Book Title: Mahasati Sita Sati Mrugavati
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005458/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ મહાસતી સીતા સતી મૃગાવતી VVVA VVVA 17 Illing જ્યભિખુ Jain Education Intemational For Personal & Private Use Only www ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧૦]. ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આદ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુનમાળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ જેન બાલગ્રંથાવલિઃ શ્રેણી ૨ - ૫.૪ મહાસતી સીતા સતી મૃગાવતી સંપાદક જયભિખ્ખ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ મુખ્ય વિસ્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ૫૧-૨, ૨મેશપાર્ક સોસાયટી, ઉસ્માનપુરા, અમદાવાદ -૩૮૦ ૦૧૩ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ગૂર્જર એજન્સીઝ રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિશ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦ ૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા મિથિલા નગરી છે. વિદેહ દેશ છે. ત્યાં રાજા જનક વિદેહી રાજ કરે છે. એમને એક પુત્રી છે. નામ સીતા છે. રૂપમાં અજોડ છે. ગુણમાં અજબ છે. એક વાર પૃથ્વી પર વિચરતા નારદજીની મરજી થઈ કે આવાં સીતાજીને જોવાં. એ આવ્યા મિથિલા નગરીમાં, એમને માટે તો બારે દરવાજા ખુલ્લા. સીધા ગયા એ તો સીતાકુંવરીના મહેલમાં. સીતા સખીઓ સાથે બેઠી હતી. સખીઓએ નારદજીને પિછાણ્યા નહીં. સહુ આશ્ચર્ય પામી કે આ માણસ તે કેવો ! પીળા વાળ ને પીળી આંખો, સુકલકડી શરીર ને શરીર પર એક લંગોટી. એને અંતઃપુરમાં આવતાં વિચાર પણ નહીં થયો હોય ? અને બધી સખીઓ ઊપડી. કોઈએ એમનું માથું પકડ્યું ને કોઈએ એમના પગ પકડ્યા. કોઈએ પકડ્યા હાથ ને કોઈએ પકડી એમની લાંબી ચોટલી. બિચારા નારદજીને For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૪ તો નાસતાં ભોં ભારે થઈ ગઈ. મહામહેનતે એ દાસીઓના હાથમાંથી છૂટીને નાઠા. નારદજી મનમાં ખૂબ ગુસ્સે થયા. સીતાને રૂપનું ખૂબ અભિમાન લાગે છે. હું જોઈશ, એ અભિમાનનું એને શું ફળ મળે છે! સખીઓની દાઝ સીતાજી ઉપર ઠાલવી. નારદજીએ તો એક સુંદર રૂપ આલેખ્યું ને વૈતાઢ્ય પર્વત ઉપર ચાલ્યા. ત્યાં ચંદ્રગતિ નામનો એક વિદ્યાધર રાજા હતો. તેને ભામંડળ નામે પુત્ર હતો. તેને ત્યાં ઊતર્યા. ભામંડળને પેલું રૂપ બતાવ્યું. ભામંડળ એ જોઈ મુગ્ધ થઈ ગયો. ગમે તેમ થાય, પણ સીતાને હું પરણીશ.” એમ તેણે નિશ્ચય કર્યો. પછી જનક રાજા આગળ ચંદ્રગતિએ દૂત મોકલીને પોતાના પુત્ર ભામંડળ માટે સીતાની માગણી કરી. જનક રાજા કહે, “સીતાજી મનથી રામને વરી ચૂકી છે. માટે હવે કંઈ ન બને.' દૂત કહે, “જનકરાજ ! તો સીતાને પરણવા માટે ખૂનખાર લડાઈ થશે. એમાં જીતશે તે સીતાને પરણશે. અને જો એવી લડાઈ ન થવા દેવી હોય તો અમારે ત્યાં બે દેવતાઈ ધનુષ્ય છે, એ લઈ જાઓ ને સ્વયંવર રચો. એમાં જે ધનુષ્યની પણછ ચડાવે તે ભલે સીતાને પરણે.” જનકરાજે એ સૂચના સ્વીકારી. સ્વયંવર મંડપ રચાઈ ચૂક્યો. રાજા તથા વિદ્યાધરો પોતપોતાના યોગ્ય સ્થાને બેસી ગયા. વચ્ચે એક બેઠક બનાવી તેના પર ધનુષ્ય મૂક્યાં. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા સમય થતાં હાથમાં ફૂલની માળા લઈ સીતાજી મંડપમાં આવ્યાં. તેમનું રૂપ જોઈ રાજાઓ ભાન ભૂલવા લાગ્યા. એક પછી એક રાજાઓ ઊઠ્યા ને ધનુષ્ય ઉપાડવા પ્રયત્ન કર્યો, પણ ફોગટ ! તેઓથી ધનુષ્ય જરા પણ ચસક્યું નહિ. એમ કરતાં રામનો વારો આવ્યો. તે તો હસતા મુખડે ધનુષ્યની પાસે જઈ ઊભા. જોતજોતાંમાં બધાના આશ્ચર્યની વચ્ચે ધનુષ્ય ઉપાડી તેને વાળી દીધું. તે વખતે કડડડ મોટો અવાજ થયો. થોડી વા૨માં ૨ામે તેની પણછ પણ ચડાવી દીધી. સહુ જોઈ રહ્યા. સીતાએ રામને વરમાળા પહેરાવી. બીજું ધનુષ્ય લક્ષ્મણજીએ ઉપાડ્યું ને તેને પણછ ચડાવી દીધી. તેમને બીજા રાજાઓએ પોતાની કન્યાઓ આપી. રામ-સીતાનાં લગ્ન થયાં. સરખેસરખી જોડ મળી, જેવાં સીતાજી પવિત્ર તેવા રામ એકવચની ને ઉદાર. ભામંડળ તથા બીજા રાજાઓ પોતપોતાનાં ઠેકાણે પાછા ફર્યા. દશરથ રાજાને ચાર રાણીઓ હતી : કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી ને સુપ્રભા. તે દરેકથી અકેક પુત્ર થયો હતોઃ રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. દશરથ રાજાને જ્યારે કૈકેયીએ સ્વયંવરમાં વરમાળા પહેરાવી ત્યારે બીજા રાજાઓ તેમની સાથે લડવા તૈયાર થયા હતા. તે વખતે કૈકેયીએ સારથિનું કામ કર્યું હતું. રાજા દશરથે એ વખતે એને કોઈ પણ વચન માગવાનું કહ્યું. કૈકેયીએ કહ્યું: ‘હમણાં એ વચન તમારી પાસે For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ ت . . ت . ت . ن . જ રહેવા દઉં ; સમય આવશે ત્યારે માગીશ.' રાજા દશરથ વૃદ્ધ થયા; સંસારની ધમાલમાંથી નિવૃત્ત થવા ચાહ્યું. એ વખતે રાજગાદી મોટા પુત્ર રામને આપવાનું નક્કી કર્યું. કેકેયીના મનમાં આ વખતે ઈર્ષાનો કીડો પેઠો : મારા ભરતને ગાદી કેમ ન મળે ? તેણે પેલું અનામત રાખેલું વચન યાદ કર્યું. તેમાં ભારતને ગાદી ને રામને ચૌદ વરસનો વનવાસ માગ્યો. વચનથી બંધાયેલા રાજા દશરથે એ વાત કબૂલ કરી, પણ હૃદય અત્યંત દુઃખી થયું. જે રામને સવારે અયોધ્યાની ગાદી મળવાની હતી તેમને વનવાસ મળ્યો. શું કર્મની વિચિત્રતા ! રામ પિતૃભક્ત હતા. પિતાના વચનને માન્ય કરવા તેઓ વનમાં જવાને તૈયાર થયા. તેમણે કૌશલ્યાજી આગળથી રજા લીધી. બીજી સાવકી માતાઓ આગળથી પણ રજા લીધી. એવામાં સીતાને એ સમાચાર મળ્યા. એટલે કૌશલ્યા આગળ જઈને એ કહેવા લાગ્યાં : “માતા ! મને પણ વનમાં જવાની રજા આપો.' આ સાંભળી કૌશલ્યાની આંખમાં આંસુ આવ્યાં. છાતીસરસી ચાંપીને તે બોલ્યાં : “બેટા ! તું ક્યાં જઈશ ? તારું આ સુકુમાર શરીર વનનાં દુઃખો શી રીતે સહન કરી શકશે? રામ જેવા પુરુષસિંહને તો એ કંઈ નહિ લાગે, પણ વહુ બેટા ! તારું એ કામ નહિ. તેં ઘરની બહાર પગ પણ ક્યારે મૂક્યો છે ? For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા - - - - - સીતાજી હિંમત લાવી બોલ્યાં માતાજી ! જે દુ:ખો ભોગવવાનાં હશે તે ભોગવીશ, પણ રામ વિના મારાથી એકલાં નહિ રહેવાય.” કૌશલ્યાએ બહુ દુઃખી હૃદયે સીતાને રામની સાથે જવાની રજા આપી. સીતાને વનમાં સાથે આવવાને તૈયાર થયેલાં જોઈ રામ બોલ્યા: ‘સીતા ! મારું કહ્યું માનો, તમે ઘેર રહી માતાજીની સેવા કરો. તમારાથી જંગલનાં દુઃખો વેઠાશે નહિ.” સીતા કહે, ‘તમારા વિના આ રાજમહેલ મને સ્મશાન જેવો લાગશે. તમારી સાથે વનનાં દુઃખો પણ દુઃખ જેવાં નહિ લાગે. મને અહીં મૂકીને ન જશો; હું ઝૂરી ઝૂરીને મરી જઈશ.' રામચંદ્રને લાગ્યું કે સીતા કોઈ રીતે રહેવાનું કબૂલ નહિ જ કરે, એટલે સાથે લીધાં. વીર લક્ષ્મણને ખબર પડી એટલે તે પણ જવા તૈયાર થયા. સંસારમાં બંધુપ્રેમ તો લક્ષ્મણનો. ભાઈના પ્રેમના લીધે વગર કારણે વનવાસ લીધો. આમ રામ, સીતા ને લક્ષ્મણ ગામ બહાર નીકળ્યાં. પુરજનોનાં ટોળેટોળાં તેમની પાછળ ચાલ્યાં. તેમની આંખોમાં આંસુ અને હૃદયમાં શોક હતો. રામચંદ્રજીએ બધાને ખૂબ સમજાવી મહામહેનતે પાછાં વાળ્યાં. રામ, સીતા ને લક્ષ્મણ દઢ મનથી ચાલતાં ચાલતાં નદી, નાળાં ને જંગલો વટાવવા લાગ્યાં. એમ કરતાં દંડકારણ્ય નામના ભયાનક જંગલમાં આવી પહોંચ્યાં. ત્યાં ગોદાવરી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ નદીના કિનારે સુંદર એવી પર્ણકુટિ બાંધી રહેવા લાગ્યાં. જંગલમાં મંગલ કરી દીધું. પાતાલાધીશ ખર રાજાનો, શંબુક નામે પુત્ર, સૂર્યહાસ નામના ખડગની સાધના કરવા, દંડકારણ્યમાં આવ્યો હતો. બાર વર્ષ ને સાત દિવસે એ સાધના પૂરી થાય છે. બરાબર એ મુદતમાં એક દિવસ ઓછો હતો. વખત પૂરો થતાં સૂર્યહાસ ખડગ આવીને ઊભું રહ્યું. એ લક્ષ્મણજીની નજરે પડ્યું. તેમણે કુતૂહલથી એ ઉપાડી લીધું ને એની પરીક્ષા કરવા વાંસની ઝાડીમાં ઘા કર્યો. કેટલાક વાંસ કપાઈ ગયા ને તે સાથે જંબુકનું માથું પણ કપાઈ ગયું. ખડગ લોહીથી ખરડાયેલું જોઈ લક્ષ્મણજીને આશ્ચર્ય થયું. ત્યાં જઈને જોયું તો એક પુરુષનું માથું કપાયેલું. એમણે આવી રામચંદ્રજીને બનેલી હકીકત જણાવી. અહીં શંબુકની માતા ને રાવણની બહેન શૂર્પણખા, મુદત પૂરી થવાથી, પોતાના પુત્રની તપાસ કરવા આવી. જઈને જુએ તો તેનું ખૂન થયેલું. ત્યાં પડેલાં પગલાંને આધારે તે ખૂનીને શોધવા લાગી. પગલાં શ્રી રામ-લક્ષ્મણ ઊભા હતા ત્યાં આવ્યાં. દૂરથી એ બાંધવ-બેલડીનું રૂપ જોઈ શુર્પણખા તો મુગ્ધ જ બની ગઈ. પોતે જાણે કુમારિકા છે એવો ડોળ કરી એણે પોતાની સાથે લગ્ન કરવાની પ્રાર્થના કરી. રામ-લક્ષ્મણ તેનો દંભ પારખી ગયા ને તેની માગણીને For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા તિરસ્કારી કાઢી. પુત્રની હત્યા ને પોતાના અપમાનથી એને ખૂબ લાગી આવ્યું. કોઈ પણ રીતે આ બનાવનું વેર લેવું એવો તેણે નિશ્ચય કર્યો. તે ખરરાજા આગળ પાછી ફરી ને બધી હકીકત જણાવી; પુત્રહત્યાનું વેર લેવા તેને સારી રીતે ઉશ્કેર્યો. ખરે ૧૪,૦૦૦ યોદ્ધાઓની સાથે દંડકારણ્યમાં આવી લડાઈની હાકલ દીધી. વીર લક્ષ્મણ એકલા તેમનો સામનો કરવા ધસ્યા. રામચંદ્રજીએ કહ્યું : “ભાઈ ! જો મારી જરૂર પડે તો સિંહનાદ કરજે.” પેલી શૂર્પણખા આ પછી પોતાના ભાઈ લંકાપતિ રાવણ પાસે પણ ગઈ, ને જણાવ્યું કે હે ભાઈ ! દંડકારણ્યમાં કોઈ બે રાજપુત્રો આવ્યા છે. તેમણે તારા ભાણેજ શબુકનું ખૂન કર્યું છે. વળી રામની પાસે સીતા નામની એક અજોડ સુંદરી છે. તે બધી રીતે તારા જ મહેલમાં રહેવા યોગ્ય છે. જંગલે જંગલ ભટકતો રામ તેને માટે જરા પણ લાયક નથી. માટે કોઈ પણ ઉપાયે તેને લઈ આવ. રાવણ સીતાના રૂપનાં વખાણ સાંભળી લલચાયો ને પોતાના વિમાનમાં બેસી તરત જ દંડકારણ્યમાં આવ્યો. દૂરથી તેણે સીતાના ખોળામાં સૂતેલા રામને જોયા. જોતાં જ તેના હાંજા ગગડી ગયા, પણ ઘણી વિદ્યાઓનો તે જાણકાર હતો. એક અવલોકિની નામની વિદ્યાને મરી તેણે જાણી લીધું કે સીતાને લેવાનો ઉપાય એ છે, કે બનાવટી સિંહનાદ કરવો. