SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 193 ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી પ્રેરક વ્યક્તિત્વની ઝાંખી (1) વૈષ્ણવ ભાઈઓની ભક્તિઃ જેમને સમષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને સર્વ ધર્મો અને શાસ્ત્રો સમ્યગુરૂપે જ પરિણમે છે. મુનિશ્રીની આવી નિર્મળ દૃષ્ટિ અને સર્વધર્મસમભાવભરી બુદ્ધિને કારણે બગવસમાજ તેમના તરફ આકર્ષાયો હતો, એ લોકોએ એમની ખૂબ સેવાભક્તિ કરી. ઉપરાઉપરી ત્રણ ચાતુર્માસ કરાવ્યા. (2) ભાષાપ્રભુત્વ : એમની ભાષા સરલ, મધુર અને પ્રાસાદિક હોવા છતાં એમના શબ્દોમાં એક પ્રકારનો જુસ્સો રહેતો. તેજસ્વી શબ્દો એમની જીભે રહેતા, અને હૃદયના ઉચ્ચભાવો વ્યક્ત કરીને દિલને સ્પર્શી જતા. તેમના ભાવવાહી તેજસ્વી શબ્દસમૂહોથી વિદ્વાનો મુગ્ધ બની જતા. ' (3) સાગર જેવી ઉદારતા : મુનિશ્રામાં સર્વધર્મસમભાવની જે વ્યાપક, ઉદાર અને ઉદાત્ત દષ્ટિ હતી, એવી દૃષ્ટિ ભાગ્યે જ કોઈ અન્ય મુનિમાં જોવા મળશે. અનેકાંતવાદના એ ખરેખર વ્યવહારુ પ્રણેતા હતા. (4) નિમોહી : તેમણે કદી શિષ્યની ઈચ્છા નથી કરી, નથી કરી પોતાના સાહિત્યના વારસાના રક્ષણની ચિતા. એ તો આનંદધનની જેમ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા. અંગત સ્વાર્થ જેવું કશુંય એમને નહોતું. (5) એકાંતના સાધકઃ છેલ્લાં 15-20 વર્ષથી તેઓ લગભગ એકાંત, શાંત, જીવન જીવતા. મોટે ભાગે ધર્મશાસ્ત્રોના વાચન અને ચિતન પાછળ તેઓ સમય વિતાવતા. ન્યાયવિજયજી દર્શન-વંદન એ જ મહાયાત્રા છે.” એકવાર આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ શંખેશ્વર થઈ પાટણ જવાના હતા. એમને મન ન્યાયવિજયજીનું દર્શન-વંદન જ મહાયાત્રા હતી. જૈન સમાજના સર્વ વર્ગોના આદરણીય, શુનશીલવારિધિ, પ્રાચીન સાહિત્યસંશોધનના મહારથી એવા શ્રી પુણ્યવિજયજી મુનિશ્રી ન્યાયવિજયજીની યાત્રાએ આવે એ મુનિશ્રીની વિરાટનાનું સાધુતાનું– સ્વયંપ્રમાણ હતું. બે મહાવિદ્વાનોનું આ મિલન હૃદયંગમ અને પ્રેરક હતું. સંતસમાગમનું સ્થાન : અનેક વિદ્વાનો એમની સાથે જ્ઞાનચર્ચા કરતા અને સંતસમાગમ માટે શોધના આવના. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, શ્રી પરમાનંદ કાપડિયા, મુનિશ્રી સંતબાલજી, શ્રી વિમલા ઠક્કર, હરદ્વાર ઋષિકેશના સ્વામી શ્રી શિવાનંદજીના પટધર સ્વામી સત્યાનંદજી, સ્વામી ચૈતન્યાનંદજી, સ્વામીશ્રી પ્રેમાનંદજી વગેરે અનેક પ્રસિદ્ધ વિદ્વાનો તેમનાં દર્શન–મુલાકાત દ્વારા જ્ઞાનચર્ચા અર્થે આવતા. માંડલની એક બીજી જ આવી વિભૂતિ મહંત શ્રી શાંતિપ્રસાદજી મુનિશ્રીના દર્શને પધારેલા. બનને વચ્ચેનો સંસ્કૃતમાં થયેલો વાર્તા–પ્રવાહ સાંભળી માંડલવાસીઓ તો મુગ્ધ જ બની ગયા. પ્રસિદ્ધ વિદ્વાન મુનિશ્રી જંબુવિજયજી શંખેશ્વર આવતા તો એકલા મુનિશ્રીના વંદને આવતા અને 36 માઈલનો પ્રવાસ ખેડી પાછા ચાલ્યા જતા, એ મુનિશ્રી પ્રત્યે તેમની ભક્તિ અને સ્નેહ જ દર્શાવે છે. 7 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249026
Book TitleMuni Nyayavijayji
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Story
File Size380 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy