Book Title: Mahan Jyotirdhar Upadhyay Yashovijayji
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ પૂ. . શ્રી ચવિજયજી | [ ૧૩૩] પછી તેઓ કાળધર્મ પામ્યા; બાકીના રાસને વિભાગ કે જેમાં નવપદજીની પૂજા આવી જાય છે, તે વિભાગ ઉપા. શ્રી યશોવિજયજીએ પૂર્ણ કર્યો. આ રીતે સહાધ્યાયીનું ઋણ અદા કર્યું, અને જૈન જગતને ઉપકારી બન્યા. જેવી રીતે શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવનપ્રસંગોની તિથિઓ બરાબર મળી શકે છે, તેવી રીતે ઉપાધ્યાયજીના જીવનપ્રસંગોની તિથિઓ અને સાલ એકસ રીતે ઉપલબ્ધ થઈ શકતી નથી. છતાં “સુજસેવેલી ભાસ” ગ્રંથ કે જે તે સમયના મુનિ શ્રી કાન્તિવિજયજીએ લખેલ છે, તેમાં તેઓશ્રી સં. ૧૭૪૭ માં શ્રી ઉપાધ્યાયજીએ ડભોઈમાં ચાતુર્માસ કરેલ છે, અને ચાતુર્માસ પછી કાળધર્મ(સ્વર્ગવાસ) પામેલ છે–એવી હકીકત જણાવે છે. તેઓશ્રીની પાદુકા સં. ૧૭૪૫ માં ડભોઈમાં પ્રતિષ્ઠિત થયેલી છે. વસ્તુતઃ પાદુકાનો જીર્ણોદ્ધાર પૂ મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીના વિદ્વાન શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ (જેમને માટે નજીકના ભવિષ્યમાં મંગલમય ઉપાધ્યાય પદપ્રાપ્તિ માટેની આગાહી મારી દષ્ટિએ લાગે છે) જેમણે મુંબઈ–ભાયખલામાં સં. ૨૦૦૭માં સ્વ. પૂ. ઉપાધ્યાયજીની દેરીને જીર્ણોદ્ધાર અને જીવનચરિત્ર પ્રકાશિત કરવાનો સમિતિઠારા નિર્ણય જાહેર કર્યો હતો. તેઓશ્રીની જ હાજરીમાં તેઓશ્રીના ગુરુવર્યો હસ્તક સં. ૨૦૦૮ માં ત્રણ દિવસના મહોત્સવપૂર્વક ડાઈમાં આરસના ભવ્ય નૂતન ગુરુમંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા તથા શ્રી યશોવિજયજી સારસ્વતસત્ર મહોત્સવ ઉજવાયો હતે એ આનંદદાયક બીના હતી. ચોદો ચું માલિસ (૧૪૪) ગ્રંથના કર્તા યુગપ્રધાન શ્રીમાન હરિભદ્રસૂરિ પછી લગભગ એક હજાર વર્ષે યશોવિજયજી ઉપાધ્યાય થયા છે, અને તે “લઘુ હરિભદ્ર” નામે સંધાય છે. સાડાત્રણ ક્રોડ કેના રચયિતા, અઢાર દેશમાં અહિંસાના પ્રચારક અને કુમારપાળ રાજાના પ્રતિબંધક શ્રી હેમચંદ્રાચાર્યજી તથા અકબર બાદશાહના પ્રતિબોધક અને ભારતવર્ષમાં અહિંસાને ડંકે વગાડનાર શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9