Book Title: Mahasati Sita Sati Mrugavati
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૪ રાજા કહેઃ “સાટું હોય તેથી શું થયું? કાગડો દહીંથરું લઈ ગયો છે. એની રાણી મારા અંતઃપુરમાં શોભે તેવી છે. ભલે બે બહેનો-શિવા ને મૃગાવતી અહીં સાથે રહેતી. જાઓ, તાબડતોબ રાજદૂતને રવાના કરો! રાજહુકમ આગળ કોનું ચાલે ? રાજા ચંડપ્રદ્યોતનો દૂત કૌશાંબીપુરીમાં પહોંચ્યો. રાજા શતાનિકને મળ્યો, પોતાના રાજાનો સંદેશો આપ્યો. રાજાએ રુક્કો વાંચ્યો, ને એમના હાથમાંથી નીચે પડી ગયો. મંત્રીએ તે લીધો. આખી સભા આ જોઈ બેબાકળી બની ગઈ. સહુને લાગ્યું કે નક્કી કંઈક ભયંકર સમાચાર લાગે છે. ત્યાં તો પડદામાંથી અવાજ આવ્યો: મંત્રીરાજ! લાવો રુક્કો.' મંત્રીએ રુક્કો રાજરાણીને પહોંચાડ્યો. રુક્કો વાંચતાં જ મૃગાવતીની આંખોમાંથી વીજળીનો ચમકારો થયો, હોઠ કરડ્યા અને હાથ પછાડ્યો. આખી રાજસભા મહારાણીના શબ્દો સાંભળી રહી : મંત્રીરાજ ! આ રૂક્કો વાંચવા જેવો જ નથી. એને અગ્નિશરણ કરી દો. અને આ રુક્કો લાવનાર દૂતને સંભળાવી દો કે તારા રાજાને પોતાને સમ્રાટ મનાવનાર રાજાને-એટલીય શરમ ન આવી કે એ શું માગે છે ? એને કહો કે મારાં બેટીનાં હોય, વહુનાં ન હોય અને હું તો તમારી બહેન જેવી કહેવાઉં. હે દૂત, તારા રાજાને કહેજે ! તમે બધે યુદ્ધ ખેલ્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36