Page #1
--------------------------------------------------------------------------
________________
પૂ. 3. શ્રી યશોવિજયજી
| [ ૧૨૯ ] મહાન જ્યોતિર્ધર પૂ. ઉપા. શ્રી યશેવિજયજી
વાણી વાચક યશ તણી કે નયે ન અધૂરીજી” આ વાચક યશ તે કોણ? વાચક યશ એટલે મહાન તિર્ધર ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી જેમણે સ્વરચિત “શ્રીપાળ રાસ”ની ઢાળ બારમીમાં, અને તેને અનુસરીને રચેલી નવપદજીની પૂજામાં ઉક્ત ઉલ્લેખ કર્યો છે.
આ મહાપુરુષને જન્મ અણહિલ્લપુર પાટણની આસપાસ કહેડા ગામમાં સત્તરમાં સૈકામાં થયે હતો, તેમ અનુમાન કરી શકાય છે. તેઓ જાતે ઓસવાળ હતા. બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું મૃત્યુ થયું હતું. તેમની સ્મરણશકિત બાળપણથી તીવ્ર હતી તેમના માતુશ્રીને દરરોજ ગુરુની પાસે જઈને ઉપાશ્રયમાં “ભક્તામર સ્તોત્ર” સાંભળવાને નિયમ હતો. ચોમાસામાં એક વખતે વરસાદની મેટી હેલી થવાથી તેમ જ પોતાનું શરીર નરમ હોવાથી, માતાજી ગુરુ પાસે જઈ
ભક્તામર સ્તોત્ર ” સાંભળી શક્યાં નહીં. એમને નિયમ એવો હતો કે, “ભકતામર સ્તોત્ર” સાંભળ્યા સિવાય બિલકુલ અન્ન લેવું નહીં. ઉપરના કારણથી ત્રણ દિવસના ઉપવાસ થયા. ભાઈ “ જશે” ની ઉંમર તે વખતે પાંચ છ વર્ષની હશે. ચેથા દિવસે જશોએ પિતાની માતાને પૂછયું કે “હે માતુશ્રી ! તમે અન્ન કેમ લેતાં નથી ? ત્યારે માતાએ કહ્યું, હે પુત્ર ! હું “ભક્તામર સ્તોત્ર” સાંભળ્યા સિવાય બિલકુલ ભજન લેતી નથી. જશાએ વિનયથી કહ્યું કે, “તમારી ઈચ્છા હોય તો તમને “ભક્તામર સ્તોત્ર” સંભળાવું. માતા આશ્ચર્ય પામી બેલ્યાં કે તે તને ક્યાંથી આવડે ? પુત્રે કહ્યું: હે માતુશ્રી ! તમે મને તમારી સાથે ઉપાશ્રયમાં ગુરુ પાસે દર્શન કરવા તેડી જતાં હતાં તે વખતે હું પણ “ભક્તામર સ્તોત્ર” સાંભળતું હતું, તે મને યાદ રહી ગયું છે. માતાએ સંભળાવવાનું કહ્યાથી પુત્રે એક પણ ભૂલ સિવાય “ભક્તામર સ્તોત્ર ' સંભળાવ્યું. (તે જ વખતે ગુરુશ્રી નયવિજયજી ત્યાં પધાર્યા હતા)-આ બાલ્ય અવસ્થામાં તેમની
Page #2
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
જૈન દર્શન મીમાંસા
યાદશક્તિના નમૂને છે; ત્યારપછી તેમણે સ. ૧૯૮૮ માં દીક્ષા લીધી. સ. ૧૭૮ માં ઉપાધ્યાય પદવી એમને મળી, સં. ૧૭૪૩ માં ડભાઇ ( દર્ભાવતી ) નગરીમાં તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્યું પામ્યા.
“ તવા કારિકા ''માં શ્રીમદ્ર ઉમાસ્વાતિ વાચકે પ્રભુ શ્રી વધમાનસ્વામી સબંધમાં કહ્યું છે કે, ' માવિતમાળો મચેયનેજેવુ”. અર્થાત્ જન્મ જન્માંતરના સંસ્કારા પછી તીર્થંકરપણું મળેલુ છે; તેમજ ભગવદ્ગીતા ” માં પણ કહેવામાં આવ્યું છે કે, જીવીનાં શ્રીમતાં શેઢે ચોળમટોડથ નાચતે '' અર્થાત્ પૂર્વ જન્મમાંથી યોગભ્રષ્ટ થયેલા આત્મા જન્મ પવિત્ર કુટુંબમાં થાય છે અને એ જન્મમાં યાગમાગ ની શરૂઆત કરે છે; તેમ ઉપાધ્યાયજી શ્રી યોવિજયજી માટે પણ કહી શકાય.
''
,,
એકવીશ દિવસ પર્યંત હૈં'ના બીજથી સરસ્વતી દેવીનુ એમણે આરાધન કર્યું હતું. એકવીસમા દિવસની રાત્રિએ સરસ્વતી દેવી સાક્ષાત્ હાજર થયાં અને તેમને વરદાન માગવા કહ્યું. શ્રી યશવિજયજીએ જૈન શાસનના ઉદ્ધારાથે શાસ્ત્રો રચવામાં સહાય માગી. સરસ્વતી દેવીએ કહ્યું: “ તે પ્રમાણે થા ! એમ કહી દેવી અંતર્ધાન થયાં.
ઃઃ
,,
એમને ઉપાધ્યાય પદવી શ્રી વિજયપ્રભસૂરિજીએ આપી હતી. તે વખતે યતિઓમાં ચાલતા શિથિલાચારને દૂર કરવા તેમણે શ્રી સત્યવિજયજી પન્યાસની સાથે મળી ક્રિયાહાર કર્યા હતા.
જેમ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ગ્રંથૈને છેડે “વહુ” શબ્દ રાખેલેા હતેા, તેમ શ્રીમદ્ ઉપાધ્યાયએ સ્વરચિત ગ્રંથની શરૂઆતમાં “ દ્ર ’” શબ્દ સાંકેતરૂપે રાખેલા છે.
ઉપાધ્યાયના શ્રી આન ધનજી સાથે સમાગમ થયા હતા. આબુની યાત્રા કરી તેટલામાં શ્રી આન ઘનજીની શેાધ કરતાં તેએ મળી ગયા આન ધનજી કે જેઓ અધ્યાત્મયોગી હાઈ, પાછળથી એકાંત
Page #3
--------------------------------------------------------------------------
________________
પૂ. 9. શ્રી યશોવિજયજી
[ ૧૩૧] વાસમાં રહેતા હતા, તેમના તરફના પૂજ્યભાવથી ઉપાધ્યાયજીએ “અષ્ટપદી” રચી છે. તેના નમૂના રૂપે આ પદ્ય ધ્યાનમાં લેવા જેવું છે. આનંદઘનકે સંગ સુજસ હી મિલે જબ,
તબ આનંદ સમ ભયે સુજસ; પારસ સંગ લાહા જે ફરસત,
કંચન હોત હી તાકે કસ.” આ રીતે તેઓશ્રી પ્રખર વિદ્વાન હોવા છતાં કેવી ગુણગ્રાહી વિભૂતિ હતા!
એમના સમકાલીન વિદ્વાન જ્યોતિર્ધરો-ઉ. શ્રી માનવિજયજી, પં. શ્રી સત્યવિજયજી, ઉપા. શ્રી વિવિજ્યજી, વિજ્યદેવસૂરિ, વિજયસિંહસૂરિ અને વિજયપ્રભસૂરિ વગેરે હતા.
તેઓશ્રીએ કાશીમાં વિદ્યાભ્યાસ કરેલ અને બાદમાં વિજય મેળવતાં ન્યાયવિશારદની પદવી તેમને આપવામાં આવી હતી. તેઓશ્રીના વરદ હસ્તે નિમ્ન ગ્રંથો રચાયેલા છે. કેટલાક લભ્ય છે અને કેટલાક અલભ્ય છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં બનાવેલાં “અધ્યાત્મમત પરીક્ષા, અધ્યાત્મસાર, અનેકાંત વ્યવસ્થા, તપરિભાષા” વગેરે છેતાલીશ ગ્રથ લભ્ય છે.
તેમના હાથનું શાસનપત્ર સંવત ૧૭૩૮ માં લખેલું તે ભાવનગરથી પ્રગટ થતાં “આત્માનંદ પ્રકાશ માસિક પુ. ૧૩, અંક ૬ માં પ્રસિદ્ધ થયેલું છે. ઘોઘામાં આવ્યા ત્યારે તેમણે “સમુદ્ર અને વહાણના સંવાદ”નું કાવ્ય રચ્યું; અને તેમાં મનુષ્ય જીવનની દુર્લભતા બતાવી ભવિષ્યની પ્રજાને બોધ આપે. “અધ્યાત્મમત પરીક્ષા, દિપા ચોરાશી બેલ” વગેરે ગ્રંથે તેમણે દિગંબર સંપ્રદાયનાં મંતવ્ય સામે રચ્યા છે.
તેમણે ગૂર્જર ભાષામાં રચેલા “ દ્રવ્યગુણુપર્યાય રાસ” ઉપરથી દિગંબર કવિ શ્રી ભોજરાજજીએ “ દ્રવ્યાનુગતર્કણ”, નામે વિગ્ય ગ્રંથ સંસ્કૃતમાં બનાવ્યું છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૨ ]
જૈન દર્શન મીમાંસા સવાસે, દઢસો અને સાડાત્રણસો ગાથાનાં સ્તવનોમાં સ્થાનકવાસી મંતવ્યો સામે તેમ જ પડ્રદર્શનના વાદીઓ, કે જેઓ એકાંત મતવાદીઓ ગણાય છે, તેમની સામે જૈન દર્શનનો સ્યાદ્વાદ મત તેમણે પ્રખરપણે રજૂ કરેલ છે; તદુપરાંત “બહ્મગીતા, સમાધિશતક, સમતાશતક, વીશ વિહરમાનના સ્તવને, અમૃતવેલી સઝાય, ચાર આહારની સજઝાય, પંચ પરમેષ્ટીગીતા, સીમંધરસ્વામીનું નિશ્ચય-વ્યવહારગર્ભિત બેંતાલીસ ગાથાનું સ્તવન, આઠ દષ્ટિની સજઝાય, મૌન એકાદશીના દોઢસે કલ્યાણકાનું સ્તવન, અગિયાર અંગની સજઝાય. સમ્યક્ત થાનકની ચોપાઈ અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીના સ્તવને, પદો, જિન સહસ્ત્રનામ વર્ણન, ચડતી પડતીની સજઝાય” વગેરે ગ્રંથે રચી ગુર્જર સાહિત્ય સૃષ્ટિ ઉપર તેમણે મહાન ઉપકાર કર્યો છે.
જેમ તેમણે લેકચ્ય સાદાં સ્તવન, જેમકે-“જગજીવન જગ વાલહ”, “વિમલાચલ નિતુ વંદીએ” વગેરે સાહિત્ય રચ્યું છે, તે રીતે “જ્ઞાનસાર” અને “અધ્યાત્મસાર” જેવા વિદગ્ય ગહન ઉચ્ચ કેટિના ગ્રંથની રચના પણ કરી છે. ઉપાધ્યાયજીએ ક્યા વિષયમાં કલમ નથી ચલાવી એ કહેવું મુશ્કેલ છે. તેમણે ન્યાયના અનેક ગ્રંથો જેવા કે-શાસ્ત્રવાર્તા સમુચ્ચય–ટીકા, નપદેશ, ન્યાયખંડ ખાદ્ય ન્યાયાલેક, નરહસ્ય વગેરે રચ્યા છે. અન્ય દર્શનની માન્યતાને જૈન દર્શનમાં ઉતારવાનું તેમનું અદ્ભુત સામર્થ્ય હતું. એમની કૃતિઓ પ્રતિપાદક શૈલીની અને પ્રસંગોપાત ખંડનાતમક શૈલીની, સમન્વયવાળી, વિશદ દષ્ટિવાળી, તક અને ન્યાયથી ભરપૂર અને આગમોમાં ગંભીર રહસ્ય અને ચિંતનવાળી પૂરવાર થઈ છે.
દર્શન, જ્ઞાન, ચારિત્ર સાથે તપમાં પણ તેઓ સંયમી જીવનવાળા હતા. વીશસ્થાનકનું તપ તેમણે કર્યું હતું.
જે “નવપદજી પૂજા ઓળીના દિવસોમાં ચાલુ હોય છે તે તેમણે " બનાવી છે. શ્રી વિનયવિજય ગણિએ “શ્રીપાળ રાસ” સં.૧૭૩૮માં બનાવ્યો, તેમાં સાડાસાતસો ગાથા સુધી ગામ રાંદેરમાં રાસ રચા
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂ. . શ્રી ચવિજયજી
| [ ૧૩૩] પછી તેઓ કાળધર્મ પામ્યા; બાકીના રાસને વિભાગ કે જેમાં નવપદજીની પૂજા આવી જાય છે, તે વિભાગ ઉપા. શ્રી યશોવિજયજીએ પૂર્ણ કર્યો. આ રીતે સહાધ્યાયીનું ઋણ અદા કર્યું, અને જૈન જગતને ઉપકારી બન્યા.
જેવી રીતે શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવનપ્રસંગોની તિથિઓ બરાબર મળી શકે છે, તેવી રીતે ઉપાધ્યાયજીના જીવનપ્રસંગોની તિથિઓ અને સાલ એકસ રીતે ઉપલબ્ધ થઈ શકતી નથી. છતાં “સુજસેવેલી ભાસ” ગ્રંથ કે જે તે સમયના મુનિ શ્રી કાન્તિવિજયજીએ લખેલ છે, તેમાં તેઓશ્રી સં. ૧૭૪૭ માં શ્રી ઉપાધ્યાયજીએ ડભોઈમાં ચાતુર્માસ કરેલ છે, અને ચાતુર્માસ પછી કાળધર્મ(સ્વર્ગવાસ) પામેલ છે–એવી હકીકત જણાવે છે. તેઓશ્રીની પાદુકા સં. ૧૭૪૫ માં ડભોઈમાં પ્રતિષ્ઠિત થયેલી છે. વસ્તુતઃ પાદુકાનો જીર્ણોદ્ધાર પૂ મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીના વિદ્વાન શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ (જેમને માટે નજીકના ભવિષ્યમાં મંગલમય ઉપાધ્યાય પદપ્રાપ્તિ માટેની આગાહી મારી દષ્ટિએ લાગે છે) જેમણે મુંબઈ–ભાયખલામાં સં. ૨૦૦૭માં સ્વ. પૂ. ઉપાધ્યાયજીની દેરીને જીર્ણોદ્ધાર અને જીવનચરિત્ર પ્રકાશિત કરવાનો સમિતિઠારા નિર્ણય જાહેર કર્યો હતો. તેઓશ્રીની જ હાજરીમાં તેઓશ્રીના ગુરુવર્યો હસ્તક સં. ૨૦૦૮ માં ત્રણ દિવસના મહોત્સવપૂર્વક ડાઈમાં આરસના ભવ્ય નૂતન ગુરુમંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા તથા શ્રી યશોવિજયજી સારસ્વતસત્ર મહોત્સવ ઉજવાયો હતે એ આનંદદાયક બીના હતી.
ચોદો ચું માલિસ (૧૪૪) ગ્રંથના કર્તા યુગપ્રધાન શ્રીમાન હરિભદ્રસૂરિ પછી લગભગ એક હજાર વર્ષે યશોવિજયજી ઉપાધ્યાય થયા છે, અને તે “લઘુ હરિભદ્ર” નામે સંધાય છે. સાડાત્રણ ક્રોડ
કેના રચયિતા, અઢાર દેશમાં અહિંસાના પ્રચારક અને કુમારપાળ રાજાના પ્રતિબંધક શ્રી હેમચંદ્રાચાર્યજી તથા અકબર બાદશાહના પ્રતિબોધક અને ભારતવર્ષમાં અહિંસાને ડંકે વગાડનાર શ્રી
WWW
Page #6
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
જૈન દર્શન મીમાંસા હીરવિજયસૂરિ પછી શાસનપ્રભાવક તરીકે શ્રી યશોવિજયજીને અવતાર ; આવા જ્યોતિર્ધર મહાત્માઓથી જૈન શાસન અવિચ્છિન્નપણે ટકી રહ્યું છે. અમુક યુગે પછી આવા મહાત્માઓ પ્રગટ થવા જોઈએ, તેમ શ્રી મહાવીર પરમાત્માએ કહેલ છે, તે મુજબ જ જૈન શાસન એકવીશ હજાર વર્ષો પર્યત ચાલુ રહી શકશે.
શ્રી ઉપાધ્યાયજીએ એકસો ગ્રંથ ઉપરાંત લગભગ બે લાખ શ્લેકની રચના કરેલી છે. ઘણુ ગ્રંથે તેમના અલભ્ય છે. “ભાષારહસ્ય” નામના સ્વરચિત ગ્રંથમાં તેમણે જ કહેલ છે કે, “ રહસ્યપદાંકિત ૧૦૮ ગ્રંથ કરવા નિર્ણય કરેલ છે, તેમાંથી માત્ર “ભાષારહસ્ય”, “ઉપદેશરહસ્ય” અને “નયરહસ્ય” મળે છે.
સ્વ. ઉપાધ્યાયજી મહારાજનું સાહિત્યજીવન એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમય અપાર પાંડિત્ય, બાલ બ્રહ્મચર્ય, સંયમ, તપ, ગુર્જર ભાષા સમૃદ્ધિ, વ્યવહાર અને નિશ્રયદષ્ટિની સમન્વિતતા, તાર્કિકપણું, ન્યાયગ્રંથનું ઉત્પાદન, નવીન ન્યાયના ગ્રંથોનું સર્જન, સરળમાં સરળ ગુર્જર ભાષાના સ્તવને કાવ્યો અને પવાળું તેમ જ “અધ્યાત્મસાર” અને
અધ્યાત્મપનિષદ” જેવા ઉચ્ચકેટિના ગ્રંથોની સર્જકતાવાળું વગેરે વિવિધતાના સંમિશ્રણરૂપ ટંકશાળી વનિમય જીવન, તે પ્રસંગોપાત કહેવાનું પ્રાપ્ત થાય છે કે, ગત વર્ષના દિ. વૈશાખ માસના શ્રી કાનજીસ્વામી તરફથી સેનગઢથી બહાર પડતા “આત્મધર્મ” માસિકમાં તેમને માટે “વ્યવહાર વિમૂઢ” શબ્દ વાપરીને તેમને હલકટ રીતે ચિતરવામાં આવ્યા છે, પણ તે કેવળ લેખકનું તેઓશ્રી વિરચિત સાહિત્યના તદ્દન બિનઅનુભવપણું છે, અથવા ઈરાદાપૂર્વક દૈષજન્યકૃત્ય છે. તેમણે તો વ્યવહારની મુખ્યતા રાખી નિશ્રયદષ્ટિની ગૌણતા, આપણુ જેવા ભરતક્ષેત્રના માનવીઓ માટે સક્ષમગુણસ્થાનક સુધી મર્યાદા રૂપે બતાવી છે. કેવલી ભગવંતને પણ તેમાં ગુણસ્થાનકમાં વ્યવહાર સાચવવો પડે છે, તેથી જ તીર્થંકર પરમાત્માઓ ચતુર્વિધ સંધની સ્થાપના કરે છે, એ સુપ્રસિદ્ધ છે. નવકારનાં પદોમાં પ્રથમ
Page #7
--------------------------------------------------------------------------
________________
૫ ઉ. શ્રી યશોવિજ્યજી ૯
[૧૩૫ ] અરિહંત પદ તે વ્યવહાર અને બીજું સિદ્ધ પદ તે નિશ્ચય છે અરિહંત પરમાત્મા વગર અરૂપી સિદ્ધપદની ઓળખાણ કોણ આપી શકે ? એ વિષે ઉપાધ્યાયજી મહારાજે સ્વયં કહ્યું છે કે
“નિશ્ચય દષ્ટિ હદય ધરી, પાલે જે વ્યવહાર
પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.” આ મહાન તિર્ધર કે જેઓ પૂર્વ જન્મને અભુત ક્ષપશમ લઈને અવતર્યા હતા, તેઓ પદર્શનત્તા, સેંકડે ગ્રથના રચયિતા, ન્યાય, વ્યાકરણ, છંદ, સાહિત્ય, અલંકાર, કાવ્ય, તર્ક, સિદ્ધાંત, આગમ, નય, પ્રમાણ, સપ્તભંગી, અધ્યાત્મ, ગ, સ્યાદ્વાદ, આચાર, તત્ત્વજ્ઞાન ઈત્યાદિ વિષયો ઉપર વિર્ભાગ્ય, તથા સામાન્ય જનતા માટે ગુજરાતી વગેરે લેકભાષામાં વિપુલ સાહિત્યને રસથાળ ધરી ગયા. નવ્ય ન્યાયના આદ્ય જૈન વિદ્વાન, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ આદિ બિસ્તોને પ્રાપ્ત કરનાર યુગ-યોતિર્ધરને આપણે અનેકશ: વંદન હો,
ઉપમિતિભવપ્રપંચાકથા” કે જે સોળ હજાર શ્લેકમયે સંસ્કૃત ગ્રંથ છે, તેમાંથી સાર ખેંચી ગુર્જર ભાષામાં શ્રી વિમળનાથના સ્તવનમાં એમણે—
તત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લેકે આજીજી; - લેયણ ગુરુ પરમાત્ર દીયે તવ, ભ્રમ નાખે સંવ ભાંજીજી.”
ધર્મબોધકર પાકશાસ્ત્રી(ગુરુ)થી પ્રાપ્ત કરેલું સમ્યગ્દર્શનરૂપ તત્ત્વ પ્રીતિકર પાણી, સજ્ઞાનદષ્ટિરૂપ નિર્મળ અંજન અને સચ્ચારિત્રરૂપ પરમાન(ક્ષીર)નું સ્વરૂપ લેકભાષામાં ખડું કર્યું છે; તેમ જ શ્રી સુવિધિનાથના સ્તવનમાં– મૂળ ઊર્ધ્વ તરૂઅર અધ શાખા રે,
છંદ પુરાણે એવી છે ભાષા રે, અરિજવાળે અચરિજ કીધું રે.
ભક્ત સેવક કારજ સીધું રે.
Page #8
--------------------------------------------------------------------------
________________
[૧૩૬ ]
જૈન દર્શન મીમાંસા આ હકીકત “શ્રી ભગવદ્ગીતામાં કહેલ લેક સાથે કેટલીક રીતે મેળ ખાય છે.
“ઉર્ધ્વમૂઢમાર શાર્વ, અશ્વાર્થ પ્રાદુર ચર્થ
छन्दांसि यस्य पत्राणि, यस्तं वेद स वेदवित् ॥"
આ લેકના રહસ્યને આશ્ચર્ય તરીકે ઘટાવી પ્રભુ ભક્તિ માટે લોકભાષામાં સમન્વય કર્યો છે.
દોઢસો અને સાડાત્રણસો ગાથાના સ્તવનમાં નિશ્ચય નય અને વ્યવહાર નથી ભરપૂર ઉપદેશ છે. એમાં અપૂર્વ યુક્તિઓથી મૂર્તિપૂજા સિદ્ધ કરી છે. છેવટે કહ્યું છે કે
“મુજ હેજે ચિત્ત શુભ ભાવથી ભવભવ તાહરી સેવ રે; યાચીએ કેડી યત્ન કરી. એહ તુજ આગળ દેવ રે; તુજ વચન રાગ સુખ આગળે નવિ ગણું સુરનર શર્મ રે; કેડી જે કપટ કોઈ દાખવે, નવિ તનું તેઓ તુજ ધર્મ ?”
આ છે તેમને અદ્દભુત શાસનરાગ અને અલૌકિક પ્રભુ ભક્તિ.
આનંદસૂરિ ગ૭ના શ્રી વિજયાનંદસૂરિજીએ સત્તરમા સૈકામાં રચેલે “ધર્મસંગ્રહ” ગ્રંથ કે જેની ટીકા મહોપાધ્યાય શ્રી માનવિજય ગણીએ કરી છે તે ગ્રંથનું સંશોધન ઉપાધ્યાયજી મહારાજે કરેલ છે; તેને તાજેતરમાં જ ભાષાંતર સાથે પ્રથમ વિભાગ પ્રકાશિત થયે છે.
સં. ૧૭૩૯ માં “શ્રી જબૂસ્વામી રાસ” તેમણે ખંભાતમાં રચેલ. તે તેમના પિતાના હાથના અક્ષરવાળા પાનાંઓ સાથેને મળે છે. - આ રીતે તેઓશ્રી ભક્તિપરાયણ, જ્ઞાનપરાયણ, સંયમી અને તપપરાયણ સાહિત્યજીવન જીવી ગયા છે, અને આપણા માટે વિવિધ સાહિત્યની વાનગીઓથી ભરપૂર વારસો મૂકી ગયા છે, જેથી શાસનની પ્રભાવનાનું નિમિત્ત બની પોતાના આત્મા ઉપર તેમ જ ભવિષ્યની પ્રજા ઉપર મહાન ઉપકાર કરી ગયા છે. આવા મહાત્માઓ પિતાની જીવનલીલા સંકેલીને સ્વર્ગે સંચર્યા. શ્રી ભર્તુહરિજીના શબ્દોમાં કહીએ
Page #9
--------------------------------------------------------------------------
________________ પૂ. ઉ. શ્રી યશેવિજયજી [117] તે આવી મહાન વિભૂતિઓ “ગળ મુવઃ પૃથ્વીના અલંકારરૂ૫” છે. તેમ જ કવિ ભવભૂતિના શબ્દોમાં “નયતિ તેડધિૐ નમન ક7હે મહાત્મન ! તમારા જન્મથી આ જગત જયવંત વર્તે છે.” એટલું કહી ઉપસંહારમાં તેમણે જ રચેલા “જ્ઞાનસાર ગ્રંથન અંતિમ–સર્વ નાના આશ્રયવાળે સ્તુતિ-ક તથા આત્મજાગૃતિ માટે તેમણે રચેલી “અમૃતવેલી સઝાય”ની વાનગીરૂપ એક કાવ્ય સાદર રજૂ કરી વિરમું છું. अमूढलक्ष्याः सर्वत्र, पक्षपातविवर्जिताः / जयन्ति परमानन्दमयाः सर्वनयाश्रयाः // " “નિશ્વય નય અને વ્યવહાર નયમાં જ્ઞાન પક્ષ અને ક્રિયાપક્ષમાં, એક પક્ષગત–ભ્રાંતિ તજીને સર્વ ના આશ્રય કરનારા પરમ આનંદથી ભરપૂર (મહાપુરૂષ) જયવંત વર્તે છે.” ચેતન જ્ઞાન અજુવાળીએ, ટાળીએ મેહ સંતાપ રે; ચિત્ત ડમડલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે.” શ્રી યશવિજય સ્મૃતિ ગ્રંથ વિ. સં. 2013 आत्माऽऽहारश्चिदानंदो देहाऽऽहारश्च पुद्गलम् / चित्ताहारो विचारश्च वाण्याहारः सुभाषणम् / / આત્માને આહાર જ્ઞાનને આનંદ, શરીરને આહાર પુગલે, મનને આહાર વિચાર અને વાણીને આહાર મધુર વચને છે.” –આધ્યાત્મગીતા, લે. 345