Book Title: Moksh Marg Prakash Author(s): Raj Saubhag Editorial Committee Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 8
________________ આ પુસ્તકનો પ્રથમ વિભાગ “શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાર્ગ પ્રકાશ”માં શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતના બધા લખાણોમાંથી માખણ જેવા તત્ત્વની તારવણી આ સંસ્થાના આધ્યાત્મિક માર્ગદર્શક પરમ પૂજ્ય શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરાએ વેરાવળ-૩ દિવસ, મુંબઈ-૭ દિવસ, તથા સાયલામાં-૫ દિવસ મહેનત લઈ કરુણાબુદ્ધિથી કરેલ છે. શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા શ્રી સોભાગભાઈ અને સાયેલા જે આ પુસ્તકના વિભાગ બીજામાં તે શ્રી શાંતિલાલ ભાણજી અંબાણીએ પરિશ્રમ લઈ એકઠું કરેલ છે, જે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. આ બધી હકીકત છપાવવા માટેની નકલો આત્માર્થી બાળબ્રહ્મચારીણી શ્રી વસંતબેન દિલસુખભાઈ શાહે અતિ પરિશ્રમ લઈ સારા અક્ષરથી તેમના નાજુક શરીરનો વિચાર કર્યા વગર સતત પરિશ્રમથી કરી આપેલ તે બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. માનનીય શ્રી દલસુખભાઈ માલવણીયા કે જેઓ મુળ સાયલાના રહીશ છે અને શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સાંસ્કૃતિક વિદ્યાપીઠમાં વર્ષોથી સેવા આપી રહ્યાં છે, તેઓ અતિ કાર્યમાં રોકાયેલ હોવા છતાં તેમાંથી સમય કાઢી ઉત્સાહપૂર્વક, આ બધુ સાહિત્ય છપાવવા જાય તે પહેલા ભાષા, વ્યાકરણ અને વાક્ય રચનાની દૃષ્ટિએ તપાસી યોગ્ય ફેરફાર કરી આપ્યા છે તે બદલ અમો તેઓશ્રીના ઋણી છીએ. શ્રી સાહિત્ય પ્રકાશન સમિતિના સભ્યોએ જે રસ લઈ આમાં સહકાર આપ્યો છે તે બદલ તેઓનો પણ આભાર માનવામાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 448