૬માં શ્રી હક્કસૂરિએ તેને ગુજરાતનાં સૌથી મોટાં છ ધામોમાંનું એક ગણાવ્યું હતું. વર્તમાનયુગમાં રાષ્ટ્રીયતા, સુધારાવાદી દૃષ્ટિકોણ અને વિદ્યાપ્રસારના વિવિધલક્ષી કાર્યક્રમો અપનાવવામાં પણ માંડલે આગેવાની લીધી છે. બનારસની યશોવિજયજી સંસ્કૃત પાઠશાળાના શ્રીગણેશ અહીં જ મંડાયા હતા અને શ્રી જંબુવિજયજી જેવા પ્રખર શુનાભ્યાસ મુનિ પણ અહીં જ થયા છે. આ પ્રાચીન ઇતિહાસપ્રસિદ્ધ નગરીમાં જૈન ધર્માનુયાયીઓ ઘણા સૈાથી વસતા આવ્યા છે. એવા જ એક ધર્મનિષ્ઠ છગનલાલ વખતચંદ દિવાળીબાઈ નામની સંસ્કારી પત્ની સાથે રહેતા હતા. તેમના કુળમાં વિ.સં. ૧૯૪૬માં કા. સુ. ૩ને મંગળવારે એક પુત્રરત્નનો જન્મ થયો. પહેલું જ બાળક હોવાથી કુટુંબીઓ અને સ્વજનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ. બાળકનું સ્વાથ્ય અને સૌંદર્ય વિશિષ્ટ હતું અને તેથી તેનું નામ નરસિહ રાખવામાં આવ્યું. ૧૮૭ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પ્રારંભિક કેળવણી: આજથી ૯૦ વર્ષ પહેલાંના જમાનામાં પણ માંડલ ગામમાં સરકારી ગુજરાતી શાળા હતી, પણ બાળકને પંડયાની ખાનગી શાળામાં મોકલવામાં આવ્યો. તેજસ્વી બુદ્ધિના નરસિહે ચાર ધોરણનો અભ્યાસ થોડા જ સમયમાં પૂરો કરી લીધો. બાળક હસમુખો, શાંત, સરળ અને હેતાળ હોવાથી શિક્ષવર્ગ તેમજ વિદ્યાર્થીઓમાં લાડીલો ગણાતો. અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેવી ગામમાં વ્યવસ્થા નહોતી. તેથી આટલા ભણતરથી જ હાલ પૂરતો સંતોષ માનવો પડ્યો, કારણ કે માતાપિતા એકના એક સંતાનને બહારગામ મોકલવા તૈયાર ન થયાં. વિદ્યાભ્યાસ અને જીવનવિકાસની પ્રેરણા : વિ. સં. ૧૯૫૮માં મુનિશ્રી ધર્મવિજયજીનું માંડલમાં આગમન થયું. તેઓ જૈન વિદ્યા અને જૈન દર્શનના પ્રખર અભ્યાસી હતા. તેઓએ ઉપાશ્રયમાં આપેલા પ્રેરક અને પ્રભાવશાળી વ્યાખ્યાન સાંભળનારાઓમાં આપણા નરસિહભાઈ પણ હતા. યુવાનોને મુનિશ્રીએ જૈન ધર્મનો અભ્યાસ કરી વિદ્વત્તા પ્રાપ્ત કરવાનો બોધ આપ્યો. પૂ. મુનિશ્રીની વાણીએ જાણે જાદુ કર્યો અને નવલખાના બંગલામાં પાઠશાળાની શરૂઆત થઈ. આ કાર્ય માટે પંડિત શ્રી બેચરદાસજીની નિમણૂક થઈ અને તરત જ ૧૫-૨૦ વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા. નરસિહભાઈ પણ તેમાંના એક હતા. જ્ઞાનદાનના આ શુભ કાર્ય માટે તાત્કાલિક રૂ. ૨૦,૦૦૦નું દાન પણ પ્રાપ્ત થયું. મુનિશ્રીને દીર્ધદષ્ટિથી જણાયું કે જો અનેક વિષયોના