Book Title: Muni Nyayavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૮૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો પ્રારંભિક કેળવણી: આજથી ૯૦ વર્ષ પહેલાંના જમાનામાં પણ માંડલ ગામમાં સરકારી ગુજરાતી શાળા હતી, પણ બાળકને પંડયાની ખાનગી શાળામાં મોકલવામાં આવ્યો. તેજસ્વી બુદ્ધિના નરસિહે ચાર ધોરણનો અભ્યાસ થોડા જ સમયમાં પૂરો કરી લીધો. બાળક હસમુખો, શાંત, સરળ અને હેતાળ હોવાથી શિક્ષવર્ગ તેમજ વિદ્યાર્થીઓમાં લાડીલો ગણાતો. અંગ્રેજી ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેવી ગામમાં વ્યવસ્થા નહોતી. તેથી આટલા ભણતરથી જ હાલ પૂરતો સંતોષ માનવો પડ્યો, કારણ કે માતાપિતા એકના એક સંતાનને બહારગામ મોકલવા તૈયાર ન થયાં. વિદ્યાભ્યાસ અને જીવનવિકાસની પ્રેરણા : વિ. સં. ૧૯૫૮માં મુનિશ્રી ધર્મવિજયજીનું માંડલમાં આગમન થયું. તેઓ જૈન વિદ્યા અને જૈન દર્શનના પ્રખર અભ્યાસી હતા. તેઓએ ઉપાશ્રયમાં આપેલા પ્રેરક અને પ્રભાવશાળી વ્યાખ્યાન સાંભળનારાઓમાં આપણા નરસિહભાઈ પણ હતા. યુવાનોને મુનિશ્રીએ જૈન ધર્મનો અભ્યાસ કરી વિદ્વત્તા પ્રાપ્ત કરવાનો બોધ આપ્યો. પૂ. મુનિશ્રીની વાણીએ જાણે જાદુ કર્યો અને નવલખાના બંગલામાં પાઠશાળાની શરૂઆત થઈ. આ કાર્ય માટે પંડિત શ્રી બેચરદાસજીની નિમણૂક થઈ અને તરત જ ૧૫-૨૦ વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાયા. નરસિહભાઈ પણ તેમાંના એક હતા. જ્ઞાનદાનના આ શુભ કાર્ય માટે તાત્કાલિક રૂ. ૨૦,૦૦૦નું દાન પણ પ્રાપ્ત થયું. મુનિશ્રીને દીર્ધદષ્ટિથી જણાયું કે જો અનેક વિષયોના નિષ્ણાત અને પ્રતિભાશાળી વિદ્વાનો તૈયાર કરવા હોય તો પાઠશાળાને બનારસ જેવા વિદ્યાધામમાં ખસેડવી જોઈએ. મુનિશ્રીએ વિદ્યાર્થીઓને સાથે લઈને, વિદ્યાધામ અને યાત્રાધામ એવા બનારસ તરફ પ્રયાણ કર્યું. આ કામ સરળ ન હતું, કારણ કે રસ્તો વિકટ હતો અને ભોજન મેળવવા અંગે પણ ઘણી અગવડો હતી. આમ છતાં દઢતા અને સાહસના ફળરૂપે સહુ બનારસ પહોંચ્યા. વળી શરૂઆતમાં અહીંના બ્રાહ્મણ પંડિતો જૈન વિદ્યાર્થીઓને ભણાવવા તૈયાર થતા નહોતા, પણ મુનિશ્રીની કુશળતા, ધીરજ અને શક્તિના પ્રભાવથી આ પ્રશ્ન હલ થયો. વિદ્યાર્થીઓનું ધર્મશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર આદિ વિષયોનું અધ્યયન સારી રીતે થવા લાગ્યું. જાઓમાં માતાપિતાને મળવાની ઇચ્છાથી નરસિહભાઈ વતનમાં આવ્યા. એકના એક દીકરાને વિવાહિત જોવાની ઇચ્છાથી માતાપિતાએ તેના લગ્નની વાત શરૂ કરી. પરંતુ સહજ ઉદાસીનતા અને વિદ્યાપ્રાપ્તિની લગનીમાં નરસિહભાઈને આ બંધન સ્વીકાર્યું નહોતું. દેવયોગે લગ્નની વાતચીત આગળ વધે તે પહેલાં જ માતાપિતાનું અવસાન થયું. તેથી નરસિહભાઈએ પાલિતાણા જવા માટે કાકાશ્રી પોપટલાલ વખતચંદ પાસે મંજૂરી માગી. રજા મળતાં નરસિહભાઈએ પાલિતાણા જવાને બદલે બનારસ તરફ પ્રયાણ કર્યું. તેમણે આગળ વિદ્યાભ્યાસ માટે ગુરુદેવની પાસે આશીર્વાદ માંગ્યા. જના વિદ્યાથીમિત્રોને મળીને તેમજ ગુરુદેવનાં દર્શન કરીને નરસિહભાઈને લાગ્યું કે હવે મારા જીવનની આશા ફળશે. બનારસની પાઠશાળામાં અધ્યયન કરવાનું કામ પણ લોઢાના ચણા ચાવવા જેવું હતું. પાઠશાળા પાસે કોઈ સ્થાયી ફંડ નહોતું, તેથી ૩૦ જેટલા વિદ્યાર્થીઓની ભોજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7