Book Title: Muni Nyayavijayji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ઉદારચેતા મુનિશ્રી ન્યાયવિજયજી આદિના પ્રબંધની સમસ્યા ઊભી થઈ. વિદ્યાર્થીઓ ગુરુદેવની મુશ્કેલી કળી ગયા. વિપત્તિના કાળે પોતાનાં ઘરેણાં સુધ્ધાં ગુરુદેવને ચરણે ધરી દીધાં. આવો ભક્તિભાવ અને ત્યાગભાવ જોઈ ગુરુદેવની આંખમાં પણ પાણી આવી ગયાં. ગુરુદેવે વિદ્યાર્થીઓ સાથે સમેતશિખરની યાત્રા પ્રારંભી અને વિહાર કરતાં કરતાં આખરે વિ. સં. ૧૯૬૩ના ફાગણ સુદ ૧ ના રોજ કલકત્તામાં મંગલ પ્રવેશ કર્યો. કલકત્તાના સંધે ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. અહીં બનારસની પાઠશાળા માટે મોટો ફાળો એકત્ર થઈ ગયો. ૧૮૯ દીક્ષા અને વડી દીક્ષા ઃ કલકત્તામાં ગુરુદેવ ઉપાશ્રયમાં તેમજ અન્ય જાહેર સંસ્થાઓમાં પ્રવચન આપતા. વિદ્યાર્થીઓને પણ પ્રસંગોપાત્ત બાર ભાવનાઓનો ઉપદેશ દેતા. ઉપદેશની અસરથી પાંચ યુવાન વિદ્યાર્થીઓના અંતરમાં દીક્ષા લેવાના ભાવ જાગ્યા. આ પાંચ ભવ્ય જીવો હતા : (૧) માંડલના નરસિંહભાઈ, (૨) ખેડાના મગનભાઈ, (૩) દસાડાના મફતભાઈ, (૪) રાધનપુરના સૌભાગ્યચંદ અને (૫) દેહ ગામના બેચરદાસ. સંવત ૧૯૬૩ ના ચૈત્ર વદ ૫ ના રોજ હજારોની માનવમેદની સમક્ષ આ પાંચ યુવાનોની દીક્ષા વિધિ-વિધાન સહિત સંપન્ન થઈ. તેમનાં નામ અનુક્રમે ન્યાયવિજયજી, મૃગેન્દ્રવિજયજી, મહેન્દ્રવિજયજી, સિદ્ધવિજ્યજી અને વિદ્યાવિજયજી રાખવામાં આવ્યાં. કલકત્તાના ચાતુર્માસ પૂરા કરીને, ૧૯૬૪ ના કારતક વદ ૫ ના રોજ સંધે વિહાર કર્યો. નદીયા, મુર્શિદાબાદ, બાલુચર અને અજીમગંજ થઈને સહુ પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ પાવાપુરીમાં આવી પહોંચ્યા. અહીંનું શાંત વાતાવરણ સાધના અને અધ્યયન માટે ઘણું અનુકૂળ હતું. તેથી ગુરુદેવને અહીં ગુરુકુળ બાંધવાની ભાવના થઈ; ત્યાં તો બનારસની પાઠશાળા ગુરુદેવ વિના નહીં ચાલી શકે એવા સમાચાર મળ્યા. નવદીક્ષિત મુનિઓને અહીંના પવિત્ર વાતાવરણમાં વડી દીક્ષા ધામધૂમપૂર્વક આપીને સંધે બનારસ તરફ વિહાર કર્યો. ૧૯૬૪ ના વૈશાખ સુદ ૩ ના રોજ સવારે પાંચ નવીન મુનિઓ સાથે જયારે સંધે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે કાશીનરેશ તરફથી હાથી, ઘોડેસવાર, બ્રૅન્ડ વગેરે દ્વારા ભવ્ય સ્વાગત થયું. “જૈન પાઠશાલાકા પુનરુદ્ધાર હુઆ, મહાત્માજી આ ગયે.'' -આ પ્રકારનો ધ્વનિ સારાયે નગરમાં સંભળાવા લાગ્યો. અહીં આવીને નવદીક્ષિત ન્યાયર્યાવજયજી અધ્યયનમાં ગુંથાઈ ગયા. - શ્રુતાભ્યાસ અને સાહિત્યસર્જનનો પ્રારંભ ; ન્યાયવિજયજીની બુદ્ધિપ્રતિભા અને સ્મરણશક્તિ બાળપણથી જ તીવ્ર હતી. ૧૯૬૪ થી ૧૯૬૭ ના ચાર ચાતુર્માસ દરમિયાન તેઓ સંસ્કૃત ભાષા અને ધર્મશાસ્ત્રોના પારગામી બની ગયા. તેમની વિશેષ રુચિનો વિષય ન્યાય હતો, તેથી તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલય તરફથી લેવાતી ‘ન્યાયતીર્થ' અને ‘ન્યાયવિશારદ'ની પરીક્ષાઓમાં બેઠા અને ઝળહળતી ફતેહ મેળવી. આવી અસાધારણ સફ્ળતા જોઈ સંસ્થાના સમસ્ત વિદ્યાર્થીઓ, ગુરુજનો અને સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7