Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5 Author(s): Trilokmuni Publisher: ZZZ Unknown View full book textPage 5
________________ IST ALL સંપાદકીય [હિંદી આવૃત્તિમાંથી] મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે પ્રથમ ચરણ છે સમ્યકજ્ઞાન. સમ્યક જ્ઞાનની ઉપલબ્ધિ ભવ્યાત્માઓને આપ્તવાણીના શ્રવણથી અને અધ્યયનથી જ પ્રાપ્ત થાય છે. માટે આગમોનો સ્વાધ્યાય કરવો આત્મપ્રગતિનું મુખ્ય અંગ માનવામાં આવેલ છે. આગમોમાં તેને આત્યંતરતપ સ્વરૂપે બતાવવામાં આવેલ છે અને . શ્રમણ-સાધકોને હંમેશા સ્વાધ્યાયમાં તલ્લીન રહેવા નિર્દેશ કરેલ છે– સંજ્ઞાયશ્મિ રમો સયા -દશવૈ. અ.૮ ગા. ૪ તીર્થકર ભગવાન મહાવીર દ્વારા ઉપદેશાવેલ અને ગણધર ભગવન્તો દ્વારા : ગૂંથાયેલ(સૂત્રિત) જૈનાગમોનો સ્વાધ્યાય હકીકતમાં ભૌતિકવાદ અને પુલાનંદી રૂપ આત્મ અંધકારની અવસ્થાને વિશિષ્ટ આત્મપ્રકાશ દેનાર છે. આગમ સ્વાધ્યાયથી ઉપલબ્ધ સમ્યકજ્ઞાન જ આત્માના સમ્યક્દર્શન અને સમ્યક ચારિત્રને પરિપુષ્ટ કરી સુદઢ, સબળ અને સ્થિર બનાવે છે. જેનાથી આત્માનો વિકાસ શીઘ્ર ચરમ સીમા સુધી પહોંચી જાય છે અને તે પરમાત્મપદને પ્રાપ્ત કરી લે છે. પ્રસ્તુત સૂત્ર મહાભ્યઃ- વર્તમાનમાં ઉપલબ્ધ ધાર્મિક સાહિત્યમાં જેનઆગમ સર્વશ્રેષ્ઠ સાહિત્ય છે. તેમાં એક એકથી વધીને અનેક(બત્રીસ) શ્રેષ્ઠ આગમ ગ્રન્થ છે. તે બધામાં પ્રસ્તુત આગમ ભગવતીસૂત્રનું સ્થાન વિશેષ મહત્ત્વપૂર્ણ છે. વિદ્વાન સમાજમાં જો કયાંય ભગવતી સૂત્રના પાઠનું પ્રમાણ ઉપસ્થિત કરવામાં : આવે તો પ્રતિવાદી પર તેનો વિશેષ પ્રભાવ પડે છે અને એકવાર તો તે તર્કને છોડીને શ્રદ્ધાથી ઝુકી જાય છે અથવા ચર્ચા કરવામાં સંકોચાઈ જાય છે. મહત્ત્વપૂર્ણ હોવાની સાથે સાથે આ આગમશાસ્ત્ર બીજા બધાં આગમોની અપેક્ષાએ વિશાળકાય પણ છે. એનું અધ્યયન કરવું કઠિન પણ છે. છતાં ય મહત્ત્વશીલ અને જિજ્ઞાસા પ્રેરકવિષયોવાળુ હોવાથી સ્વાધ્યાયક્ષેત્રમાં આ સૂત્રનું ! અધ્યયન-અધ્યાપન વિશેષ ગતિમાન છે. નામ અને કર્તા – આ પાંચમું અંગ સૂત્ર છે. વિશાળ તત્ત્વોનું અને અનેક વિષયોનું આમાં સંક્ષિપ્ત-વિસ્તૃત વ્યાખ્યાન( વિશ્લેષણ) કરવામાં આવેલ છે.આ કારણે તેનું મૌલિક નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. એ સૂત્રની મહત્તાના કારણે જ એના નામની સાથે ભગવતી શબ્દનો વિશેષણ રૂપમાં પ્રયોગ થયો છે. જેમ કેવિવાહપાણી, માવા- વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ભગવતી આ નામમાંથી સંક્ષિપ્ત નામ પ્રચારમાં આવીને ભગવતી સૂત્ર નામ પ્રસિદ્ધ થઈ ગયું. આ સૂત્રના રચયિતા uuuuuuuuuuuuuuuuuuuuu ભગવતી સૂત્ર સારાંશ Tin T ITLE In Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 304