Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ - આ આગમના અનુવાદ કરવારૂપ સેવાની મને જે તક મળી તે માટે ધન્યતા અનુભવું છું. અનુવાદ નિમિતે મને જે સ્વાધ્યાય-વાંચનનો લાભ પ્રાપ્ત થયો; નવા નવા પ્રસંગો, તથ્યો, તત્ત્વો જાણવા મળ્યા; એ મારા માટે ખૂબ ઉપયોગી બન્યા છે. આ અનુવાદ લેખન કાર્ય મેં મારી ભાવનાથી “સ્વાન્ત સુખાય કરેલ છે. જે સૂત્ર અધ્યયનમાં, લેખનમાં સમય વીત્યો તે સાર્થક સમય થયો, જેનો મને ખૂબ સંતોષ છે. આ અનુવાદનું કાર્ય સંપૂર્ણ મારા એકલા હાથે થાય એટલે મારું ગજું પણ નથી. આ કાર્યમાં તત્ત્વ જિજ્ઞાસુ પૂ. શ્રી સુરેશમુનિનો સહયોગ સાંપડેલ. અનેક વખત સાથે બેસી એ બાબતમાં વિચાર-વિમર્શ, સુધારા-વધારા કરેલ. અનુવાદ કાર્ય પૂર્ણ કર્યા પછી તેમાં રહી ગયેલી ભૂલો વિષે પરસ્પર ચર્ચા વિચારણાથી પરિમાર્જન કરેલ. તેમજ આ લેખનમાં શ્રીમતિ જયાબેન ચુનીલાલ સતરા તથા નયનાબેન નાનાલાલ ઝવેરીએ પણ સહયોગ આપેલ. અંતમાં આ પંચમકાળમાં કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે વિશિષ્ટજ્ઞાનીઓની ગેરહાજરીમાં આગમવાણી આપણા માટે કેવલી, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને વિશિષ્ટજ્ઞાની સરખી છે. સત્યશાસ્ત્ર અને આગમો ભૂલેલા, ભટકેલા, પાન્થજનો માટે ભોમિયો છે. જગદ્ગુરુવરપ્રભુની વાણીનું અંજન જો હૃદય પર થઈ જાય તો હૃદયરૂપી આપણા નયન, જેનો મહિમામેરુથી પણ અધિક છે એવા જગધણી-વીતરાગ જિનેશ્વરને જોઈ શકે. હૃદયનયન આગમવાણીના ઔષધથી નિર્મળ રાખીએ. શાસ્ત્ર વચનો પર અતૂટ શ્રદ્ધા રાખીએ. આ સુંદર કાર્યમાં મને નિમિત્ત બનાવ્યો, એ બદલ મુનિવર્યશ્રીનો ઋણી છું. શ્રુત જ્ઞાનીઓને લાખ લાખ વંદન કરી, મારી લેખનીને અહીં વિરામ આપીશ. મંગલમસ્તુ... કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના પ.પૂ.તપસ્વી રત્ન ગુરુવર્યશ્રી ધીરજલાલજી સ્વામીના શિષ્ય મુનિશ્રી નરેશ “આનંદ ૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમનવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 304