Book Title: Kshamabhavna
Author(s): Vairagyarativijay, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 2
________________ પ્રાશકીય અંતરભાવના + શ્રી સંવત્સરી મહાપર્વ ત્રણ સંદેશ લઈને આવે છે. | પ્રવચન પ્રકાશન માટે આજે મંગલ ઘડી છે. પાંચમાં વરસે અમે આપની સમક્ષ એક સુંદર મજેનું ભંટણું ધરીએ છીએ. પુજય મુનિવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. એ નાગપુર ચોમાસામાં સંવત્સરીના દિવસે ‘ક્ષમાભાવના' વિશે મનનીય પ્રવચન ફરમાવ્યું હતું. આ પ્રવચને અનેકનાં હૃદયમાં સાચી ક્ષમાભાવના પ્રગટાવી હતી. પછી તો દર વરસે સંવત્સરીપર્વના દિને આ પ્રવચન થાય છે અને શ્રોતાઓ તેને શબ્દસ્થ કરવાની માંગણી કરે છે. આજે એ ભાવના સાકાર થઈ રહી છે. સંવત્સરી પછી એકબીજાને ક્ષમાપના કાર્ડ મોકલવાનો રિવાજ પ્રચલિત થયો છે. નાગપુરનાં બે સુશ્રાવકોને ઔપચારિક કાર્ડને બદલે સાચી ‘ક્ષમાભાવના' પ્રગટે તેવું લખાણ આપવાની પૂજ્ય મુનિવરશ્રી પ્રશમરતિવિજયજી મ. ને વિનંતિ કરી. પૂજ્યશ્રીએ સરળ, સુબોધ અને માર્મિક લખાણ આપ્યું. તે ‘હું ક્ષમા માંગુ છું' એ નામે પ્રગટ થયું. જેમણે એ વાચ્યું તેમનાં હૃદય ભીનાં કરી ગયું. ‘ક્ષમાભાવના’ બન્ને મુનિવરોની અનુભૂતિનો પ્રીતિસંગમ છે. તેમાં ભીંજાવું આપને જરૂર ગમશે. • કષાયોની ક્ષમાપના • અતિચારોની આલોચના • પાપોનું પ્રતિક્રમણ. આત્મ વિશુદ્ધિ આરાધનાનો પ્રાણ છે અને આત્મનિરીક્ષણ આરાધકનો શ્વાસ છે. “ક્ષમાભાવના” આપણને સહુને આત્મનિરીક્ષણ કરવા પ્રેરે છે. કષાયોની ક્ષમાપના દ્વારા આત્મનિરીક્ષણ અને આત્મવિશુદ્ધિ સધાય છે. સંબંધો સુધરે એ તો તદ્દન ગૌણ ઘટના છે. સાચી ક્ષમાપના થાય તો જ અતિચારોની આલોચના અને પાપોનું પ્રતિક્રમણ થઈ શકે, ક્ષમાપના, સંવત્સરીની સાધનાનું પહેલું પગથિયું છે. ક્ષમાપના કર્યા પછી એ જ ક્રમમાં અતિચારોની આલોચના અને પાપોનું પ્રતિક્રમણ સધાય તો અવતાર સફળ બને. વૈરાગ્યરતિવિજય પ્રશમરતિવિજય પુખરાજ રાયચંદ આરાધના ભવન સાબરમતી ૨૦૬૦, ભા.૧, ૪ - પ્રવચન પ્રકાશન, પૂના

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20