Book Title: Muni Nyayavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૧૯૨ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો જવાનો નિર્ણય કર્યો, પરંતુ આ નિર્ણય અમલી બને તે પહેલાં જ રાતના ૧૦ વાગે તેઓએ આ દુનિયામાંથી ચિરવિદાય લીધી. તેમની તબિયત બગડ્યાના સમાચાર મળતાં જ ગામમાંથી લોકોના ટોળેટોળાં ઉપાશ્રયમાં ઉભરાવા લાગ્યાં. બધાં બાર બંધ થઈ ગયાં અને બહારગામથી ટેલિફોનની ધંટડીઓ વાગવા લાગી. બપોરના અઢી વાગે પાલખીને અગ્નિસંસ્કાર માટે માંડલ મહાજનની પાંજરાપોળના પ્રાંગણમાં લાવવામાં આવી. જોતજોતામાં તેમનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. વર્ષો પછી આજે પાણ માંડલના પ્રજાજનોના હૃદયમાં અને તેમના પ્રશંસકોના ચિત્તમાં તેઓની સ્મૃતિ એવી ને એવી તાજી છે. - સાહિત્યનિર્માણ અને ઉપદેશ : પૂ. મહારાજશ્રીએ પોતાના જીવન દરમિયાન સરસ્વતીની વિશિષ્ટ ઉપાસના કરીને વિપુલ સાહિત્યની રચના કરી છે. તેઓએ ગુજરાતીમાં ૧૭, સંસ્કૃતમાં ૨૪, હિન્દીમાં ૬, અંગ્રેજીમાં ૧૦ અને પ્રાકૃતમાં ૧ એમ કુલ ૫૮ ગ્રંથોની સમાજને ભેટ આપી. પૂ. મહારાજશ્રીની ઉત્તરાવસ્થામાં લખાયેલ ગ્રંથ કલ્યાણભારતી'માં તેમણે બહુશ્રુતતા છતાં સરળ ભાષામાં જૈન સિદ્ધાંતની મુખ્યતા સહિત ભારતીય સંસ્કૃતિનાં લગભગ બધાં જ પાસાંઓને સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાનથી પર રહીને રજૂ કર્યા છે. આ ગ્રંથમાં કુલ પાંચસો જેટલા શ્લોકો છે. “જૈન દર્શન” અને “કલ્યાણભારતી' ઉપરાંત “અધ્યાત્મતત્ત્વાલક”, “આત્મતત્વ પ્રકાશ’, ‘મહામાનવ મહાવીર’ અને ‘ન્યાય કુસુમાંજલિ” તેમની અગત્યની કૃતિઓ છે. ઉપદેશ સાર : (૧) સામાજિક, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાના પુનરુદ્ધારનું કાર્ય સંગઠન દ્વારા કરવાની ખાસ જરૂર છે. તે માટે બ્રહ્મચર્ય અને ત્યાગભાવના આવશ્યક છે. ઊઠો અને ખંખેરી નાખો કાયરતાનાં જાળાં! યા હોમ કરીને કૂદી પડો. કર્મક્ષેત્રના મેદાનમાં, શાસનદેવ તમારા સહાયક થશે. વીરધર્મના જયઘોષની યશોમાળ તમને વરશે. (૨) સ્ત્રી સૃષ્ટિની માતા છે. તેની અજ્ઞાનદશા સંસારને માટે શાપરૂપ છે. બાળકોના જીવનસુધારનો મુખ્ય આધાર માતા પર રહેલો છે. જો તેમને વ્યાવહારિક શિક્ષણ, ભાષાજ્ઞાન, ગૃહવ્યવસ્થા, બાળઉછેર તથા સદાચાર, લજજા, બળ, હિંમત, વિવેક, સેવાધર્મ, કુટુંબપ્રેમ વગેરેનું શિક્ષણ આપવામાં આવે તો તેની કુક્ષિમાંથી સંતો, મહામાઓ, વીર, વીરાંગનાઓ જેવાં રત્નો ઉત્પન્ન થાય છે. (૩) દેશના લાખો ગરીબો ભૂખમરાની આગમાં બળી રહ્યા હોય ત્યારે નિરુપયોગી જમણવારોમાં પૈસા વેડફવા અયોગ્ય છે. (૪) “દીક્ષા એકદમ ન આપી દેતાં ઉચિત સમય સુધી દીક્ષાર્થીને દીક્ષાના ગુણોનો અભ્યાસ કરાવવામાં આવે તો શું ખોટું? પહેલેથી ઘડવામાં મુમુક્ષુની કસોટી થાય.” સાધુઓની વ્યાખ્યાનમાળા શિક્ષણશાળા બને, શ્રોતાઓમાં સારી વિચારભાવનાઓ જગે, તેમને પોતાનાં કર્તવ્યોનું ભાન થાય, હાનિકારક રિવાજો દૂર થાય અને શ્રોતાવર્ગમાંથી જન-જૈનેતરના ભેદ દૂર થાય. જૈનમુનિઓનાં વ્યાખ્યાન આવા ઉદાત્ત ઉદ્દેશોવાળાં હોવાં જોઈએ, એમ તેઓ માનતા. (પ) પરમાત્માના દર્શનથી જીવનની શુદ્ધિ કરવાની છે. આપણા તીર્થકરો તો વીતરાગ, સર્વાશ અને મોક્ષમાર્ગદાના હતા. મહાપ્રભુની ધ્યાનસ્થ મૂર્તિ પર આંગી હોઈ જ ન શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7