Book Title: Kshamabhavna
Author(s): Vairagyarativijay, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 15
________________ હું ામા માંગું છું મુનિશ્રી પ્રશમરતિવિજયજી હું ક્ષમા માંગું છું સ્નેહી શ્રીમાન, મારી ક્ષમાપના સ્વીકારશોજી, એમ દર વરસે લખી મોકલ્યું છે, ‘શ્રી સંવત્સરી મહાપર્વની પાવન ક્ષણોમાં આપને યાદ કરીને ભાવપૂર્વક ખમાવ્યા છે’ તેમ કાયમ જણાવ્યું છે, છતાં મનમાં ઉગ્રતા જીવી છે. અંતરમાં આક્રોશ રહ્યો છે. આ વરસે મારે ક્ષમાપનાને સમયનાં બંધનમાં નથી બાંધવી. માત્ર શ્રી સંવત્સરી મહાપર્વની પાવન ક્ષણે જ નહીં, બલ્કે આ વરસની દરેક ક્ષણે આપની પાસે ક્ષમાયાચના કરવી છે. કારણ કે ક્ષમાભાવ જીવનનો પ્રાણ છે. મારા જીવનમાં પ્રાણ ટકી રહે તેવી ભાવનાપૂર્વક જત જણાવવાનું કે— હું ક્ષમા માંગુ છું. ~ ૨૪ -

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20