Book Title: Mahasati Sita Sati Mrugavati
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 16
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ હતો. એટલે રામ પાછા ફરતાં તેમને ગાદી આપી ને પોતે કૃતાર્થ થયો. રામ જેવા રાજા કોઈ થયા નથી. તેમણે પ્રજાને પુત્રથી પણ અધિક પાળવા માંડી. એક વખત ગુપ્તચરોએ આવી ખબર આપ્યા કે મહારાજ ! રાજ્યમાં એવી વાત ચાલે છે કે રાવણ જેવા સ્ત્રીલંપટ આગળ સીતા લાંબો વખત રહ્યા પછી સતી રહી શકે જ નહિ. અસતી સ્ત્રીને રાજ્યમાં રાખવી એ અન્યાય છે. જો રાજા પોતે જ એવો દાખલો બેસાડશે તો પછી પ્રજાની શી દશા થશે ?” રામચંદ્રજી એ સાંભળી એક રાતે નગરચર્યા જોવા નીકળ્યા. ત્યાં એક ધોબી દિવસભર કામ કરી કપડાંનો ગાંસડો ઉપાડી ઘેર આવ્યો. એની સ્ત્રી કોઈ પાડોશણને ત્યાં ગયેલી. થોડી વારે તે આવી એટલે ધોબી ખૂબ ક્રોધાયમાન થઈ બોલ્યો : ક્યાં ગઈ હતી તું ? બીજાને ઘેર રખડવા જાય છે ? ચાલ, તું મારા ઘરમાં નહિ.' ધોબણ કહે, “રામે તો છ માસ બીજાના ઘરમાં રહેલી સીતાને રાખી, ને તમે તો હું ઘડીક બહાર ગઈ એમાં આટલા તપી જાઓ છો !” ધોબી કહે, “રામ તો સ્ત્રીને આધીન છે. હું કંઈ સ્ત્રીને આધીન નથી.” આ વચનો સાંભળી રામને બહુ લાગી આવ્યું. બહુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36