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૪ તરત લક્ષ્મણજીના સાદે સિંહનાદ કર્યો. રામચંદ્ર એ સાંભળતાં જ બેઠા થઈ ગયા. સીતાજીએ કહ્યું : “મારી દરકાર ન કરશો. જલદી જઈને લક્ષ્મણભાઈને મદદ કરો.' રામ લક્ષ્મણની મદદે ઊપડ્યા. ૧૦ અહીં રાવણ સીતાજી આગળ આવ્યો ને બોલ્યો : હે સુંદરી ! તમે વનમાં ભમવાને લાયક નથી. ક્યાં રખડુ રામ ને ક્યાં સુકુમા૨ તમે ? મારી સાથે લંકા ચાલો ને સુખે રહો !' સીતાજી આ સાંભળી બોલ્યાં : અરે પાપી ! આવાં વચનો બોલતાં કેમ શરમાતો નથી ? શું કાગડો કદી હંસીની આશા રાખી શકે ખરો ? માટે બોલવું બંધ કર ને જો જીવતા રહેવું હોય તો મારા રામ આવે તે પહેલાં પલાયન કરી જા.’ રાવણે એક ઝડપ મારી સીતાને પકડી લીધાં ને પોતાના વિમાનમાં બેસાડી લંકા તરફ ચાલ્યો. સીતાજીના કલ્પાંતનો પાર રહ્યો નહિ. એ સાંભળી જટાયુ નામનો પક્ષીરાજ, જે રામ-સીતાનો મિત્ર હતો તે, સીતાજીને વહારે ધાયો, પણ દુષ્ટ રાવણે તલવાર વડે તેની પાંખો જ કાપી નાખી. તે નિરુપાય થઈ હેઠે પડ્યો. સીતાજી બેભાન થયાં. જ્યારે તે ભાનમાં આવ્યાં ત્યારે ફરી રુદન કરવા લાગ્યાં ને પોતાના અલંકારો કાઢીને નીચે ફેંકવા લાગ્યાં. રાવણ તેમને ઠેઠ લંકામાં લઈ ગયો ને અશોકવાડીમાં ઉતારી ચારે બાજુ રાક્ષસીઓનો ચોકીપહેરો મૂકી દીધો. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા - - - - - રામ જલદી જલદી લક્ષ્મણ પાસે પહોંચ્યા તો ખબર પડી કે સિંહનાદ એમણે કર્યો જ નહોતો. કંઈક કપટ થયું, એમ જાણી રામ તરત પાછા ફર્યા. આવીને જુએ તો સીતાજી નહિ ! તે ચારે બાજુ શોધવા લાગ્યા. ઘણી વાર તેમણે સીતાની શોધ કરી, પણ જ્યારે તે ન જ મળ્યાં ત્યારે બેભાન થઈ જમીન પર પડી ગયા. લક્ષ્મણ યુદ્ધ પૂરું કરી શત્રુ પર વિજય મેળવી પાછા આવ્યા. ત્યાં રામને બેભાન દીઠા. સીતાજીને કોઈ ઉપાડી ગયું લાગે છે, એમ તે તરત સમજી ગયા. તે રામચંદ્રનું મસ્તક ખોળામાં લઈ સારવાર કરવા લાગ્યા ને કહ્યું : “મોટા ભાઈ ! તમારા જેવા શૂરવીરને આ યોગ્ય છે? ઊઠો, ઊભા થાઓ, આપણે સીતાજીનું હરણ કરી જનાર એ દુષ્ટને શોધી કાઢી દંડ દઈએ.' રામની આંખો ધીમે ધીમે ખૂલી ને તેઓ બેઠા થયા. બંને જણા સીતાજીની શોધે નીકળ્યા. આગળ જતાં રાવણ સીતાને ઉપાડી ગયો છે એવા ખબર મરણ હાલતમાં પડેલા જટાયુએ કહ્યા, એથી તેઓ દક્ષિણમાં આગળ વધ્યા. અહીં તેઓનાં પરાક્રમ તથા બુદ્ધિચાતુર્યથી અનેક રાજાઓ સાથે દોસ્તી બંધાઈ. સુગ્રીવ, જાંબુવાન, હનુમાન ને નળ વગેરે તેમાં મુખ્ય હતા. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ -૪ . . . . . . આ બાજુ રાવણ સીતાને મનાવવા અનેક પ્રયત્ન કરવા લાગ્યો, પણ સતી સીતાનું રૂંવાડુંય ફરકયું નહિ. તેમના મુખમાંથી તો “રામ” “રામ” એ જ શબ્દો નીકળતા હતા. રાવણનો નાનો ભાઈ વિભીષણ ન્યાયી હતો. તેણે આ વાત જાણી એટલે રાવણને ઘણો ઠપકો આપ્યો, પણ રાવણે તો ઊલટો એને જ ગાંડો ગણી કાઢ્યો ને કહ્યું, : ‘તારા જેવા કાયર હોય તે ડરી જાય, હું તો મારું ધાર્યું પાર ઉતારવાનો.' રામચંદ્રજી તથા તેમની મિત્રમંડળીએ હવે સીતાની બરાબર શોધ કરવા હનુમાનજીને મોકલવાનો નિશ્ચય કર્યો. લંકા જઈ પહેલાં વિભીષણને મળવું એમ નક્કી કર્યું. હનુમાનજી લંકામાં ગયા ને વિભીષણને મળ્યા; સીતાને માનભેર પાછી મોકલી આપવાની સૂચના કરી. વિભીષણે કહ્યું : “ભાઈ ! આમાં મારો ઉપાય નથી, પણ બનશે તેટલું રાવણને હું સમજાવીશ.” પછી હનુમાન અશોકવાડીમાં જ્યાં સીતાજી હતાં ત્યાં આવ્યા. હનુમાનજીએ તેમને મહાસતી જાણી પ્રણામ કર્યા ને અદૃશ્ય રહી રામના નામવાળી વીંટી એમના ખોળામાં નાખી. એ જોતાં જ સીતાજીને હર્ષ થયો. આજુબાજુ રખેવાળી કરતી રાક્ષસીએ જાણ્યું કે સીતા રાજી થયાં લાગે છે, એટલે રાવણને ખબર આપી. તે આવ્યો ને પ્રેમની માગણી કરવા લાગ્યો. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા સીતાજીએ તેને ધુતકારી કાઢ્યો. તે જોરજુલમ કરવા તૈયાર થયો. એમાં પણ સીતાએ તેને બરાબર હંફાવ્યો. રાવણ વધારે ન સતાવતાં પાછો ગયો. હનુમાનજી આ બધું જોઈ રહ્યા હતા. તે હવે પ્રગટ થયા ને પ્રણામ કરી બોલ્યા : “રામ હાલ કિષ્કિધામાં બિરાજે છે ને તમારા વિયોગથી બહુ દુઃખી રહે છે. મારા ગયા પછી તમને છોડાવવા અહીં આવશે. મને તમે ઓળખી શકો એ માટે આ વીંટી મોકલી છે. એ વીંટી તમને મળી એની નિશાનીમાં તમારો ચૂડામણિ આપો.” સીતાને રામના સમાચાર મળતાં બહુ આનંદ થયો. આજ સુધી આહાર લીધો ન હતો તે હનુમાનજીના આગ્રહથી લીધો. પછી પોતાનો ચૂડામણિ આપી હનુમાનને વિદાય કર્યા. રામ–લક્ષ્મણે પોતાના મિત્રરાજાઓ સાથે લંકા પર ચડાઈ કરી. ખૂનખાર યુદ્ધ થયું. એમાં વિભીષણ રામને શરણે આવ્યા, કુંભકર્ણ ને ઇંદ્રજિત કેદ થયા ને બાકીના બધા માર્યા ગયા. લંકા સર થયું. રામ સીતાને ભેટ્યા. અહા, તે વખતનો આનંદ ! ધન્ય પતિ ! ધન્ય પત્ની ! વનવાસ પૂરો થતાં રામ, લક્ષ્મણ ને સીતા અયોધ્યા પાછા ફર્યા. અયોધ્યામાં હર્ષનાં પૂર રેલાયાં. ઘેરઘેર ઉત્સવ થયો. રામચંદ્રજીનો વનવાસ ભરતને જરાય ગમ્યો ન હતો. તે તો ગાદી પર રામના ચરણની પાદુકા મૂકી પૂજા કરતો For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ હતો. એટલે રામ પાછા ફરતાં તેમને ગાદી આપી ને પોતે કૃતાર્થ થયો. રામ જેવા રાજા કોઈ થયા નથી. તેમણે પ્રજાને પુત્રથી પણ અધિક પાળવા માંડી. એક વખત ગુપ્તચરોએ આવી ખબર આપ્યા કે મહારાજ ! રાજ્યમાં એવી વાત ચાલે છે કે રાવણ જેવા સ્ત્રીલંપટ આગળ સીતા લાંબો વખત રહ્યા પછી સતી રહી શકે જ નહિ. અસતી સ્ત્રીને રાજ્યમાં રાખવી એ અન્યાય છે. જો રાજા પોતે જ એવો દાખલો બેસાડશે તો પછી પ્રજાની શી દશા થશે ?” રામચંદ્રજી એ સાંભળી એક રાતે નગરચર્યા જોવા નીકળ્યા. ત્યાં એક ધોબી દિવસભર કામ કરી કપડાંનો ગાંસડો ઉપાડી ઘેર આવ્યો. એની સ્ત્રી કોઈ પાડોશણને ત્યાં ગયેલી. થોડી વારે તે આવી એટલે ધોબી ખૂબ ક્રોધાયમાન થઈ બોલ્યો : ક્યાં ગઈ હતી તું ? બીજાને ઘેર રખડવા જાય છે ? ચાલ, તું મારા ઘરમાં નહિ.' ધોબણ કહે, “રામે તો છ માસ બીજાના ઘરમાં રહેલી સીતાને રાખી, ને તમે તો હું ઘડીક બહાર ગઈ એમાં આટલા તપી જાઓ છો !” ધોબી કહે, “રામ તો સ્ત્રીને આધીન છે. હું કંઈ સ્ત્રીને આધીન નથી.” આ વચનો સાંભળી રામને બહુ લાગી આવ્યું. બહુ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા ૧૫ .. .. . . . .. વિચાર કરી સીતાને વનમાં મોકલવા નિશ્ચય કર્યો. લક્ષ્મણ તથા બીજા સ્નેહીઓએ રામને એમ ન કરવા ઘણા ઘણા વીનવ્યા, પણ રામ એકના બે ન થયા. સીતા ગર્ભવતી હતાં. તેમને યાત્રાને બહાને વનમાં મોકલ્યાં. જ્યારે સીતાને ખબર પડી કે રામે તેમનો ત્યાગ કર્યો છે, ત્યારે તે બેભાન થઈ ગયાં. જ્યારે ભાનમાં આવ્યાં ત્યારે વિચાર કરવા લાગ્યાં : “એમણે મારા માટે રાક્ષસકુળનો નાશ કર્યો ને આટઆટલાં દુઃખો વેઠ્યાં. તેમણે કંઈક મહાન હેતુ સિદ્ધ કરવા જ મારો ત્યાગ કર્યો હશે. હે રામ ! તમારો યશ નિર્મળ રહો !' સીતા હવે જંગલમાં આમતેમ ભમવા લાગ્યાં. સીતાજી જ્યારે જંગલમાં ફરતાં હતાં ત્યારે વજસંઘ નામનો રાજા ત્યાં આવ્યો ને સીતાને પોતાની બહેન ગણીને પોતાને ગામ લઈ ગયો. ત્યાં રહેવાને એકાંત ઓરડો કાઢી આપ્યો. ત્યાં સીતા રહેવા લાગ્યાં ને રામચંદ્રજીનાં ચરણ આલેખી તેમનું ધ્યાન ધરવા લાગ્યાં. વખત વીતતાં તેમને જોડકા પુત્ર અવતર્યા. એમાં એકનું નામ રાખ્યું અનંગ લવણ ને બીજાનું નામ રાખ્યું મદનાંકુશ. કેટલાક તેમને લવણ અને અંકુશ જ કહેતા તો કેટલાક લવ ને કુશ પણ કહેતા. રામે જ્યારે સીતાજીની બધી હકીકત સાંભળી ત્યારે તેમનાથી ન રહેવાયું. સીતાને લઈ આવવા માણસો મોકલ્યા. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ તેઓએ આવી ખૂબ તપાસ કરી, પણ સીતા ન જડ્યાં. તેમણે ધાર્યું કે નક્કી જંગલી પ્રાણીઓએ સીતાજીને ફાડી ખાધાં હશે. વખત જતાં વાર લાગતી નથી. થોડી વારમાં તો આ પુત્રો મોટા થયા. લવ જ્યારે યુવાન થયો ત્યારે રાજા વજસંઘે તેને પોતાની પુત્રી પરણાવી. - એક વખત વાત નીકળતાં વજસંઘ સાથે અયોધ્યાની વાત નીકળી. રામ-લક્ષ્મણનાં પરાક્રમની વાતો થઈ. આથી લવ ને કુશને થયું કે તે કેવા પરાક્રમી છે તે આપણે જોવું. લવ ને કુશ ફોજ લઈ અયોધ્યા આવ્યા. લક્ષ્મણ વિચાર કરવા લાગ્યા કે વળી આ પતંગિયાં કોણ જાતે અગ્નિમાં પડીને બળી મરવા આવ્યાં? યુદ્ધનાં વાજાં વાગ્યાં. લડાઈ શરૂ થઈ. છેવટે પરિણામ એ આવ્યું કે રામ-લક્ષ્મણ હાર્યા. રામલક્ષ્મણના ખેદનો પાર રહ્યો નહિ. એ વખતે નારદજીએ આવીને કહ્યું: “હે રામ ! રાજી થવાને બદલે ખેદ કેમ પામો છો ? જેના પુત્રો પિતાથી સવાયા થાય તેમણે શોક કરવો ઘટે કે આનંદ! પછી તેમણે સીતાના વનવાસ જીવનથી આજ સુધીની વાત કહી. રામ તો ઘેલા ઘેલા થઈ ગયા. પુત્રો પણ અવસર જોઈ તેમની સામે ગયા ને એકબીજાને ભેટી પડ્યા. આ વખતે આનંદનો શું અવધિ રહે !” સીતાજી ! હવે આપ પધારી અયોધ્યાને પાવન કરો.” For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ મહાસતી સીતા રામે કહ્યું. બીજાઓએ પણ ઘણું કહ્યું, પણ સીતાજીએ તો એક જ વાત કહી : “મેં તો દિવ્ય અંગીકાર કર્યું છે. જ્યારે મારી શુદ્ધિની સર્વ લોકોને ખાતરી કરી આપીશ ત્યારે જ નગરમાં પ્રવેશ કરીશ.' રામ કહે, “એવું કંઈ કરવાની જરૂર નથી. પણ સીતાજીનો વિચાર દૃઢ હતો એટલે ચિતા રચાઈ. સીતાજી તેમાં પ્રવેશ કરવા તૈયાર થઈને બોલ્યાં : “જો આજ સુધી મેં મારું શિયળ અખંડિતપણે પાળ્યું હોય તો