Book Title: Mahasati Sita Sati Mrugavati
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ સતી મૃગાવતી ૨૭ ت ن .ت. من.ن.ت. નાથ ! બોલતાં પાસે જઈ નમો રિહંતા સંભળાવવા લાગી. રાજા છેલ્લું નમો અરિહં........ બોલતા સ્વર્ગે સંચર્યા. ચંડપ્રદ્યોતને આ સમાચારે નચાવ્યો, કુદાવ્યો, હસાવ્યો. રાણી મૃગાવતીમાં રાજદ્વારી નેતાનું ડહાપણ હતું. એની બુદ્ધિ, એની શક્તિ ભલભલા મુસદ્દીઓને પણ હંફાવે તેવી હતી. એણે બાર દિવસ શોક પાળી રણસંચાલનની દોરી હાથમાં લીધી. એણે મંત્રીરાજ, સેનાધિપતિ, સામંતોને ભેગા કર્યા, અને કઈ રીતે યુદ્ધનું સંચાલન કરવું તે માટે અભિપ્રાય માગ્યા. મંત્રી કહે: “બા, આ ચંડપ્રદ્યોત સૂર્ય જેવો ચંડ છે તેવો જ હઠાગ્રહી છે. પોતે ખુવાર થશે અને બીજાને ખુવાર કરશે. માટે જે પગલું ભરીએ તે વિચારીને ભરવું જોઈએ. એટલે મને તો લાગે છે કે હવે સમાધાન કરવું જોઈએ.” સેનાધિપતિ કહે : “મહારાણીજી, મંત્રીશ્વરની વાત સાચી છે.” મૃગાવતી કહે: ‘તમારા બધાનો આશય હું સમજું છું, પણ મારા પૂજ્ય પતિને મેં વચન આપ્યું છે, કે રાજકુમારનો હું રાજ્યાભિષેક કરાવીશ, રાજ્ય બચાવીશ અને પ્રજાનું સંરક્ષણ કરીશ. મારે જીવીને જ આ કરવાનું છે. નહીં તો ચંડપ્રદ્યોતની કશી મજાલ નથી કે તમારી ખાતર વત્સદેશને ફના કરે. મેં આ બાર દિવસ બાહ્ય દૃષ્ટિએ શોક પાળ્યો છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36