નિષ્ણાત અને પ્રતિભાશાળી વિદ્વાનો તૈયાર કરવા હોય તો પાઠશાળાને બનારસ જેવા વિદ્યાધામમાં ખસેડવી જોઈએ. મુનિશ્રીએ વિદ્યાર્થીઓને સાથે લઈને, વિદ્યાધામ અને યાત્રાધામ એવા બનારસ તરફ પ્રયાણ કર્યું. આ કામ સરળ ન હતું, કારણ કે રસ્તો વિકટ હતો અને ભોજન મેળવવા અંગે પણ ઘણી અગવડો હતી. આમ છતાં દઢતા અને સાહસના ફળરૂપે સહુ બનારસ પહોંચ્યા. વળી શરૂઆતમાં અહીંના બ્રાહ્મણ પંડિતો જૈન વિદ્યાર્થીઓને ભણાવવા તૈયાર થતા નહોતા, પણ મુનિશ્રીની કુશળતા, ધીરજ અને શક્તિના પ્રભાવથી આ પ્રશ્ન હલ થયો. વિદ્યાર્થીઓનું ધર્મશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર આદિ વિષયોનું અધ્યયન સારી રીતે થવા લાગ્યું. જાઓમાં માતાપિતાને મળવાની ઇચ્છાથી નરસિહભાઈ વતનમાં આવ્યા. એકના એક દીકરાને વિવાહિત જોવાની ઇચ્છાથી માતાપિતાએ તેના લગ્નની વાત શરૂ કરી. પરંતુ સહજ ઉદાસીનતા અને વિદ્યાપ્રાપ્તિની લગનીમાં નરસિહભાઈને આ બંધન સ્વીકાર્યું નહોતું. દેવયોગે લગ્નની વાતચીત આગળ વધે તે પહેલાં જ માતાપિતાનું અવસાન થયું. તેથી નરસિહભાઈએ પાલિતાણા જવા માટે કાકાશ્રી પોપટલાલ વખતચંદ પાસે મંજૂરી માગી. રજા મળતાં નરસિહભાઈએ પાલિતાણા જવાને બદલે બનારસ તરફ પ્રયાણ કર્યું. તેમણે આગળ વિદ્યાભ્યાસ માટે ગુરુદેવની પાસે આશીર્વાદ માંગ્યા. જના વિદ્યાથીમિત્રોને મળીને તેમજ ગુરુદેવનાં દર્શન કરીને નરસિહભાઈને લાગ્યું કે હવે મારા જીવનની આશા ફળશે. બનારસની પાઠશાળામાં અધ્યયન કરવાનું કામ પણ લોઢાના ચણા ચાવવા જેવું હતું. પાઠશાળા પાસે કોઈ સ્થાયી ફંડ નહોતું, તેથી ૩૦ જેટલા વિદ્યાર્થીઓની ભોજન Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી આદિના પ્રબંધની સમસ્યા ઊભી થઈ. વિદ્યાર્થીઓ ગુરુદેવની મુશ્કેલી કળી ગયા. વિપત્તિના કાળે પોતાનાં ઘરેણાં સુધ્ધાં ગુરુદેવને ચરણે ધરી દીધાં. આવો ભક્તિભાવ અને ત્યાગભાવ જોઈ ગુરુદેવની આંખમાં પણ પાણી આવી ગયાં. ગુરુદેવે વિદ્યાર્થીઓ સાથે સમેતશિખરની યાત્રા પ્રારંભી અને વિહાર કરતાં કરતાં આખરે વિ. સં. ૧૯૬૩ના ફાગણ સુદ ૧ ના રોજ કલકત્તામાં મંગલ પ્રવેશ કર્યો. કલકત્તાના સંધે ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. અહીં બનારસની પાઠશાળા માટે મોટો ફાળો એકત્ર થઈ ગયો. ૧૮૯ દીક્ષા અને વડી દીક્ષા ઃ કલકત્તામાં ગુરુદેવ ઉપાશ્રયમાં તેમજ અન્ય જાહેર સંસ્થાઓમાં પ્રવચન આપતા. વિદ્યાર્થીઓને પણ પ્રસંગોપાત્ત બાર ભાવનાઓનો ઉપદેશ દેતા. ઉપદેશની અસરથી પાંચ યુવાન વિદ્યાર્થીઓના અંતરમાં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. આ પાંચ ભવ્ય જીવો હતા : (૧) માંડલના નરસિંહભાઈ, (૨) ખેડાના મગનભાઈ, (૩) દસાડાના મફતભાઈ, (૪) રાધનપુરના સૌભાગ્યચંદ અને (૫) દેહ ગામના બેચરદાસ. સંવત ૧૯૬૩ ના ચૈત્ર વદ ૫ ના રોજ હજારોની માનવમેદની સમક્ષ આ પાંચ યુવાનોની દીક્ષા વિધિ-વિધાન સહિત સંપન્ન થઈ. તેમનાં નામ અનુક્રમે ન્યાયવિજયજી, મૃગેન્દ્રવિજયજી, મહેન્દ્રવિજયજી, સિદ્ધવિજ્યજી અને વિદ્યાવિજયજી રાખવામાં આવ્યાં. કલકત્તાના ચાતુર્માસ પૂરા કરીને, ૧૯૬૪ ના કારતક વદ ૫ ના રોજ સંધે વિહાર કર્યો. નદીયા, મુર્શિદાબાદ, બાલુચર અને અજીમગંજ થઈને સહુ પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ પાવાપુરીમાં આવી પહોંચ્યા. અહીંનું શાંત વાતાવરણ સાધના અને અધ્યયન માટે ઘણું અનુકૂળ હતું. તેથી ગુરુદેવને અહીં ગુરુકુળ બાંધવાની ભાવના થઈ; ત્યાં તો બનારસની પાઠશાળા ગુરુદેવ વિના નહીં ચાલી શકે એવા સમાચાર મળ્યા. નવદીક્ષિત મુનિઓને અહીંના પવિત્ર વાતાવરણમાં વડી દીક્ષા ધામધૂમપૂર્વક આપીને સંધે બનારસ તરફ વિહાર કર્યો. ૧૯૬૪ ના વૈશાખ સુદ ૩ ના રોજ સવારે પાંચ નવીન મુનિઓ સાથે જયારે સંધે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે કાશીનરેશ તરફથી હાથી, ઘોડેસવાર, બ્રૅન્ડ વગેરે દ્વારા ભવ્ય સ્વાગત થયું. “જૈન પાઠશાલાકા પુનરુદ્ધાર હુઆ, મહાત્માજી આ ગયે.'' -આ પ્રકારનો ધ્વનિ સારાયે નગરમાં સંભળાવા લાગ્યો. અહીં આવીને નવદીક્ષિત ન્યાયર્યાવજયજી અધ્યયનમાં ગુંથાઈ ગયા. - શ્રુતાભ્યાસ અને સાહિત્યસર્જનનો પ્રારંભ ; ન્યાયવિજયજીની બુદ્ધિપ્રતિભા અને સ્મરણશક્તિ બાળપણથી જ તીવ્ર હતી. ૧૯૬૪ થી ૧૯૬૭ ના ચાર ચાતુર્માસ દરમિયાન તેઓ સંસ્કૃત ભાષા અને ધર્મશાસ્ત્રોના પારગામી બની ગયા. તેમની વિશેષ રુચિનો વિષય ન્યાય હતો, તેથી તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલય તરફથી લેવાતી ‘ન્યાયતીર્થ' અને ‘ન્યાયવિશારદ'ની પરીક્ષાઓમાં બેઠા અને ઝળહળતી ફતેહ મેળવી. આવી અસાધારણ સફ્ળતા જોઈ સંસ્થાના સમસ્ત વિદ્યાર્થીઓ, ગુરુજનો અને સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો સંસ્કૃતના મહાપંડિત : ન્યાયવિજયજીને સંસ્કૃત ભાષા પર એવું પ્રભુત્વ આવી ગયું કે જોતજોતામાં તેઓ સંસ્કૃતના શીઘ્ર કવિ બની