તે અગ્નિ, શાંત થજે.' પછી સીતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો. લોકો જોઈ રહ્યા : શું થાય છે ! ખરેખર, અગ્નિ શાંત થઈ ગયો. સીતાજીને ઊની આંચ ન આવી. એ જોતાં જ લોકો બોલી ઊઠ્યાં : મહાસતી સીતાનો જય હો !” હવે સીતાજી જગતની દૃષ્ટિએ શુદ્ધ ઠર્યા. પણ મહાસતીનું મન વૈરાગ્યે ભીંજાયું હતું. સંસારની અસારતા જોઈ લીધી હતી. તે દીક્ષા લેવા તૈયાર થયાં. એ વખતે રામ ગળગળા અવાજે બોલ્યાઃ “સીતા ! મેં તમને બહુ દુઃખ દીધું. દેવી !” એમ બોલતાં તે હાથ પકડી લૂંટણભેર બેસી ગયા. સીતા કહે : “આર્યપુત્ર ! હું એ બધી વાત કયારની ભૂલી ગઈ છું. મેં કદી વિચાર નથી કર્યો કે તમે અત્યાચારી છો ને હું તમારી દુભાયેલી છું. તમારી ફરજ બજાવતાં જે કંઈ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૪ કરવું પડ્યું તે તમે કર્યું છે. મને પણ હવે જે ફરજ લાગે છે તે બજાવવા તત્પર થઈ છું.’ એમ કહી વાળનો લોચ કરી રામના હાથમાં આપ્યા. બસ, સર્વનો આ જ રીતે ત્યાગ કરવાનો છે. ૧૮ મહાસતી સીતા આજે બીજી કોઈ પણ સતી કરતાં વધારે ખ્યાતિ પામ્યાં છે ને ભારતવર્ષની લલનાઓનાં આદર્શ બન્યાં છે. એ રામ ને એ સીતા ભૂલ્યાં ભુલાય તેમ નથી. કર્તવ્ય ને પ્રેમની જ પ્રતિમા છે. જ્યાં સુધી જગતને પ્રેમ ને કર્તવ્યની દ૨કા૨ છે ત્યાં સુધી આ દંપતીની અખંડ પૂજા થશે. રામસીતાનાં જીવનનાં બળ દરેકને પ્રાપ્ત થાઓ. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સતી મૃગાવતી કૌશાંબી નગરી છે. શતાનિક રાજા રાજ્ય કરે છે. એને મૃગાવતી નામે રૂપરૂપના અંબાર જેવી રાણી છે. એ બોલે છે અને જાણે ફૂલ ઝરે છે. એની ચાલ રાજહંસસમી છે. એનો કંઠ કોયલ જેવો મીઠો છે. એ પરમ ધર્મશ્રદ્ધાળુ છે. શાસ્ત્રના મર્મને સમજનારી છે. એ રાજરાણી ભગવાન મહાવીરદેવની પરમ ભક્ત અને ઉપાસિકા છે. સાથે જ એને વીરશ્રી પણ વરેલી છે. એ ઘોડે બેસે છે. ગજરાજની સવારી કરે છે. યુદ્ધે ચડે છે, અને આખી સેનાને દોરે છે. એ સ્ત્રી હોવા છતાં ભલભલા શૂરવીરોની પરીક્ષા કરે છે. એની અડગતા, હિંમત, ધીરજ અને વીરતા નિહાળી વીરોને એની ગોદમાં જન્મ લેવાનું મન થઈ આવે છે. એક વાર રાજા શતાનિકની રાજસભામાં એક ચિત્રકાર આવ્યો. એને દેવી વરદાન હતું કે કોઈ પણ પ્રાણી, પછી ભલે તે મનુષ્ય હોય કે પક્ષી હોય, તેનું એક અંગ અરે, અંગનો For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૪ એક ભાગ જુએ અને એનું આખું ચિત્ર દોરી આપે. રાજા શતાનિકે એને રાજસભાની ચિત્રશાળા ચીતરવાનું કામ સોંપ્યું. ચિત્રશાળા સુંદર રીતે ચીતરાઈ રહી છે. ત્યાં એક વાર આ કુશળ ચિત્રકારે રાણી મૃગાવતીના પગનો અંગૂઠો જોઈ લીધો. શું રૂપ ! શું રૂપ ! વાત ન પૂછો. ચિત્રકારે ચિત્રશાળામાં રાજરાણીનું ચિત્ર દોરવા માડ્યું. ચિત્ર પૂરું થયું. ચિત્રશાળા પણ પૂરી થઈ. ચિત્રકારે મહારાજાને બોલાવ્યા. રાજા શતાનિક ચિત્રશાળામાં આવ્યા. દંગ બનાવી દે તેવાં અભુત ચિત્રો હતાં. હમણાં નાચશે, કૂદશે, ગાશે એવો ભાસ થતો. રાજા ચિત્ર જોતાં જોતાં આગળ વધ્યા. ત્યાં રાજાની નજર રાજરાણી મૃગાવતીના ચિત્ર ઉપર પડી. સાક્ષાત જીવંત મૃગાવતી જ પડી હોય એવું એ અદ્ભુત ચિત્ર હતું. રાજા આ ચિત્રથી જાણે પ્રસન્ન થયો હોય તેમ ચિત્રકારને ધન્યવાદ આપવા લાગ્યો. ત્યાં એણે રાણીના સાથળ ઉપર કાળું ટપકું જોયું. ખરેખર, એ સતી સ્ત્રીના સાથળ પર કાળો તલ હતો. રાજાએ વિચાર્યું કે ચિત્રકારને એની માહિતી કેવી રીતે મળી? વહેમના વમળે એનું અંતર કલુષિત બન્યું. એકદમ ક્રોધના આવેશમાં આવી ચિત્રકારનો શિરચ્છેદ કરવાનો હુકમ આપ્યો. ચિત્રકારે પોતાને મળેલા દેવી વરદાનની વાત કરી. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સતી મૃગાવતી આખરે રાજાએ તેના જમણા હાથનો અંગૂઠો કપાવીને એને કાઢી મૂકયો. રાજાએ કરેલા દંડથી ચિત્રકારને બહુ જ ગુસ્સો ચડ્યો. આવા દુષ્ટ રાજાઓને જડથી ઉખેડી નાખવા જોઈએ, એમ તેણે પ્રતિજ્ઞા કરી. * ચિત્રકારે ફરીથી મૃગાવતીનું ચિત્ર દોર્યું. પોતાની બધી કળા એમાં ઠાલવી. જોનાર ક્ષણભર મુગ્ધ થઈ જાય એવું અપૂર્વ અને અદ્ભુત રૂ૫ ૨જૂ કર્યું. ચિત્ર લઈ અવંતિના રાજા પ્રદ્યોત પાસે ગયો. પ્રદ્યોતનો ગુસ્સો ભારે પ્રચંડ હતો-એથી એ ચંડપ્રદ્યોત કહેવાતો. એ ધાર્યું કરનારો હતો. એની રણહાકથી તે વખતે ભારતની ભૂમિ કાંપતી હતી. આવો બળવાન અને પ્રતાપી રાજવી કામાંધ હતો. કોઈ રૂપાળી સ્ત્રીનું નામ આવ્યું કે ઘેલો ! સોનાની થાળીમાં લોઢાની મેખ હતી. ચિત્રપટ જોતાં જ તે ડોલી ઊઠ્યો. ૨૧ રાજા કહે : “આ સ્ત્રી-રત્નને મારા અંતઃપુરમાં લાવ્યા સિવાય હું આ તલવાર નીચે નહિ મૂકું.' એણે ચિત્રકારને ખૂબ ઇનામ આપ્યું. ચિત્રકારે જોયું કે પોતાની ઇચ્છા બર આવી છે. રાજા ચંડપ્રદ્યોતે પોતાની રાજસભા મેળવી. તેમાં પ્રસ્તાવ મૂકયોઃ ‘વત્સરાજ શતાનિક ઉપર હુમલો ક૨વો છે.’ બધાએ આ સાંભળી પૂછયું : ‘મહારાજ ! એ તો આપના સાઢુ છે. એની સામે યુદ્ધ નહિ, મૈત્રી જ રાખવી ઘટે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૪ રાજા કહેઃ “સાટું હોય તેથી શું થયું? કાગડો દહીંથરું લઈ ગયો છે. એની રાણી મારા અંતઃપુરમાં શોભે તેવી છે. ભલે બે બહેનો-શિવા ને મૃગાવતી અહીં સાથે રહેતી. જાઓ, તાબડતોબ રાજદૂતને રવાના કરો! રાજહુકમ આગળ કોનું ચાલે ? રાજા ચંડપ્રદ્યોતનો દૂત કૌશાંબીપુરીમાં પહોંચ્યો. રાજા શતાનિકને મળ્યો, પોતાના રાજાનો સંદેશો આપ્યો. રાજાએ રુક્કો વાંચ્યો, ને એમના હાથમાંથી નીચે પડી ગયો. મંત્રીએ તે લીધો. આખી સભા આ જોઈ બેબાકળી બની ગઈ. સહુને લાગ્યું કે નક્કી કંઈક ભયંકર સમાચાર લાગે છે. ત્યાં તો પડદામાંથી અવાજ આવ્યો: મંત્રીરાજ! લાવો રુક્કો.' મંત્રીએ રુક્કો રાજરાણીને પહોંચાડ્યો. રુક્કો વાંચતાં જ મૃગાવતીની આંખોમાંથી વીજળીનો ચમકારો થયો, હોઠ કરડ્યા અને હાથ પછાડ્યો. આખી રાજસભા મહારાણીના શબ્દો સાંભળી રહી : મંત્રીરાજ ! આ રૂક્કો વાંચવા જેવો જ નથી. એને અગ્નિશરણ કરી દો. અને આ રુક્કો લાવનાર દૂતને સંભળાવી દો કે તારા રાજાને પોતાને સમ્રાટ મનાવનાર રાજાને-એટલીય શરમ ન આવી કે એ શું માગે છે ? એને કહો કે મારાં બેટીનાં હોય, વહુનાં ન હોય અને હું તો તમારી બહેન જેવી કહેવાઉં. હે દૂત, તારા રાજાને કહેજે ! તમે બધે યુદ્ધ ખેલ્યાં For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સતી મૃગાવતી હશે, પણ કોઈ સિંહણની બોડના સ્વાદ ચાખ્યા નથી લાગતા.” અવંતિનો દૂત ચાલ્યો ગયો. પછી રાજસભા ઊઠીને ખાનગી દીવાનખાનામાં મળી. વાત થઈ કે અવંતિપતિએ રાજરાણી સતીશિરોમણિ મૃગાવતીનું માગું કર્યું છે. સાંભળનાર બધાને તિરસ્કાર છૂટ્યો. સહુ મરવા-મારવા તૈયાર થઈ બેઠા. આખી કૌશાંબીની પ્રજાએ એ નાદ ઝીલી લેવાની તૈયારી બતાવી. વાયુવેગે વાતાવરણ પલટાવા માંડ્યું. નગરજનો દોડી આવ્યા. સેના સાબદી થઈ. રાજમાતાની હાકલ સાંભળી સહુનું શૂરાતન જાગી ઊઠ્યું. અવંતિના રાજા ચંડપ્રદ્યોતે જે જવાબની આશા રાખી હતી; તે જ જવાબ આવ્યો. એણે યુદ્ધની ભેરી વગાડી. મોટી સેના, ગજદળ, અશ્વદળ અને પાયદળ લઈ પોતે જાતે જ સૈન્યના મોખરે ઊપડ્યો. ચૌદ ખંડિયા રાજા એની ભેરે ચડ્યા. માર માર કરતી અવંતિની સેના પાણીના ઘોડાપૂરની માફક ઊછળતી કૌશાંબી આવી પહોંચી. અવંતિની સેના કૌશાંબીના ઉદ્યાનમાં પડી છે. ત્યાં એક વાર રાતે કિલ્લા ઉપર ચંડપ્રદ્યોતે બેત્રણ પડછાયા જોયા. અને એને દિલ થઈ આવ્યું, હાથ બતાવવાનું. તેણે તરત જ હાકલ મારીઃ “મારાં ધનુષ્યબાણ લાવો, સામે કિલ્લા પર કોણ છે?” For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ . . . .ت .ت .ن એ જ વખતે કિલ્લા ઉપરની વ્યક્તિએ હાથમાં ધનુષ્ય લઈ બાણ ચડાવ્યું અને સણણણ કરતું નીચે આવનારની પાસે જઈને પડ્યું. રાજા ચમકી ગયો. ધીમે રહીને આઘા તરી જઈ તીર ઝડપી લીધું. એને છેડે એક ચિઠ્ઠી બાંધેલી હતી. એને છોડી લઈ સાચવી રાખી. પછી પોતે બરાબર તાકીને તીર ચડાવ્યું, પણ વ્યર્થ. કિલ્લાની રાંગે અથડાઈ ને તે પાછું વળ્યું. ઉપરનાં બે જણાં હસતાં હસતાં ચાલ્યાં ગયાં. ચંડપ્રદ્યોત વિલખો થઈ પાછો વળ્યો. એણે તંબૂમાં આવી દીવાના અજવાળામાં પત્ર વાંચવા માંડ્યો. અવંતિરાજ પ્રદ્યોતરાજ ! ‘તમે જે આશાથી આવ્યા છો તેમાં નિરાશા જ મળવાની છે. હજીયે ચેતી જાઓ. તમારી આબરૂ, યશ અને કીર્તિ જાળવવા પાછા જાઓ. એક પ્રશ્ન પૂછું છું. જેમ તમે મારી માગણી કરી છે તેમ કોઈ બીજો તમારાં પટરાણી પરમ વિદુષી સતી સાધ્વી શિવાદેવીની માગણી કરે તો, તમે શું કરો? શિવાદેવી શું કરે તે વિચારજો. જેવા ઉદાર, મહાન અને સદાચારી તમે હશો, એવી જ છાપ તમારા ઘર અને કુટુંબ ઉપર પડશે. માટે હજીયે કહું છું, પાછા વળો. દુનિયામાં વિજય અને પરાજય એ તો ક્ષણિક છે. તમને દેહની ભૂખ છે. યાદ રાખજો સતી સ્ત્રીનો સજીવ દેહ પતિચરણે, દેવચરણે કે અગ્નિશરણે જ હોય છે. બસ, માટે તમારે સમજીને પાછા For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સતી મૃગાવતી ૨૫ વળવાની જરૂર છે. મારો જીવંત-દેહ તમને નહિ જ મળે, સ્વપ્નમાં પણ નહિ મળે. સર્પના માથાનો મણિ કદી મળી શકે ? અરે રાજા ! અગ્નિ ઠંડો થાય, ચંદ્ર ગરમ થાય અને સમુદ્ર મર્યાદા મૂકે, કિન્તુ સતીનું સતીત્વ ચળી શકે જ નહિ, માટે વિચારશો. હું છું તમારી ભગિની મૃગાવતી. આ પત્ર વાંચતાં જ ચંડપ્રદ્યોત ઠંડો પડી ગયો. શું મૃગાવતી આવી વીરાંગના છે, જે ધાર્યું બાણ ફેંકી શકે છે? પ્રાતઃકાળે ચંડપ્રદ્યોત સૂર્ય જેવો ચંડ બન્યો. તેણે યુદ્ધની હાકલ કરી. કૌશાંબી જીતો ! ધનુષ્ય ને બાણો, ભાલા ને તલવાર, મુર ને ઘણ ઊછળવા લાગ્યાં. આખરે કૌશાંબીની સેના પણ સામે આવી. ઘોર લડાઈ જામી. યુદ્ધનો અગ્નિ ચેત્યો. એની ભયંકર જ્વાળાઓ મરતા માનવીઓના ચિત્કારરૂપે નીકળવા લાગી. કૌશાંબીની સેનાના મારા સામે ચંડપ્રદ્યોતની સેનાને પાછા હઠવું પડ્યું. મૃગાવતી કિલ્લાના બુરજ ઉપરથી આ બધું જોઈ રહી છે. એની સાથે એની વીર સખીઓ છે, રાજા છે, સેનાધિપતિ છે. બધા સૈન્યને દોરવણી ને ઉત્સાહ આપે છે. સંધ્યા સમયે યુદ્ધ થયું. આજે વિજય હતો કૌશાંબીનો. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ . . .ت. .ت. સંધ્યા સમયે વિજયના ઘેનમાં શતાનિક, મૃગાવતી વગેરે મહેલમાં આવ્યાં, પરંતુ રાજા શતાનિક બેચેન હતો. સૂતી વખતે એણે કહ્યું : “આજે મને તાવ જેવું દેખાય છે.' મૃગાવતીએ રાજા પાસે જઈ માથે હાથ ફેરવ્યો. તાવ ઉગ્ર હતો જ. તેણે કહ્યું : “હમણાં મટી જશે, એમ આશ્વાસન આપી નમસ્કાર મહામંત્રનો ત્રણ વાર જાપ કરતાં તાવ ઊતરવા માંડ્યો. બીજે દિવસે ફરી ઘોર ઘમસાણ મચ્યું. આમાં તાવ ઊતર્યા પછી અશક્ત થયેલા શતાનિકને ફરી વાર ભયંકર અતિસાર થયો. યુદ્ધનો થાક, કંટાળો અને ચિંતાએ તેમાં વધારો કર્યો. મૃગાવતી બહુ જ સાંત્વન આપતી; પરંતુ રાજાને ચિંતા સતાવી રહી હતી. એમનો વારસદાર નાનો રાજકુમાર ઉદાયન હજી તો બાળક જ હતો. આ રાજ્ય કોણ સાચવશે એ ચિંતા જ એમને સતાવી રહી હતી. રાજાની ભયંકર માંદગીના સમાચાર બધે ફેલાઈ ગયા. રાણી સામે જોઈને રાજા બોલ્યાઃ નાના રાજકુમારને સાચવજે.' ત્યાં તો નાનો રાજકુમાર દોડતો દોડતો આવી માની ગોદમાં લપાયો. રાજા કહે : “બેટા, ચિરંજીવ થા. કૌશાંબીને જાળવજે. વસુદેશની વાત્સલ્યપ્રિય પ્રજાને સમજજે અને જાળવજે.' નાનો રાજકુમાર કંઈ પણ સમજ્યા વિના રાજા ને રાજમાતા સામે જોઈ રહ્યો. ત્યાં તો રાજાનું છેલ્લું ડચકું સંભળાયું. રાણી નાથ ! For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સતી મૃગાવતી ૨૭ ت ن .ت. من.ن.ت. નાથ ! બોલતાં પાસે જઈ નમો રિહંતા સંભળાવવા લાગી. રાજા છેલ્લું નમો અરિહં........ બોલતા સ્વર્ગે સંચર્યા. ચંડપ્રદ્યોતને આ સમાચારે નચાવ્યો, કુદાવ્યો, હસાવ્યો. રાણી મૃગાવતીમાં રાજદ્વારી નેતાનું ડહાપણ હતું. એની બુદ્ધિ, એની શક્તિ ભલભલા મુસદ્દીઓને પણ હંફાવે તેવી હતી. એણે બાર દિવસ શોક પાળી રણસંચાલનની દોરી હાથમાં લીધી. એણે મંત્રીરાજ, સેનાધિપતિ, સામંતોને ભેગા કર્યા, અને કઈ રીતે યુદ્ધનું સંચાલન કરવું તે માટે અભિપ્રાય માગ્યા. મંત્રી કહે: “બા, આ ચંડપ્રદ્યોત સૂર્ય જેવો ચંડ છે તેવો જ હઠાગ્રહી છે. પોતે ખુવાર થશે અને બીજાને ખુવાર કરશે. માટે જે પગલું ભરીએ તે વિચારીને ભરવું જોઈએ. એટલે મને તો લાગે છે કે હવે સમાધાન કરવું જોઈએ.” સેનાધિપતિ કહે : “મહારાણીજી, મંત્રીશ્વરની વાત સાચી છે.” મૃગાવતી કહે: ‘તમારા બધાનો આશય હું સમજું છું, પણ મારા પૂજ્ય પતિને મેં વચન આપ્યું છે, કે રાજકુમારનો હું રાજ્યાભિષેક કરાવીશ, રાજ્ય બચાવીશ અને પ્રજાનું સંરક્ષણ કરીશ. મારે જીવીને જ આ કરવાનું છે. નહીં તો ચંડપ્રદ્યોતની કશી મજાલ નથી કે તમારી ખાતર વત્સદેશને ફના કરે. મેં આ બાર દિવસ બાહ્ય દૃષ્ટિએ શોક પાળ્યો છે, For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૪ પણ અંત૨માં તો મંથન ચાલી રહ્યું છે, કહો સામંતો !'તમારો શો અભિપ્રાય છે ? ૨૮ સામંતો કહે : રાજમાતા ! અમે તો તમારી પાછળ છીએ. અમે રાજ્યનું રક્ષણ કરતાં પ્રાણ હોમીશું, બત્રીસાંનાં બલિદાન દઈશું, પરંતુ એમ થાય છે કે આટલું કરતાંયે રાજ્ય રહેશે કે કેમ ? ચંડપ્રદ્યોત તો રાક્ષસ જેવો છે.’ આ સાંભળી મૃગાવતી વિચારમાં પડી ગઈ. એકાંતમાં બેસી મૃગાવતીએ ખૂબ વિચાર્યું. પડખે જ સૂતેલા રાજકુમાર ઉદાયન સામે પ્રેમથી જોઈ રાણી બોલીઃ “બેટા ! તારા માટે હું બધું જ કરીશ, પણ મારા શિયળના ભોગે તો કશું જ નહિ કરું. અરે ચંડપ્રદ્યોતને હું ખબર પાડી દઉં કે સતી કેવી હોય છે ?” આખરે એક વિચાર સૂઝ્યો. મનમાં ને મનમાં કહ્યું : બસ એ જ ઠીક છે, આગળનું આગળ જોયું જશે. અરે, છેવટે મરતાં તો આવડે છે ને ? રાણીએ મંત્રીને બોલાવીને કહ્યું : જુઓ, તમારાથી કશું જ છાનું નથી. તમે તો મારા પિતા જેવા છો. ચંડપ્રદ્યોત માટે મેં જે નક્કી કર્યું છે તે સાંભળો.’ આજે તમારે જ આ રુક્કો લઈને જવું પડશે. મેં લખ્યું છે તેમ કહેજો. હજી ઉદાયન બાળક છે, હું શોકમાં છું, માટે તમે શાંતિ રાખશો. મારી ફરજ છે મારા સંતાનને હું સુરક્ષિત બનાવી એનો રાજ્યાભિષેક કરું. તમને મારા ઉપર પ્રેમ છે તો કૌશાંબીની સરહદના રક્ષણ માટે અજેય કિલ્લો કરાવી For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સતી મૃગાવતી ... ... . આપો. તમારા હાથે જ મારા પુત્રરત્નને ગાદીએ બેસાડો. કૌશાંબીની પ્રજાને અભય આપો અને સૈન્ય સહિત પાછા અવંતિ પહોંચી જાઓ. મારું કામ પૂર્ણ થયે હું આવીશ. આ સાંભળી મંત્રીરાજ સ્તબ્ધ થયા, ને બોલ્યા : “આજે મને ખબર પડી કે અમારા રાજરાણી કેવાં વિચક્ષણ છે ! કેવાં રાજદ્વારી છે અને સ્ત્રીની બુદ્ધિ પાનીએ-આ કહેવત સર્વથા સાચી નથી એ પણ આજે સમજ્યો. તમે