Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 6
________________ ગણધર પ્રભુ છે. ગૌતમ આદિ દસે ગણધરો કેવલજ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત કરી મુક્ત થઈ ગયા હતા. જેથી તે શ્રત પરંપરા ને સુધર્મા ગણધરે જાળવી રાખી હતી. માટે વર્તમાન શ્રુત પરંપરા સુધર્મા ગણધરના નામે પ્રખ્યાતિ પામેલ છે. વિષયઃ- આ આગમ ગદ્યમય પ્રશ્નોત્તરની મુખ્યતા વાળું શાસ્ત્ર છે. એમાં વર્ણિત , વિષય બહુ જ રોચક હોવાની સાથે સાથે ક્યાંક ક્યાંક અત્યન્ત ગંભીર પણ છે. અર્થાત્ આ ગ્રન્થરાજમાં ધર્મકથાઓ પણ અનેક છે, તો સૂક્ષ્મ ગણિતના વિષયથી ભરપૂર તત્ત્વજ્ઞાન પણ ઠેક ઠેકાણે દષ્ટિગોચર થાય છે. પ્રજ્ઞાપના સૂત્રની જેમ આ સૂત્રનો વિષય કેવલ તત્ત્વમય જ નથી, પરન્તુ અનેક વિષયોના સુમેળથી સુસજ્જિત છે. એ કારણે વિશાળકાય અને ગંભીર : તત્ત્વજ્ઞાન મુખ્ય હોવા છતાં પણ આ આગમનું અધ્યયન, અધ્યાપન સમાજમાં વિશેષ શ્રદ્ધા ભાવે અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. પરિમાણ – આ આગમસૂત્રને ૩૬000 પ્રશ્નોનો સંગ્રહ કહેવાય છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ આગમ પણ લિપિ કાલના અનેક પ્રભાવોથી પ્રભાવિત થવાથી ; કહેલ સંખ્યાને વ્યવસ્થિત પ્રમાણિત તો કરી શકાય નહીં, છતાં પણ અનેકાનેક વિષયોનું સંકલન આમાં આજે પણ ઉપલબ્ધ છે. જેથી એને ૩૬૦૦૦ પ્રશ્નોના , રૂપમાં સહર્ષ સ્વીકારીને માન્ય કરાય છે. આ સૂત્રનાવિભાગ રૂપ અધ્યયનોને શતક સંજ્ઞા(નામ)થી કહેવાયા છે અને પ્રતિ વિભાગ રૂપ અધ્યયનોને ઉદ્દેશક સંજ્ઞાથી કહેવાયા છે. ૩ર શતક સુધી શતક અને ઉદ્દેશક એમ બે એવિભાગ છે. તે પછી શતક, અંતર શતક અને ઉદ્દેશક એમ ત્રણ વિભાગ પણ કરાયા છે. એમ સંપૂર્ણ આ સૂત્રમાં ૪૧ શતક છે અને અંતર શતકની અપેક્ષાએ કુલ ૧૩૮ શતક છે. પંદરમાં શતકમાં ઉદ્દેશક નથી. શેષ ચાલીસ શતકોમાં ૧૦, ૧૧, ૧૨, ૩૪, ૧૯૬આદિ ઉદ્દેશક સંખ્યા છે. બધા મળીને ૧૯૨૩ ઉદ્દેશક ઉપલબ્ધ છે. આ સંપૂર્ણ સૂત્ર પરંપરાથી ૧પ૭પર શ્લોક પરિમાણ માનવામાં આવેલ છે. વ્યાવરથી પ્રકાશિત ભગવતી સૂત્ર ભાગ ચારની પ્રસ્તાવનામાં ઉપાચાર્ય શ્રી : દેવેન્દ્રમુનિજીએ બધા શતકોનાં અક્ષરોની ગણતરીથી ઉપલબ્ધ આ સૂત્રને ૧૯૩૨૦ શ્લોક પરિમાણ હોવાનું બતાવેલ છે. સૂત્રના સંક્ષિપ્ત પાઠઃ- વિશાળકાય આ મહાન ગ્રન્થરાજમાં સંક્ષિપ્ત પાઠ પણ પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે. અર્થાત્ આમાં અન્ય અંગ શાસ્ત્રો અને અંગ ન બાહ્ય શાસ્ત્રોમાં વર્ણિત પાઠોનો અતિદેશ(નિર્દેશ–સૂચન) કરવામાં આવેલ છે. અર્થાત્ ભલામણ અપાઈ છે. ક્યાંક ક્યાંક તો આ જ સૂત્રના પૂર્વના શતકોમાં આવેલ વર્ણનોની ભલામણ આપવામાં આવેલ છે. તે બધા સંક્ષિપ્ત સ્થળોનું સંકલન કરીને એક મહત્ત્વપૂર્ણ સૂચી તૈયાર કરવામાં આવેલ છે. જે આ પુસ્તકની મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 304