ગયા અને કલાકો સુધી સંસ્કૃતમાં વક્તવ્ય પણ આપવા લાગ્યા. વિદ્રાન ભાઈશ્રી ફતેહચંદ બેલાણી નોંધે છે કે, “શ્રીમ યશોવિજયજી પછી સંસ્કૃતના આવા મહાપડિત જૈન સમાજમાં જોવામાં આવ્યા નથી.” તેમની બહુમુખી વિદ્વત્તા માત્ર ૨૫ વર્ષની યુવાન વયે તેમણે લખેલા “અધ્યાત્મતત્ત્વાલક અને ‘ન્યાયકુસુમાંજલિ” જેવા છેષ્ઠ ગ્રંથો પરથી સ્વયંસિદ્ધ થઈ જાય છે. આમાંનો પ્રથમ ગ્રંથ વાંચીને ભારતના પ્રસિદ્ધ પંડિત શ્રી મહાવીર પ્રસાદ દ્વિવેદી ખૂબ પ્રસન્ન થઈ ગયા હતા. તેઓએ મુનિશ્રી પર લખેલા પત્ર પરથી આ હકીકત જણાઈ આવે છે. નાગપુર અને ઉજજૈનના બ્રાહ્મણ પંડિતોએ તેમને એક સન્માનપત્ર અર્પણ કર્યું હતું, જેમાં તેઓએ લખ્યું કે “ શ્વપs: fમુ નિદાસ: ” જૈન દર્શનગ્રંથની રચના : ૨૮ વર્ષની વયે તેમના મનમાં જૈનધર્મદર્શનનું સર્વાનોમુખી દિગ્દર્શન કરાવનાર એક મોટો ગ્રંથ ગુજરાતીમાં રચવાની ભાવના થઈ. પ્રારંભમાં તો આ ગ્રંથમાં અમુક પ્રકરણો લેવામાં આવ્યાં હતાં. પરંતુ વિવિધ સંસ્થાઓમાં પાઠયપુસ્તક તરીકે મંજૂર થતાં તેને સર્વાંગસુંદર બનાવવામાં મુનિશ્રીએ ખૂબ પરિશ્રમ લીધો. આથી પ૦૦ પૃષ્ઠનો આ મહાગ્રંથ એટલો આવકાર પામ્યો કે તેની ૧૧ ગુજરાતી, ૨ હિન્દી અને એક અંગ્રેજી આવૃત્તિ બહાર પાડવી પડી. આ ગ્રંથને અનેક મુનિઓ અને આચાર્યોના તથા અનેક ભારતપ્રસિદ્ધ વિદ્વાનોના પણ આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તેની અગિયારમી આવૃત્તિનું આમુખ આગમોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજીએ લખ્યું છે. ૧૯૭૪ ના જામનગરના ચાતુર્માસ દરમિયાન આ ગ્રંથરત્નની રચના કરીને મુનિશ્રી ન્યાયવિજયજીએ જેન જગતમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. - રાષ્ટ્રવાદી અને સુધારા પ્રેમી વલણ મુનિશ્રીએ સમસ્ત ભારતીય વાયનો અભ્યાસ કર્યો હતો. તેથી તેમનો દૃષ્ટિકોણ ઉદાર, વિશાળ, વ્યવહારકુશળ અને દેશકાળને અનુરૂપ હતો. તેમની ધર્મસભાઓમાં જેનોની સાથે સાથે જૈનેતર મહાનુભાવોની પણ મોટી સંખ્યા રહેતી. તેમનાં વિવિધ વિષયો ઉપરનાં જાહેર વ્યાખ્યાનોમાં યુવકયુવતીઓ પણ ખૂબ રસ લેનાં. વિ. સં. ૧૯૮૭ નું તેમનું ચાતુર્માસ બૃહદ્ મુંબઈમાં થયું હતું, જે દરમ્યાન તેમના જીવનમાં અનેક યાદગાર અને ઐતિહાસિક પ્રસંગો બન્યા હતા. મુનિશ્રી ખાદી અને સાદાઈના તેમજ ગરીબ અને મધ્યમ વર્ગને આગળ લાવવાના પ્રખર હિમાયતી હતા. પોતે હંમેશાં ખાદી વાપરતા. પોતાના સંઘમાં