________________
મહાસતી સીતા
સમય થતાં હાથમાં ફૂલની માળા લઈ સીતાજી મંડપમાં આવ્યાં. તેમનું રૂપ જોઈ રાજાઓ ભાન ભૂલવા લાગ્યા.
એક પછી એક રાજાઓ ઊઠ્યા ને ધનુષ્ય ઉપાડવા પ્રયત્ન કર્યો, પણ ફોગટ ! તેઓથી ધનુષ્ય જરા પણ ચસક્યું નહિ. એમ કરતાં રામનો વારો આવ્યો. તે તો હસતા મુખડે ધનુષ્યની પાસે જઈ ઊભા. જોતજોતાંમાં બધાના આશ્ચર્યની વચ્ચે ધનુષ્ય ઉપાડી તેને વાળી દીધું. તે વખતે કડડડ મોટો અવાજ થયો. થોડી વા૨માં ૨ામે તેની પણછ પણ ચડાવી દીધી. સહુ જોઈ રહ્યા. સીતાએ રામને વરમાળા પહેરાવી.
બીજું ધનુષ્ય લક્ષ્મણજીએ ઉપાડ્યું ને તેને પણછ ચડાવી દીધી. તેમને બીજા રાજાઓએ પોતાની કન્યાઓ આપી.
રામ-સીતાનાં લગ્ન થયાં. સરખેસરખી જોડ મળી, જેવાં સીતાજી પવિત્ર તેવા રામ એકવચની ને ઉદાર. ભામંડળ તથા બીજા રાજાઓ પોતપોતાનાં ઠેકાણે પાછા ફર્યા.
દશરથ રાજાને ચાર રાણીઓ હતી : કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી ને સુપ્રભા. તે દરેકથી અકેક પુત્ર થયો હતોઃ રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. દશરથ રાજાને જ્યારે કૈકેયીએ સ્વયંવરમાં વરમાળા પહેરાવી ત્યારે બીજા રાજાઓ તેમની સાથે લડવા તૈયાર થયા હતા. તે વખતે કૈકેયીએ સારથિનું કામ કર્યું હતું. રાજા દશરથે એ વખતે એને કોઈ પણ વચન માગવાનું કહ્યું. કૈકેયીએ કહ્યું: ‘હમણાં એ વચન તમારી પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org