Book Title: Mahan Jyotirdhar Upadhyay Yashovijayji Author(s): Fatehchand Z Shah Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 6
________________ [ ૧૩૪ ] જૈન દર્શન મીમાંસા હીરવિજયસૂરિ પછી શાસનપ્રભાવક તરીકે શ્રી યશોવિજયજીને અવતાર ; આવા જ્યોતિર્ધર મહાત્માઓથી જૈન શાસન અવિચ્છિન્નપણે ટકી રહ્યું છે. અમુક યુગે પછી આવા મહાત્માઓ પ્રગટ થવા જોઈએ, તેમ શ્રી મહાવીર પરમાત્માએ કહેલ છે, તે મુજબ જ જૈન શાસન એકવીશ હજાર વર્ષો પર્યત ચાલુ રહી શકશે. શ્રી ઉપાધ્યાયજીએ એકસો ગ્રંથ ઉપરાંત લગભગ બે લાખ શ્લેકની રચના કરેલી છે. ઘણુ ગ્રંથે તેમના અલભ્ય છે. “ભાષારહસ્ય” નામના સ્વરચિત ગ્રંથમાં તેમણે જ કહેલ છે કે, “ રહસ્યપદાંકિત ૧૦૮ ગ્રંથ કરવા નિર્ણય કરેલ છે, તેમાંથી માત્ર “ભાષારહસ્ય”, “ઉપદેશરહસ્ય” અને “નયરહસ્ય” મળે છે. સ્વ. ઉપાધ્યાયજી મહારાજનું સાહિત્યજીવન એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમય અપાર પાંડિત્ય, બાલ બ્રહ્મચર્ય, સંયમ, તપ, ગુર્જર ભાષા સમૃદ્ધિ, વ્યવહાર અને નિશ્રયદષ્ટિની સમન્વિતતા, તાર્કિકપણું, ન્યાયગ્રંથનું ઉત્પાદન, નવીન ન્યાયના ગ્રંથોનું સર્જન, સરળમાં સરળ ગુર્જર ભાષાના સ્તવને કાવ્યો અને પવાળું તેમ જ “અધ્યાત્મસાર” અને અધ્યાત્મપનિષદ” જેવા ઉચ્ચકેટિના ગ્રંથોની સર્જકતાવાળું વગેરે વિવિધતાના સંમિશ્રણરૂપ ટંકશાળી વનિમય જીવન, તે પ્રસંગોપાત કહેવાનું પ્રાપ્ત થાય છે કે, ગત વર્ષના દિ. વૈશાખ માસના શ્રી કાનજીસ્વામી તરફથી સેનગઢથી બહાર પડતા “આત્મધર્મ” માસિકમાં તેમને માટે “વ્યવહાર વિમૂઢ” શબ્દ વાપરીને તેમને હલકટ રીતે ચિતરવામાં આવ્યા છે, પણ તે કેવળ લેખકનું તેઓશ્રી વિરચિત સાહિત્યના તદ્દન બિનઅનુભવપણું છે, અથવા ઈરાદાપૂર્વક દૈષજન્યકૃત્ય છે. તેમણે તો વ્યવહારની મુખ્યતા રાખી નિશ્રયદષ્ટિની ગૌણતા, આપણુ જેવા ભરતક્ષેત્રના માનવીઓ માટે સક્ષમગુણસ્થાનક સુધી મર્યાદા રૂપે બતાવી છે. કેવલી ભગવંતને પણ તેમાં ગુણસ્થાનકમાં વ્યવહાર સાચવવો પડે છે, તેથી જ તીર્થંકર પરમાત્માઓ ચતુર્વિધ સંધની સ્થાપના કરે છે, એ સુપ્રસિદ્ધ છે. નવકારનાં પદોમાં પ્રથમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9