Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5 Author(s): Trilokmuni Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ અનુવાદકશ્રી ની કલમે પ્રવચન અંજન જે સગુરુ કરે પંચમકાળે શ્રુતબળ પણ ઘટયું રે... તોપણ એહ આધાર... દેવચંદ્રજિનમતનું તત્ત્વ એ રે... શ્રુત શું ધરજો પ્યાર ............... આ પંચમકાળમાંશ્રુતબળનું જોર ઘટ્યું છે. વાણી વિલાસવૈખરી અતિ નિરંકુશ બની છે. તેમ છતાં ભવ્યાત્માઓ માટે શાસ્ત્રો જ આધાર રૂપ છે. સાધકો માટે શાસ્ત્રરૂપી નિર્મળ ચક્ષુ અતિ ઉપયોગી છે. આજના વાણી સ્વાતંત્ર્ય યુગમાં જેને જે ફાવે તે પ્રરૂપણા(શાસ્ત્ર અથે) કરતા થઈ ગયા છે. ધર્મ અને વિધિ નિયમો બાબતમાં ગમે તેમ અર્થઘટન કરતા થઈ ગયા છે. ત્યારે આગમવાણી સત્ય માર્ગ બતાવે છે. ગુમરાહોને નિતપ્રકાશ આપી મૂળ માર્ગ બતાવે છે. આગમોમાં અનેક પ્રકારનાવિધિ-નિષેધ ફરમાવેલ છે. જેમાંદરેક પ્રકારના સમાધાન મળી શકે છે. તે સર્વ આગમોમાં અતિ અગ્રસ્થાન-મૂર્ધન્ય સ્થાને ગણવામાં આવેલ આ મહામહિમ ભગવતી સૂત્રનો સાર વિશિષ્ટ સરળસુગમ શૈલીથી સંપાદિત કરેલ છે તેમજ એમાં અનેક તત્ત્વોની છણાવટ થયેલી છે. પ્રસ્તુત પ્રકાશનમાં મહારાજશ્રીએ નવનીત તારવી ટૂંકમાં ઘણી વાતોતત્ત્વો સમાવી દીધા છે ચિંતનયુક્ત સંશોધન અને ટિપ્પણી(નોંધ) અતિ મહત્ત્વની છે. સમજવામાં સહાયક ચાર્ટ પણ આપેલ છે. જે તત્ત્વજિજ્ઞાસુઓ માટે ખૂબ ઉપયોગી છે. પ્રક્ષિપ્ત પાઠ... સંબંધ નિર્દેશ આદિ પણ આ પુસ્તકમાં મુંઝવણોનું સમાધાન કરી શકે તેમ છે. વિષય સૂચિ પદ્ધતિ બહુ સુંદર છે. આ સારાંશ તારવવામાં મહારાજશ્રીએ જે જહેમત ઉઠાવી છે તે દાદ માંગી લે છે. શાસ્ત્રજ્ઞાન પ્રત્યેની આગવી સૂઝ-રુચિ અને આ કાર્યમાં અપ્રમતત્તા અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષવાની કળા ખરેખર પ્રશંસવા યોગ્ય છે. એ કારણે આગમ મનીષીનું તેઓનું બિરૂદ સાર્થક અને યોગ્ય છે. તટસ્થ અને અસાંપ્રદાયિકતા યુક્ત ચિંતન તેમજ શાસ્ત્રની મૂળ વાતોને કહેવાની આગવી પદ્ધતિ લેખનમાં તરી આવે છે. પૂ. મુનિવર્યશ્રીની શાસ્ત્રાધ્યયનની સાધના આજના કાળનાં સાધકોની જિજ્ઞાસાને સંતોષવા પ્રેરક બની રહે ને તેઓશ્રી જિજ્ઞાસુઓને નિત નવું પિરસતા રહે એવી વિનમ્ર વિનંતી. ભગવતી સૂત્ર સારાંશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 304