Book Title: Mahasati Sita Sati Mrugavati
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ સતી મૃગાવતી ચંડપ્રદ્યોતને સમાચાર મળ્યા કે ભગવાન મહાવીરદેવ પધાર્યા છે. એ ત્યાં આવ્યો. એણે પ્રેમથી, ભક્તિથી પ્રભુને નમસ્કાર કર્યા. અને ઘોષણા કરાવી કે ભગવાનનાં સૌ દર્શન કરો, યુદ્ધ બંધ કરો. સમવસરણ રચાયું છે. દેવો, માનવો, પશુઓ, બધાં પોતપોતાના સ્થાને વૈર ને વિરોધ ત્યજીને શાંત ચિત્તે બેઠાં છે. ભગવાન સમવસરણમાં બિરાજ્યા અને ધર્મદેશના શરૂ કરી. જાણે ક્ષીરસમુદ્રનો ધીર ગંભીર મધુર પ્રવાહ વહેતો હોય એવી વાણી વહી રહી. ૩૧ ‘હે ભવ્ય પ્રાણીઓ ! હીરા જેવો માનવદેહ પામી, પ્રમાદનો ત્યાગ કરી ધર્મનું આરાધન કરો. જે સુખ રાજાધિરાજોને નથીઃ અરે, મોટા મોટા ચક્રવર્તીઓને નથી. માંધાતાઓને નથીઃ અરે, દેવો અને દેવરાજોને નથીઃ તે સુખ વિષય અને કષાયનો જય કરી; એનો જયાનંદ લૂંટવામાં છે, - ઉપશમમાં છે. માટે વિષયો અને કષાયોનો જય કરો.' સભાજનો મુગ્ધ થઈ સાંભળી રહ્યા હતા. ચંડપ્રદ્યોત પશ્ચાત્તાપ કરી રહ્યો હતો. પ્રભુની વાણીના અમૃતને પ્રેમથી ઝીલી રહેલી રાણી એકાએક ઊભી થઈ અને બોલીઃ પ્રભો, હું તો આજે જ દીક્ષા લઈ આત્મકલ્યાણના પંથે વિહરવા ઇચ્છું છું. રાજા ચંડપ્રદ્યોત મને રજા આપે.’ ચંડપ્રદ્યોત કહે : ‘તમે દેવી છો, તમે તમારું જીવન અજવાળો. મારા જેવા પામરને તારો. આ અમૃતસંજીવનીએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 31 32 33 34 35 36