Book Title: Muni Nyayavijayji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 1
________________ ૨૬. ઉદારતા મુનિશ્રી ન્યાયવિજ્યજી ભૂમિકા અને જન્મ: પશ્ચિમ ભારતના ગુજરાત અને સૌરાષ્ટ્રની સરહદે આવેલું માંડલ ગામ વિદ્યાધામ, યાત્રાધામ અને વ્યાપારધામ તરીકે સુપ્રસિદ્ધ છે. વનરાજ ચાવડાએ અહીં પથ્થરનો કિલ્લો બાંધ્યો હતો. સિદ્ધરાજ સોલંકી અને ભીમનાથે તેના ઉત્થાનમાં ફાળો આપ્યો હતો અને વિ. સં. ૧૩૩૬માં શ્રી હક્કસૂરિએ તેને ગુજરાતનાં સૌથી મોટાં છ ધામોમાંનું એક ગણાવ્યું હતું. વર્તમાનયુગમાં રાષ્ટ્રીયતા, સુધારાવાદી દૃષ્ટિકોણ અને વિદ્યાપ્રસારના વિવિધલક્ષી કાર્યક્રમો અપનાવવામાં પણ માંડલે આગેવાની લીધી છે. બનારસની યશોવિજયજી સંસ્કૃત પાઠશાળાના શ્રીગણેશ અહીં જ મંડાયા હતા અને શ્રી જંબુવિજયજી જેવા પ્રખર શુનાભ્યાસ મુનિ પણ અહીં જ થયા છે. આ પ્રાચીન ઇતિહાસપ્રસિદ્ધ નગરીમાં જૈન ધર્માનુયાયીઓ ઘણા સૈાથી વસતા આવ્યા છે. એવા જ એક ધર્મનિષ્ઠ છગનલાલ વખતચંદ દિવાળીબાઈ નામની સંસ્કારી પત્ની સાથે રહેતા હતા. તેમના કુળમાં વિ.સં. ૧૯૪૬માં કા. સુ. ૩ને મંગળવારે એક પુત્રરત્નનો જન્મ થયો. પહેલું જ બાળક હોવાથી કુટુંબીઓ અને સ્વજનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ. બાળકનું સ્વાથ્ય અને સૌંદર્ય વિશિષ્ટ હતું અને તેથી તેનું નામ નરસિહ રાખવામાં આવ્યું. ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7