પણ મુનિઓને ખાદી વાપરવાનો આદેશ કરતા અને પ્રવચનોમાં પણ ખાદીના વપરાશ વિષે વારંવાર ઉલ્લેખ કરીને તેનો જ ઉપયોગ કરવાની સહુને પ્રેરણા આપતા. રેશમનાં કપડાંઓનો તેઓ ખાસ વિરોધ કરતા અને કહેતા કે જેમ આહારમાં વિવેકથી વન છો તેમ વસ્ત્રપરિધાનમાં પણ વિવેકથી વર્તો. તેમના ગુરુ આચાર્યશ્રી વિજયધર્મસૂરિનો જયંતી-મહોત્સવ વિ. . ૧૯૮૭ના ભાદરવા સુદ ૧૪ ને શુક્રવારે મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલના Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી ૧૯૧ પ્રમુખપણા નીચે વિશાળ પાયા પર ઊજવવામાં આવ્યો હતો. તેમાં આચાર્યશ્રીએ જૈનસાહિત્ય, જૈનસમાજ, અહિંસા, શાકાહાર ઇત્યાદિ ક્ષેત્રોમાં અખિલ ભારતીય સ્તરે કરેલાં સત્કાર્યોને બિરદાવવામાં આવ્યાં હતાં. સભાની સમાપ્તિ થતાં જાહેરમાં ખાદીનું વેચાણ થયું, જેમાં રૂ. ૫૦૦૦ની ખાદી વેચાઈ હતી. મુનિશ્રીના સુધારાવાદી, સત્યપ્રિય, ક્રાંતિકારી અને સમયાનુવર્તી વિચારોને સમાજનો * મોટો વર્ગ પચાવી શકયો નહિ. તેથી વિ. સં. ૧૯૯૯ પછીના લગભગ ૨૬ ચાતુર્માસ તેઓશ્રીએ મોટે ભાગે પાટણ અને માંડલમાં કર્યા. આ બંને નગરના સમાજે તેમના આધુનિક વિચારોને સારા પ્રમાણમાં પચાવ્યા અને તેમની અને તેમના સાહિત્યની સેવામાં પ્રશંસનીય સહયોગ આપ્યો. વડોદરા ચાતુર્માસ: વિ. સં. ૧૯૮૫, ૧૯૮૮ અને ૧૯૮૯ના ચાતુર્માસ વડોદરામાં થયા. પ્રગાઢ વિદ્વત્તા, રાષ્ટ્રીય વિચારધારા અને પ્રખર વકતૃત્વથી તેઓશ્રીએ મહારાજા સયાજીરાવ ગાયકવાડને પ્રભાવિત કર્યા હતા. બાળદીક્ષાનિયમન, ખાદીપ્રચાર અને અસ્પૃશ્યતાનિવારણના સ્પષ્ટ અને સુદઢ વિચારોને સાકાર કરવાની તક મુનિશ્રીને આ નગરમાં પ્રાપ્ત થઈ હતી. બાળદીક્ષાનિયમન માટે પ્રજામત માંગવામાં આવ્યો ત્યારે વિધર્મસૂરિ અને વિજયવલ્લભસૂરિના સમુદાય સિવાય બીજા સંઘોએ આ બિલનો વિરોધ કર્યો હતો. પરંતુ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, જૈન યુવક મંડળ તેમજ પં. સુખલાલજી, શ્રી જિનવિજયજી, શ્રી મહાસુખભાઈ, પાદરાના શ્રી મોહનભાઈ વકીલ વગેરે મહાનુભાવોએ બિલને સમર્થન આપ્યું હતું. ભાવનગર શ્રી સંધે તથા આત્માનંદ જૈનસભા, લાહોરે બિલને ટેકો આપ્યો હતો. છેવટે બિલ પસાર થયું અને વડોદરા રાજ્યમાં બાળદીક્ષાનો નિષેધ થયો. ખાદીપ્રચારના કાર્યમાં શ્રી મણિલાલ કોઠારી તેમજ સમાજના અન્ય અગ્રણીઓએ પૂ. મહારાજશ્રીને સુંદર સહકાર આપ્યો હતો, અને અનેક ધાર્મિક પ્રસંગોએ ખાદીની પ્રભાવના કરી હતી. સમાજના કચડાયેલા હરિજનો અને અછૂતો પ્રત્યે મહારાજશ્રીને ખૂબ જ કરૂણાનો ભાવ હતો, જેથી સરસિયા તળાવ પર આવેલ હરિજનવાસમાં સવણનો અને હરિજનોનો સામૂહિક ભોજન સમારંભ રાખ્યો હતો. આમ ભગવાન મહાવીરની સર્વજીવસમભાવની ભાવના પૂ. શ્રીની પ્રેરણાથી મૂર્તિ થઈ હતી. અંતિમ દિવસો અને મહાપ્રયાણ : વિ. સ. ૨૦૧૫ પછી મહારાજશ્રીની ઉમર ૬૯ ની થઈ ત્યારથી તેમને કવચિત્ શારીરિક નબળાઈ દેખા દેતી. તેમની છેલ્લી માંદગીમાં, તેમના પરમભક્ત શ્રી રતિલાલ મફાભાઈએ તેમને હવાફેર માટે જવા આગ્રહ કર્યો, પરંતુ તેઓએ કડક શબ્દોમાં તેનો નિષેધ કર્યો. આથી શ્રી રતિલાલભાઈએ તેમની હાથ જોડીને માફી માગી હતી. વિ. સં. ૨૦૨૬ ની મહા વદ પાંચમના આગલા દિવસે અગાસીમાં ફરતાં ફરતાં તેમને શરીરમાં લકવાની અસર થઈ ગઈ. આવી શારીરિક અવસ્થામાં પણ તેઓ પ્રસન્નતાથી વાતચીત કરતા હતા. બહારથી મોટા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પણ તબિયત ઠીક ન લાગવાથી સવારે અમદાવાદ લઈ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જવાનો નિર્ણય કર્યો, પરંતુ આ નિર્ણય અમલી બને તે પહેલાં જ રાતના ૧૦ વાગે તેઓએ આ દુનિયામાંથી ચિરવિદાય લીધી. તેમની તબિયત બગડ્યાના સમાચાર મળતાં જ ગામમાંથી લોકોના ટોળેટોળાં ઉપાશ્રયમાં ઉભરાવા લાગ્યાં. બધાં બાર બંધ થઈ ગયાં અને બહારગામથી ટેલિફોનની ધંટડીઓ વાગવા લાગી. બપોરના અઢી વાગે પાલખીને અગ્નિસંસ્કાર માટે માંડલ મહાજનની પાંજરાપોળના પ્રાંગણમાં લાવવામાં આવી. જોતજોતામાં તેમનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. વર્ષો પછી આજે પાણ માંડલના પ્રજાજનોના હૃદયમાં અને તેમના પ્રશંસકોના ચિત્તમાં તેઓની સ્મૃતિ એવી ને એવી તાજી છે. - સાહિત્યનિર્માણ અને ઉપદેશ : પૂ. મહારાજશ્રીએ પોતાના જીવન દરમિયાન સરસ્વતીની વિશિષ્ટ ઉપાસના કરીને વિપુલ સાહિત્યની રચના કરી છે. તેઓએ ગુજરાતીમાં ૧૭, સંસ્કૃતમાં ૨૪, હિન્દીમાં ૬, અંગ્રેજીમાં ૧૦ અને પ્રાકૃતમાં ૧ એમ કુલ ૫૮ ગ્રંથોની સમાજને ભેટ આપી. પૂ. મહારાજશ્રીની ઉત્તરાવસ્થામાં લખાયેલ ગ્રંથ કલ્યાણભારતી'માં તેમણે બહુશ્રુતતા છતાં સરળ ભાષામાં જૈન સિદ્ધાંતની મુખ્યતા સહિત ભારતીય સંસ્કૃતિનાં લગભગ બધાં જ પાસાંઓને સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાનથી પર રહીને રજૂ કર્યા છે. આ ગ્રંથમાં કુલ પાંચસો જેટલા શ્લોકો છે. “જૈન