Book Title: Mahasati Sita Sati Mrugavati
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 31
________________ સતી મૃગાવતી ... ... . આપો. તમારા હાથે જ મારા પુત્રરત્નને ગાદીએ બેસાડો. કૌશાંબીની પ્રજાને અભય આપો અને સૈન્ય સહિત પાછા અવંતિ પહોંચી જાઓ. મારું કામ પૂર્ણ થયે હું આવીશ. આ સાંભળી મંત્રીરાજ સ્તબ્ધ થયા, ને બોલ્યા : “આજે મને ખબર પડી કે અમારા રાજરાણી કેવાં વિચક્ષણ છે ! કેવાં રાજદ્વારી છે અને સ્ત્રીની બુદ્ધિ પાનીએ-આ કહેવત સર્વથા સાચી નથી એ પણ આજે સમજ્યો. તમે તો મારી આંખો ઉઘાડી દીધી.” મૃગાવતીની પત્રિકા વાંચી ચંડપ્રદ્યોત પ્રસન્ન થયો. એ કહે : “મારે તો રાણીનું કામ છે. એનું કામ મારે કરવું જ જોઈએ, ભલેને ઉદાયન ગાદીએ બેસે, ભલેને વત્સરાજ સ્વતંત્ર રહે.' એણે સૈનિકોને અવંતિ તરફ પાછા ફરવાનો હુકમ કર્યો. ચંડપ્રદ્યોતે અવંતિથી ઈંટો મંગાવી કિલ્લો બનાવરાવ્યો. વત્સદેશને ધનધાન્યથી ભરી દીધો. પ્રજાને અભય આપ્યું. વર્ષોને જતાં વાર લાગે છે ? કિલ્લો થઈ ગયો. પ્રજા કલ્લોલ કરે છે. ત્યાં ચંડપ્રદ્યોતે રાજરાણી મૃગાવતીને કહેવરાવ્યું હવે મારી વિનંતી સ્વીકારો !” રાણીજીએ કહેવરાવ્યું : “રાજા, હજી ધીરજ ધરો. મારા બાળકુમારનો રાજ્યાભિષેક તમારા હાથે જ કરાવવાનો છે.” આમ કહેવડાવી કૌશાંબીના અન્નભંડારો ને જલાશયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36