Book Title: Mahan Jyotirdhar Upadhyay Yashovijayji Author(s): Fatehchand Z Shah Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 4
________________ [ ૧૩૨ ] જૈન દર્શન મીમાંસા સવાસે, દઢસો અને સાડાત્રણસો ગાથાનાં સ્તવનોમાં સ્થાનકવાસી મંતવ્યો સામે તેમ જ પડ્રદર્શનના વાદીઓ, કે જેઓ એકાંત મતવાદીઓ ગણાય છે, તેમની સામે જૈન દર્શનનો સ્યાદ્વાદ મત તેમણે પ્રખરપણે રજૂ કરેલ છે; તદુપરાંત “બહ્મગીતા, સમાધિશતક, સમતાશતક, વીશ વિહરમાનના સ્તવને, અમૃતવેલી સઝાય, ચાર આહારની સજઝાય, પંચ પરમેષ્ટીગીતા, સીમંધરસ્વામીનું નિશ્ચય-વ્યવહારગર્ભિત બેંતાલીસ ગાથાનું સ્તવન, આઠ દષ્ટિની સજઝાય, મૌન એકાદશીના દોઢસે કલ્યાણકાનું સ્તવન, અગિયાર અંગની સજઝાય. સમ્યક્ત થાનકની ચોપાઈ અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીના સ્તવને, પદો, જિન સહસ્ત્રનામ વર્ણન, ચડતી પડતીની સજઝાય” વગેરે ગ્રંથે રચી ગુર્જર સાહિત્ય સૃષ્ટિ ઉપર તેમણે મહાન ઉપકાર કર્યો છે. જેમ તેમણે લેકચ્ય સાદાં સ્તવન, જેમકે-“જગજીવન જગ વાલહ”, “વિમલાચલ નિતુ વંદીએ” વગેરે સાહિત્ય રચ્યું છે, તે રીતે “જ્ઞાનસાર” અને “અધ્યાત્મસાર” જેવા વિદગ્ય ગહન ઉચ્ચ કેટિના ગ્રંથની રચના પણ કરી છે. ઉપાધ્યાયજીએ ક્યા વિષયમાં કલમ નથી ચલાવી એ કહેવું મુશ્કેલ છે. તેમણે ન્યાયના અનેક ગ્રંથો જેવા કે-શાસ્ત્રવાર્તા સમુચ્ચય–ટીકા, નપદેશ, ન્યાયખંડ ખાદ્ય ન્યાયાલેક, નરહસ્ય વગેરે રચ્યા છે. અન્ય દર્શનની માન્યતાને જૈન દર્શનમાં ઉતારવાનું તેમનું અદ્ભુત સામર્થ્ય હતું. એમની કૃતિઓ પ્રતિપાદક શૈલીની અને પ્રસંગોપાત ખંડનાતમક શૈલીની, સમન્વયવાળી, વિશદ દષ્ટિવાળી, તક અને ન્યાયથી ભરપૂર અને આગમોમાં ગંભીર રહસ્ય અને ચિંતનવાળી પૂરવાર થઈ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર સાથે તપમાં પણ તેઓ સંયમી જીવનવાળા હતા. વીશસ્થાનકનું તપ તેમણે કર્યું હતું. જે “નવપદજી પૂજા ઓળીના દિવસોમાં ચાલુ હોય છે તે તેમણે " બનાવી છે. શ્રી વિનયવિજય ગણિએ “શ્રીપાળ રાસ” સં.૧૭૩૮માં બનાવ્યો, તેમાં સાડાસાતસો ગાથા સુધી ગામ રાંદેરમાં રાસ રચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9