Book Title: Mangalvada Sangraha Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 6
________________ આ બન્ને વિપત્તિપત્તિઓના પરિપ્રેક્ષ્યમાં ‘મંગલવાદ'ને સમજતા પહેલા ‘મંગલ' અને ‘વાદ’ શબ્દોની વ્યાખ્યા સમજવી આવશ્યક છે. ६ મંગલ-વ્યાખ્યા : વ્યુત્પત્તિ નિમિત્તના આધારે મંગલ શબ્દની વ્યાખ્યા પૂજ્ય આચાર્યશ્રી જિનભદ્ર ગણી ક્ષમાશ્રમણ મહારાજાએ આવશ્યકસૂત્રનાં પ્રાચીન ભાષ્યમાં દર્શાવી છે. ક૨વો. मंगिज्जए ऽधिगम्मइ जेण हिअं तेण मंगलं होइ । अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ॥ २२ ॥ अहवा निवायणाओ मंगलमिट्टत्थपगइपच्चयओ । सत्थे सिद्धं जं जह तं जहाजोगमाउज्जं ॥२३॥ (અનુવાદ–‘મંગ’ ધાતુ ગતિ અર્થમાં હોવાથી જે ગતિ અર્થવાળા ધાતુઓ તે પ્રાપ્તિ અર્થમાં વપરાય છે તેથી જે વડે હિત સધાય તે મંગળ કહેવાય છે. मं गालयइ भवाओ व मंगलमिहेवमाइनेरुत्ता । भासंति सत्थवसओ नामाइचउव्विहं तच्च ॥२४॥ અથવા ‘મંñ’ એટલે ધર્મ અને ‘લા' ધાતુનો લેવું અર્થ છે. ધર્મને જે લાવે યા સ્વાધીન કરે એટલે ધર્મનું ઉપાદાન કારણ તે મંગળ કહેવાય છે. અથવા ઇષ્ટાર્થવાળી ધાતુરૂપ પ્રકૃતિ અને પ્રત્યયવાળા નિપાતથી મંગળ શબ્દ સિદ્ધ અથવા વ્યાકરણ શાસ્ત્રમાં જેમ ઘટે તેમ યથાયોગ જોડીને મંગળ શબ્દ સિદ્ધ કરવો. અથવા મને જે સંસારથી દૂર કરે તે મંગળ. ઇત્યાદિ મંગળ શબ્દના અનેક અર્થ શાસ્ત્રવશ થાય છે.) શ્રી આવશ્યકનિયુક્તિની વ્યાખ્યામાં પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ‘મંગલ’શબ્દની અર્થઘટના આ રીતે દર્શાવી છે. (૧) મદ્યતે હિતમનેન તિ મલમ્, મયંતે-અધિગમ્યતે સાધ્યતે । (२) मङ्ग इति धर्माभिधानम् ला - आदाने, अस्य धातो र्मङ्ग उपपदे मङ्गं लाति इति मङ्गलम्, धर्मोपादानहेतुरिति । asta\mangal-t\3rd proof (૩) માં લયતિ મવાદ્ તિ મકૃતમ્, સંસારાપનયતિ । (અર્થ—વિશેષાવશ્યક મુજબ) પહેલા બે અર્થ વ્યુત્પત્તિને આશ્રયીને છે અંતિમ અર્થ નિરુક્તને આશ્રયીને છે. ૧. વ્યાકરણ દ્વારા વ્યવસ્થાપિત પ્રકૃતિપ્રત્યયની પ્રક્રિયાથી મળતો અર્થ વ્યુત્પત્તિલભ્ય કહેવાય છે. જે અર્થઘટ્નમાં પ્રકૃતિ પ્રત્યય ગૌણ હોય શબ્દઘટક અક્ષરોનો અર્થ પ્રધાન હોય તે નિરુક્ત કહેવાય.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 91