________________
ભગવંતે પરકૃત-બીજાએ કરેલી પૂજાને ઈચ્છતા નથી અને તેમને સ્તુતિ-નિદાનું કંઈ પ્રજન નથી, તે પણ તેમની પૂજાથી સાધકનું પિતાનું આત્મસિદ્ધિરૂપ કાર્ય સિદ્ધ થાય છે, એટલે એમનું પૂજન એ સાધકના પિતાના જ આત્મકલ્યાણની વાત છે, માટે તે ઉપાસના જિન ચરણની અતિશય ભક્તિ સહિત” તેને અત્યંત અત્યંત કર્તવ્ય છે જ.
પૂજના તે કીજે રે બારમા જિનતણું રે, જય પ્રગટ પૂજ્ય સવભાવ પરકૃત પૂજારે જે ઈરછે નહિં રે, સાધક કારજ દાવપૂજના. જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ, પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિપૂજના–શ્રી દેવચંદ્રજી.
ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત.”–શ્રીમદ્ રાજચંદ્રજી.
અત્રે શંકા થવી સંભવે છે કે જિનદેવ-“અહંત ભગવત્ ” એ જ સદુદેવ છે એમ તમે શા પ્રમાણુથી કહે છે તેને ઉત્તર એટલે જ છે કે તેમના પરમ નિર્દોષ વચન
પ્રમાણથી, તેમના પરમ ગુણસંપન્ન યથાખ્યાતચારિત્રમય વીતરાગ જાવાહિક ચરિત્રથી, અને તેમની પરમ નિષ પરમ શાંતમૂર્તિ “પ્રશમરસદિ :' નિમગ્ન’ મુદ્રા પરથી. આ ગ્રંથમાં જ કહ્યું છે તેમ “થાતિ વિકટિપરિશુદ્ધ દ –વાક્ય-વચન એ વક્તાને ઓળખવાનું લિંગ-ચિહ કષ-છેદ-તાપ છે, એટલે વચનપ્રામાણ્યથી પુરુષપ્રામાણ્ય વિચક્ષણ અને માન્ય પરીક્ષા કરે છે. જેનું વચન પૂર્વાપરઅવિરુદ્ધ અને યથાર્થ યુક્તિયુક્ત
સન્યાયસંપન્ન હય, જેમાં પદે પદે વીતરાગતા જ નિર્ઝરતી હોય તેને જ વિચક્ષણે પ્રમાણ ગણે છે. મહાન હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ “વીર પ્રત્યે મને પક્ષપાત નથી, કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, જેનું વચન યુક્તિવાળું હોય તેનું જ ગ્રહણ કરવા ગ્ય છે;” અર્થાત કેઈ પણ મત-દર્શનના આગ્રહ કે પક્ષપાત વિના, અત્યંત મધ્યસ્થતાથી પ્રમાણિક ન્યાયમૂર્તિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, આ ગ્રંથમાં કહ્યું છે તેમ “
ffટરિશુદ્ધતા”—વિકેટિપરિશુદ્ધતાથી પરીક્ષા કરતાં, કષ-છેદ-તાપની વિવિધ અગ્નિપરીક્ષામાંથી જે વચન સમુત્તર્ણ થાય, જે ત્રિકોટિપરિશુદ્ધ હેય, તેને જ
મધ્યસ્થ તત્વવેષકે પ્રમાણ કરે છે. (આ કષ-છેદ-તાપ પરીક્ષા ધર્મવરચતુરત અંગે જુઓ પૃ. ૩૦૦-૩૦૧). આ કષ-છેદ-તાપ પરીક્ષા વડે
ચકવરી ધર્મશાસ્ત્રરૂપ સુવર્ણની પરીક્ષા વિચક્ષણ પુરુષો કરે છે, તેમાંથી તીથ કરે આ જિનપ્રવચન અણીશુદ્ધ સમુત્તીર્ણ થાય છે, એટલે જ આવી
વિકેટિપરિશુદ્ધતાએ' કરીને આ ભગવંત જિનદેવોએ પ્રવર્તાવેલું ધર્મચક્ર ઈતરપ્રણીત ધર્મચક કરતાં “વર”—પ્રધાન શ્રેષ્ઠ છે એમ આ લલિતવિસ્તરણ ગ્રંથમાં ડિલિમ નાદથી ઉઘળ્યું છે, અને એટલે જ આ ગ્રંથમાં આ ભગવતેને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org