Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5 Author(s): Trilokmuni Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ 11 પ્રથમ આવૃત્તિમાં છે. જો તે સંક્ષિપ્ત બધા પાઠોને પૂર્ણ કરવામાં આવે તો આ વિશાલકાય ગ્રન્થનું રૂપ જે છે તેનાથી પણ અધિક વિશાળ બની જાય છે. એટલા ! માટે લેખનકાલમાં પૂર્વાચાર્યોએ એક સૂત્રના વિષયનું બીજા સૂત્રના વર્ણનથી સામ્ય જોઈને અતિદેશ કરેલ છે. એમ કરતાં પણ આગમ વિષયને પૂર્ણ રૂપથી સુરક્ષિત રાખવાનું લક્ષ્ય પણ રાખ્યું છે. વિશેષ કરીને ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા, નંદી અને અનુયોગ દ્વારા આદિ અંગ બાહ્ય આગમોની ભલામણ જ અધિક છે. સાહિત્ય સંસ્કરણ – આ સૂત્ર પર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિજીની પ્રાચીન વ્યાખ્યા ઉપલબ્ધ છે. જે મૂળ અનુવાદ અને વિશ્લેષણના રૂપમાં બહુ મોટા ચાર ગ્રન્થોમાં પ્રકાશિત થયેલ છે. જેના અનુવાદકવિવેચક પં. બેચરદાસજી દોશી છે. પત્રાકારમાં આ ટીકા આગમોદય સમિતિ આદિથી પ્રકાશિત છે. અનેક સ્થળોથી મૂળ રૂપમાં, કયાંકથી સાર રૂપમાં, કયાંકથી ટિપ્પણ અથવા નોંધ : (નોસ) રૂપમાં પણ આ સૂત્ર પ્રકાશિત છે. સેઠિયા જૈન પારમાર્થિક સંસ્થા : બીકાનેરથી અગરચંદ ભેરોદાનજી સેઠિયાએ આ સૂત્રના થોકડા રૂપે ૯ ભાગ પ્રકાશિત કરેલા છે. જે આ ગ્રન્થરાજના તાત્ત્વિક વિષયોને સમજવામાં મહાન છે ઉપયોગી છે. આ સારાંશલખવામાં પણ તે પુસ્તિકાઓનો વિશેષ આધાર લેવામાં આવેલ છે. સંસ્કૃતિ રક્ષકસંઘ દ્વારા રોલાનાથી આ સૂત્રનું વિવેચન યુક્ત પ્રકાશન સાત ભાગોમાં થયું છે. જેનાથી સ્વાધ્યાયી સમાજમાં આ સૂત્રના અધ્યયન, મનન , માટે બહુ જ સહયોગ રહ્યો છે. જેના અનુવાદક વીરપુત્ર શ્રમણ પુંગવ શ્રી : ઘેવરચન્દજી મ.સા. છે. જેમણે આ ગ્રન્થરાજને દીક્ષા લીધા પહેલા શ્રમણ શ્રેષ્ઠશ્રી : સમરથમલજી મ.સા.ની નિશ્રામાં પૂર્ણ સંપાદિત કરેલ છે અને તેની બીજી આવૃત્તિ પણ બહાર પડેલ છે. સંપૂર્ણ ૩ર આગમોનાવિવેચનનું પ્રકાશન આગમ પ્રકાશન સમિતિ બાવરથી થયું છે. જેમાં ૩ર સૂત્રોનું પ્રકાશન પૂર્ણ થઈ ચૂકેલ છે. તે આગમ બત્રીસીમાં આ સૂત્ર વિવેચન યુક્ત ચાર ભાગોમાં પ્રકાશિત છે. પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ.સાહેબે ૩૨ સૂત્રોની ટીકાઓમાં ભગવતી સૂત્રની ટીકા પણ લખી છે જે આજે ૧૩ ભાગોમાં એકી સાથે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ત્રણે ભાષામાં ઉપલબ્ધ છે. તે પહેલાં પૂજ્ય અમોલખ ઋષિજી મ.સાહેબે કર આગમોનો અનુવાદ હિંદી ભાષામાં સંપાદિત કરેલ, તેમાં પણ ભગવતી સૂત્રનો અનુવાદ પ્રકાશિત થયેલ છે. જે સ્થાનકવાસી સમાજ માટે પ્રારંભિક પ્રકાશન : હતું. તેમાથી અનુભવ લઈને આગળના બધા પ્રકાશનો પ્રકાશમાં આવેલ છે. ભગવતી સૂત્ર સારાંશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 304