દર્શન” અને “કલ્યાણભારતી' ઉપરાંત “અધ્યાત્મતત્ત્વાલક”, “આત્મતત્વ પ્રકાશ’, ‘મહામાનવ મહાવીર’ અને ‘ન્યાય કુસુમાંજલિ” તેમની અગત્યની કૃતિઓ છે. ઉપદેશ સાર : (૧) સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાના પુનરુદ્ધારનું કાર્ય સંગઠન દ્વારા કરવાની ખાસ જરૂર છે. તે માટે બ્રહ્મચર્ય અને ત્યાગભાવના આવશ્યક છે. ઊઠો અને ખંખેરી નાખો કાયરતાનાં જાળાં! યા હોમ કરીને કૂદી પડો. કર્મક્ષેત્રના મેદાનમાં, શાસનદેવ તમારા સહાયક થશે. વીરધર્મના જયઘોષની યશોમાળ તમને વરશે. (૨) સ્ત્રી સૃષ્ટિની માતા છે. તેની અજ્ઞાનદશા સંસારને માટે શાપરૂપ છે. બાળકોના જીવનસુધારનો મુખ્ય આધાર માતા પર રહેલો છે. જો તેમને વ્યાવહારિક શિક્ષણ, ભાષાજ્ઞાન, ગૃહવ્યવસ્થા, બાળઉછેર તથા સદાચાર, લજજા, બળ, હિંમત, વિવેક, સેવાધર્મ, કુટુંબપ્રેમ વગેરેનું શિક્ષણ આપવામાં આવે તો તેની કુક્ષિમાંથી સંતો, મહામાઓ, વીર, વીરાંગનાઓ જેવાં રત્નો ઉત્પન્ન થાય છે. (૩) દેશના લાખો ગરીબો ભૂખમરાની આગમાં બળી રહ્યા હોય ત્યારે નિરુપયોગી જમણવારોમાં પૈસા વેડફવા અયોગ્ય છે. (૪) “દીક્ષા એકદમ ન આપી દેતાં ઉચિત સમય સુધી દીક્ષાર્થીને દીક્ષાના ગુણોનો અભ્યાસ કરાવવામાં આવે તો શું ખોટું? પહેલેથી ઘડવામાં મુમુક્ષુની કસોટી થાય.” સાધુઓની વ્યાખ્યાનમાળા શિક્ષણશાળા બને, શ્રોતાઓમાં સારી વિચારભાવનાઓ જગે, તેમને પોતાનાં કર્તવ્યોનું ભાન થાય, હાનિકારક રિવાજો દૂર થાય અને શ્રોતાવર્ગમાંથી જન-જૈનેતરના ભેદ દૂર થાય. જૈનમુનિઓનાં વ્યાખ્યાન આવા ઉદાત્ત ઉદ્દેશોવાળાં હોવાં જોઈએ, એમ તેઓ માનતા. (પ) પરમાત્માના દર્શનથી જીવનની શુદ્ધિ કરવાની છે. આપણા તીર્થકરો તો વીતરાગ, સર્વાશ અને મોક્ષમાર્ગદાના હતા. મહાપ્રભુની ધ્યાનસ્થ મૂર્તિ પર આંગી હોઈ જ ન શકે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 193 ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી પ્રેરક વ્યક્તિત્વની ઝાંખી (1) વૈષ્ણવ ભાઈઓની ભક્તિઃ જેમને સમષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને સર્વ ધર્મો અને શાસ્ત્રો સમ્યગુરૂપે જ પરિણમે છે. મુનિશ્રીની આવી નિર્મળ દૃષ્ટિ અને સર્વધર્મસમભાવભરી બુદ્ધિને કારણે બગવસમાજ તેમના તરફ આકર્ષાયો હતો, એ લોકોએ એમની ખૂબ સેવાભક્તિ કરી. ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ કરાવ્યા. (2) ભાષાપ્રભુત્વ : એમની ભાષા સરલ, મધુર અને પ્રાસાદિક હોવા છતાં એમના શબ્દોમાં એક પ્રકારનો જુસ્સો રહેતો. તેજસ્વી શબ્દો એમની જીભે રહેતા, અને હૃદયના ઉચ્ચભાવો વ્યક્ત કરીને દિલને સ્પર્શી જતા. તેમના ભાવવાહી તેજસ્વી શબ્દસમૂહોથી વિદ્વાનો મુગ્ધ બની જતા. ' (3) સાગર જેવી ઉદારતા : મુનિશ્રામાં સર્વધર્મસમભાવની જે વ્યાપક, ઉદાર અને ઉદાત્ત દષ્ટિ હતી, એવી દૃષ્ટિ ભાગ્યે જ કોઈ અન્ય મુનિમાં જોવા મળશે. અનેકાંતવાદના એ ખરેખર વ્યવહારુ પ્રણેતા હતા. (4) નિમોહી : તેમણે કદી શિષ્યની ઈચ્છા નથી કરી, નથી કરી પોતાના સાહિત્યના વારસાના રક્ષણની ચિતા. એ તો આનંદધનની જેમ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા. અંગત સ્વાર્થ જેવું કશુંય એમને નહોતું. (5) એકાંતના સાધકઃ છેલ્લાં 15-20 વર્ષથી તેઓ લગભગ એકાંત, શાંત, જીવન જીવતા. મોટે ભાગે ધર્મશાસ્ત્રોના વાચન અને ચિતન પાછળ તેઓ સમય વિતાવતા. ન્યાયવિજયજી દર્શન-વંદન એ જ મહાયાત્રા છે.” એકવાર આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ શંખેશ્વર થઈ પાટણ જવાના હતા. એમને મન ન્યાયવિજયજીનું દર્શન-વંદન જ મહાયાત્રા હતી. જૈન સમાજના સર્વ વર્ગોના આદરણીય, શુનશીલવારિધિ, પ્રાચીન સાહિત્યસંશોધનના મહારથી એવા શ્રી પુણ્યવિજયજી મુનિશ્રી ન્યાયવિજયજીની યાત્રાએ આવે એ મુનિશ્રીની વિરાટનાનું સાધુતાનું– સ્વયંપ્રમાણ હતું. બે મહાવિદ્વાનોનું આ મિલન હૃદયંગમ અને પ્રેરક હતું. સંતસમાગમનું સ્થાન : અનેક વિદ્વાનો એમની સાથે જ્ઞાનચર્ચા કરતા અને સંતસમાગમ માટે શોધના આવના. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, શ્રી પરમાનંદ કાપડિયા, મુનિશ્રી સંતબાલજી, શ્રી વિમલા ઠક્કર, હરદ્વાર ઋષિકેશના સ્વામી શ્રી શિવાનંદજીના પટધર સ્વામી સત્યાનંદજી, સ્વામી ચૈતન્યાનંદજી, સ્વામીશ્રી પ્રેમાનંદજી વગેરે અનેક પ્રસિદ્ધ વિદ્વાનો તેમનાં દર્શન–મુલાકાત દ્વારા જ્ઞાનચર્ચા અર્થે આવતા. માંડલની એક બીજી જ આવી વિભૂતિ મહંત શ્રી શાંતિપ્રસાદજી મુનિશ્રીના દર્શને પધારેલા. બનને વચ્ચેનો સંસ્કૃતમાં થયેલો વાર્તા–પ્રવાહ સાંભળી માંડલવાસીઓ તો મુગ્ધ જ બની ગયા. પ્રસિદ્ધ વિદ્વાન મુનિશ્રી જંબુવિજયજી શંખેશ્વર આવતા તો એકલા મુનિશ્રીના વંદને આવતા અને 36 માઈલનો પ્રવાસ ખેડી પાછા ચાલ્યા જતા, એ મુનિશ્રી પ્રત્યે તેમની ભક્તિ અને સ્નેહ જ દર્શાવે છે. 7 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો