________________
છે. કાર્યગુણના કારણપણે જે કાર્ય છે તે અનુપમ કારણ છે, અર્થાત કઈ પણ કાર્ય કરવું હેય, તેમાં જેણે તે કાર્ય સિદ્ધ કર્યું હેય–પ્રગટ અનુભવસિદ્ધ કરી જીવતું જાગતું જવલંત ઉદાહરણ પ્રગટ કર્યું હોય, તે કાર્ય જ અનુપમ કારણ છે તેમ ભગવાનની સકલ સિદ્ધતારૂપ જે કાર્ય છે, તે સાધક ભક્તજનને ઉત્તમ અનુપમ સાધનરૂપ થઈ પડે છે. અને તેવા પ્રકારે પરમ ભાવિતાત્મા મહાગીતાથ દેવચંદ્રજી મહામુનિએ અપૂર્વ ભાવથી સંગીત કર્યું છે –
સાધ્ય સાધ્ય ધર્મ જે મહી હવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ પુષ્ય પુષ્પ માંહી તિલવાસક વાસના રે, નવિ પ્રધંસક દુષ્ટએલગડી. કાર્ય ગુણકારણપણે છે, કારણ કાર્ય અનુપ, સકલ સિદ્ધતા તાહરી રે, મારે સાધનરૂપ....શ્રી સંભવ.”–શ્રી દેવચંદ્રજી
જે દીવો પ્રગટાવ્યો છે તેમાંથી અસંખ્ય દીવા પ્રગટી શકે છે, તેમ જેમાં પરમાત્મતિ પ્રગટી છે, તેમાંથી અસંખ્ય આત્માઓ પિતાની પરમાત્મતિ પ્રગટાવી શકે
છે. પરમ ભાવિતાત્મા શ્રી પૂજ્યપાદ સ્વામીજીનું સુભાવિત છે દીવામાંથી દીઃ કે-વાટ જેમ દીવાને ઉપસી તેવી (દ) થાય છે, તેમ ભિન્ન આદર્શ તેવી સિદ્ધિ આત્માને ઉપાસી આત્મા તેવે પર (પરમાત્મા) થાય છે,” આમ
પરમાત્મસ્વરૂપ સવનું અવલંબન જીવને પરમ ઉપકારી સાધન થાય છે, આ દેવતા આત્મસિદ્ધિના અને આત્મશુદ્ધિના ઉત્તમ નિમિત્તકારણરૂપ-પ્રબલ પુષ્ટ આલંબનભૂત મુખ્ય આધારસ્થંભ છે. માટે આ સદુદેવનું સ્વરૂપ મુમુક્ષુ આત્માએ સમ્યકપણે જાણવું જોઈએ. કારણ કે દેવ એટલે આરાધ્ય આદર્શ. જે આદર્શ તેવી સિદ્ધિ થાય. “યાદશી માલના તાદ સિત્ત'આદર્શ શુદ્ધ હેય-સત્ હોય, તે સિદ્ધિ પણ શુદ્ધ હેય-સત્ હોય; આદર્શ અશુદ્ધ હેય-અસત હય, તે સિદ્ધિ પણ તેવો જ હોય. શુદ્ધને ભજે તે શુદ્ધ થાય, અશુદ્ધને ભજે તે અશુદ્ધ થાય, સરાગીને સેવે તે સરાગી થાય, વીતરાગીને સેવે તે વીતરાગી થાય. માટે આદર્શશુદ્ધિ-આરાધ્ય દેવતાની શુદ્ધિ અવશ્ય કરવી જોઈ એ.
ત્યારે સદેવ કેણ? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંતવી એ સદ્ભૂત દિવ્ય આત્મગુણરૂપ આત્માનું પરમ એશ્વર્થ પરમ આત્મપુરુષાર્થથી આવિર્ભત
કરી, જે પરમેશ્વર પરમ દિવ્યગતિને-મુક્તિને પામ્યા તે સદેવ; સાદેવ કેણ અને મુમુક્ષુને ઈષ્ટ-ઈચછવા ૫ પરમેત્તમ ગુણગણુનું એક ધામ
હેવાથી તે જ ઈષ્ટ, આમ જ્ઞાનાદિ અનંત આશ્વર્ય સંપન્ન પરમેશ્વર પરમાત્મા એવા શુદ્ધ સિદ્ધ આત્મા એ જ સર્વ સાચા આત્માર્થી મુમુક્ષુઓના પરમ આરાધ્ય, પરમ અહંત-પરમ પૂજાઉં, પરમ પૂજ્ય, પરમ ઉપાસ્ય ઈષ્ટ દેવ છે અને તેવા પરમ “અહંત'-પરમ પૂજાઉં, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ સેવ્ય એવા જે કોઈ પણ આ જગતને વિષે હોય તે તે શ્રી જિનદેવ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org