તો મારી આંખો ઉઘાડી દીધી.” મૃગાવતીની પત્રિકા વાંચી ચંડપ્રદ્યોત પ્રસન્ન થયો. એ કહે : “મારે તો રાણીનું કામ છે. એનું કામ મારે કરવું જ જોઈએ, ભલેને ઉદાયન ગાદીએ બેસે, ભલેને વત્સરાજ સ્વતંત્ર રહે.' એણે સૈનિકોને અવંતિ તરફ પાછા ફરવાનો હુકમ કર્યો. ચંડપ્રદ્યોતે અવંતિથી ઈંટો મંગાવી કિલ્લો બનાવરાવ્યો. વત્સદેશને ધનધાન્યથી ભરી દીધો. પ્રજાને અભય આપ્યું. વર્ષોને જતાં વાર લાગે છે ? કિલ્લો થઈ ગયો. પ્રજા કલ્લોલ કરે છે. ત્યાં ચંડપ્રદ્યોતે રાજરાણી મૃગાવતીને કહેવરાવ્યું હવે મારી વિનંતી સ્વીકારો !” રાણીજીએ કહેવરાવ્યું : “રાજા, હજી ધીરજ ધરો. મારા બાળકુમારનો રાજ્યાભિષેક તમારા હાથે જ કરાવવાનો છે.” આમ કહેવડાવી કૌશાંબીના અન્નભંડારો ને જલાશયો For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ 30 જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૪ .. . . ... . ભરાવ્યાં. કૌશાંબીના અભેદ્ય કિલ્લાનાં દ્વાર બંધ કરાવ્યાં. ચંડપ્રદ્યોત આ હકીકત સાંભળી ચમકી ગયો. શું હું ઠગાયો ! બસ, હવે તો કૌશાંબીનો વિનાશ કરીને પાછો આવીશ. એની સેના સાગરના પ્રવાહની જેમ ઊલટી પડી. કૌશાંબીની સરહદે પડાવ નાખ્યો. રાણીને ત્રણ જગતના નાથ વીર પરમાત્મા આ વખતે યાદ આવ્યા : “હે દીનાનાથ ! હે જગવત્સલ ! આજે મારે તમારો જ આધાર છે. આપ તો વીતરાગ છો, મારી પ્રાર્થના સ્વીકારો. મને આપનાં મહાવ્રતોની દીક્ષા આપી અભય આપો. શું સિંહણ ઘાસ ખાશે ! હે જગવત્સલ પ્રભુ ! આજે આપનું “ધર્મસારથિ પદ સફળ કરી મને બચાવો, મારો ઉદ્ધાર કરો.' રાણી મૃગાવતીની આ ભાવના જાણી, ભગવાન મહાવીર વિહાર કરી કૌશાંબીના બાગમાં પધાર્યા. રાણીને સમાચાર મળ્યા, જાણે ભાવતું ભોજન મળ્યું. રાણીએ હુકમ કર્યો : “કૌશાંબીના દરવાજા ઉઘાડી નાખો. ભગવાનનાં દર્શન કરવા સૌ ચાલો. શત્રુથી કોઈ ડરશો નહિ. પાછળ શું થશે તેનો ગભરાટ રાખશો નહિ; જગતના નાથ પ્રભુ પધાર્યા છે. શત્રુ મિત્ર થશે. વેરનો અગ્નિ શમી જશે અને બધાનું કલ્યાણ થશે.” For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સતી મૃગાવતી ચંડપ્રદ્યોતને સમાચાર મળ્યા કે ભગવાન મહાવીરદેવ પધાર્યા છે. એ ત્યાં આવ્યો. એણે પ્રેમથી, ભક્તિથી પ્રભુને નમસ્કાર કર્યા. અને ઘોષણા કરાવી કે ભગવાનનાં સૌ દર્શન કરો, યુદ્ધ બંધ કરો. સમવસરણ રચાયું છે. દેવો, માનવો, પશુઓ, બધાં પોતપોતાના સ્થાને વૈર ને વિરોધ ત્યજીને શાંત ચિત્તે બેઠાં છે. ભગવાન સમવસરણમાં બિરાજ્યા અને ધર્મદેશના શરૂ કરી. જાણે ક્ષીરસમુદ્રનો ધીર ગંભીર મધુર પ્રવાહ વહેતો હોય એવી વાણી વહી રહી. ૩૧ ‘હે ભવ્ય પ્રાણીઓ ! હીરા જેવો માનવદેહ પામી, પ્રમાદનો ત્યાગ કરી ધર્મનું આરાધન કરો. જે સુખ રાજાધિરાજોને નથીઃ અરે, મોટા મોટા ચક્રવર્તીઓને નથી. માંધાતાઓને નથીઃ અરે, દેવો અને દેવરાજોને નથીઃ તે સુખ વિષય અને કષાયનો જય કરી; એનો જયાનંદ લૂંટવામાં છે, - ઉપશમમાં છે. માટે વિષયો અને કષાયોનો જય કરો.' સભાજનો મુગ્ધ થઈ સાંભળી રહ્યા હતા. ચંડપ્રદ્યોત પશ્ચાત્તાપ કરી રહ્યો હતો. પ્રભુની વાણીના અમૃતને પ્રેમથી ઝીલી રહેલી રાણી એકાએક ઊભી થઈ અને બોલીઃ પ્રભો, હું તો આજે જ દીક્ષા લઈ આત્મકલ્યાણના પંથે વિહરવા ઇચ્છું છું. રાજા ચંડપ્રદ્યોત મને રજા આપે.’ ચંડપ્રદ્યોત કહે : ‘તમે દેવી છો, તમે તમારું જીવન અજવાળો. મારા જેવા પામરને તારો. આ અમૃતસંજીવનીએ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ . . . . . . મારું વિષય-નાગનું ઝેર ઉતાર્યું છે. તમે મારી માતા સમાન છો, તમારો ઉદાયન મારો લઘુબંધુ છે.' ઘોર અંધારી રાત હતી. નાખી નજર પહોંચે તેમ નહોતું. ત્યાં ઘોર અંધકારમાં એક સાપને આવતો જોયો. પાસે જ આર્યા ચંદનબાળા સૂતાં હતાં. તેમનો હાથ સાપના રસ્તા વચ્ચે પડ્યો હતો. સાધ્વી મૃગાવતીએ ધીરેથી એ હાથ ઉપાડ્યો ને આઘે ખસેડ્યો. આર્યા ચંદનબાળા જાગી ગયાં ને ક્રોધથી આમ કરવાનું કારણ પૂછયું. તેઓએ શાંતિથી કહ્યું : “સાપ આવે છે.' હું તો સાપ જોતી નથી, ને તેં શી રીતે જોયો ?” ચંદનબાળાએ ચારે તરફ જોતાં પૂછયું. “તમારી કૃપાથી, જ્ઞાનથી.” કયું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ? અપ્રતિપાતિ.' શું કેવળજ્ઞાન થયું છે ?” “હા.' આર્યા ચંદનબાળાનાં પડળ ઊઘડી ગયાં. તે પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યાં. અને એ જ પળે એમને પણ કેવળજ્ઞાનની જ્યોતિ પ્રગટી. બંને તરી ગયાં. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨ [કુલ પુસ્તક ૧૦]. ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ णमोमिद णमोआप Jવણી સત્ય, અંહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચા જીવન Imini બાળકોના Serving linShayat caune du cations international For Persona Pavate Use Only www.ainelibrary.org