Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ TLT Interview win in ઉપસંહાર – પ્રસ્તુત સૂત્રનો સારાંશ તૈયાર કરવામાં વિષયને સંક્ષિપ્ત કરવાની ! સાથે સરળ બનાવવાનો પણ પૂર્ણ પ્રયત્ન કરેલ છે અને ક્યાંક આવશ્યક લાગવાથી : તત્ત્વ જિજ્ઞાસુ સ્વાધ્યાયીઓની સુવિધા માટે ગણિત વિષય, ભંગ વિષય અને તત્ત્વવિષયને પણ સંક્ષિપ્ત અથવા વિસ્તૃતરૂપમાં રજૂ કરેલ છે અને ચાર્ટ પણ આપેલ છે. પૂર્ણ આશા અને વિશ્વાસ છે કે વિવિધ પ્રકારના બુદ્ધિશાળી સ્વાધ્યાયી બંધુ આ સારાંશ ગ્રંથોથી ભગવતી આગમના નવનીત (અક)ને પ્રાપ્ત કરી અનુપમ સંતોષ-તૃપ્તિનો અનુભવ કરશે. વિદ્વાન પાઠકોને નમ્ર નિવેદન છેકે, ગંભીરતત્ત્વોની રજૂઆત કરવામાં અમારી ભૂલ થઈ ગઈ હોય તો તે ભૂલોને સુધારીને વાંચે અને કાર્યાલયનું એ ભૂલો તરફ ધ્યાન ખેંચવા અવશ્ય પ્રયાસ કરે જેથી તેનો સદુપયોગ આગળની આવૃત્તિમાં થઈશકે, તે ઉપરાંત જો પાઠકનો દષ્ટિ ભ્રમ અથવા આશય સમજ ભ્રમ હોય તો તેનું સમાધાન પણ પ્રાપ્ત થઈ શકશે. ગુજરાતી આવૃત્તિ :- ગુજરાતના અનેક મુમુક્ષુ અને જિજ્ઞાસુ પ્રેરકો અનુમોદકોની ભાવનાને સન્માન આપી તે પ્રેરક અનુમોદક મુનિરાજો ! મહાસતીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને જ હિંદી સારાંશમાંથી ગુજરાતી અનુવાદ કરવાનું સૂચન કરવામાં આવતાં, સ્વીકાર કરી કાર્યાન્વિત કરનાર સર્વ મહાનુભાવોને અભિનંદન. ગુજરાતી અનુવાદના પ્રબલ પ્રેરક આગમજ્ઞ શ્રી સુરેશમુનિજીને આ ભગવતી સૂત્ર સારાંશના અનુવાદ માટે સૂચન-નિવેદન કરવામાં આવ્યું. તેઓશ્રીએ સહવર્તી પૂ. શ્રી નરેશ મુનિજીથી વિચારણા કરી સ્વીકૃતિ આપી અને ઉપાધ્યાય શ્રી વિનોદચન્દ્રજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ : કાલમાં અપ્રમત્ત ભાવે અથાક પ્રયાસથી આ વિશાળકાય ભગવતી સૂત્રના : અનુવાદ કાર્યને પૂર્ણ કર્યું સાથે આ સૂત્રમાં દર્શાવેલ ભાંગાઓ, કોષ્ટકો, ચાર્ટ અને ગણિતના આંકડાઓના અતિ કઠિનતમ કાર્યને ચોકસાઈપૂર્વક શુદ્ધ અને સુંદર રીતે સંપાદિત કર્યા છે. અંતરની લાગણી સાથે માત્ર નિર્જરા ભાવે પ્રત્યક્ષ અપરિચિત (પત્રાચારમાત્રથી પરિચિત) ઉભય મુનિરાજોના અનાયાસ ઉપકાર બદલ અગણિત અભિનંદન. અંતમાં સમસ્ત પૂર્વ પ્રકાશકોનો અને સર્વ પ્રકારના સહયોગીઓનો આભાર : માનું છું અને પ્રભુવાણીથી કંઈપણ વિપરીત લખાયું હોય તો મિચ્છામિદુક્કડ p LI urpur આગમ મનીષી તિલોક મુનિ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમનવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 304