Book Title: Kshamabhavna
Author(s): Vairagyarativijay, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 5
________________ ફરિયાદ આપણી માટે જ છે. આ અરસપરસની વાત છે. આમાં જ્યાં જયાં આપણી ભૂલ થતી હોય ત્યાં ત્યાં આપણે સાવચેત બનવાનું છે. થઈ ચૂકેલી ભૂલો અને એ ભૂલનો જે ભોગ બન્યા છે તેમની માટે આપણે સૌએ દિલગીરી અનુભવવી જોઈએ. આ ભાવનાત્મક પ્રવૃત્તિ છે. સંવત્સરીના ક્ષમાપના કર્તવ્ય વિશે અમારા આચાર્ય ભગવંતે તો સાફ શબ્દોમાં લખ્યું છે કે એક વરસથી વધારે સમય માટે જે પોતાના મનમાં વૈર કે વિરોધ રાખે છે તેની આરાધનાઓ નકામી બની જાય છે. એવા માણસમાં ધર્મ કરવાના સાચા ભાવો જાગશે જ નહીં. એક વરસથી વધુ સમય માટે મનમાં વૈરની ગાંઠ રાખનારો વિરોધક છે. અમારા આચાર્ય ભગવંતે તો સાધુસંઘને પણ બાકી નથી રાખ્યો. બહુ કડક શબ્દોમાં તેમણે જણાવ્યું છે કે જાણવા છતાં, સમજવા છતાં જે પોતાના મનમાંથી વૈરભાવને દૂર કરતો નથી તેવા સાધુને સડેલા આંબાની જેમ સમુદાયમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ. સંવત્સરી સાથે સંકળાયેલી ક્ષમાપના માટે જો સાધુઓએ આટલી બધી સાવધાની રાખવાની હોય તો આપણે કેટલા બધા જાગૃત રહેવું પડશે ? એકાદ દિવસના આધારે હૃદયના ભાવ ઘડાતા નથી. હૃદયને રોજેરોજ ઘડવું પડે છે. ઘડાયેલું હૃદય જ પર્વના દિવસોમાં વિશેષ આનંદ પામી શકે છે. આપણે હૃદયને ઘડવાનું ચૂક્યા છીએ છતાં હજી તક હાથમાં છે. આપણે હૃદયને ઢંઢોળીએ. હૃદયની પાસેથી જવાબ માંગીએ, આપણો અંતરાત્મા ક્ષમાપના સુધી પહોંચશે. ક્ષમાપના કરવા માટે આપણી સમક્ષ આપણા તમામ પરિચિતોનું નામ હોવું જોઈએ. જેમની સાથે વાત કરી, વહેવાર રાખ્યો, લેવડદેવડ કે ભાગીદારી કરી, ભાવનાઓનું આદાનપ્રદાન કર્યું, તે બધાનાં નામ યાદ કરવા જોઈએ. જેમની પાસે આપણે અપેક્ષાઓ રાખીએ છીએ અને આપણી પાસે જે લોકો અપેક્ષા રાખે છે તે સૌને યાદ કરવાના છે. આ બધાને મળવાનું છે. પૂરેપૂરી સચ્ચાઈથી તેમને ખમાવવાના છે. પદ્ધતિસર વિચારીએ તો ત્રણ તત્ત્વો સાથે ક્ષમાપના કરવી જોઈએ. પર સાથે, પરમાત્મા સાથે અને જાત સાથે. પરની ક્ષમાપના એટલે આપણી આસપાસ રહેનાર દરેક લોકોની ક્ષમાપના. પરમાત્માની ક્ષમાપના એટલે આપણા ભગવાનના આપણે જે કોઈ અપરાધ કર્યા હોય તેની ક્ષમાપના. જાત સાથે ક્ષમાપના એટલે આપણો આતમા, જે મૂળભૂત રીતે ખૂબ ઉત્તમ છે. તેને સદ્ભાવનાથી દૂર રાખ્યો છે તેની ક્ષમાપની. આપણાં મનમાં કષાયો જાગી ગયા તે જો એક વરસથી વધુ રહ્યા તો સમકિતનો નાશ થાય છે. સાધુ હોય તેના પણ જે કષાય એક વરસથી વધુ રહ્યા હોય તો સાધુપણાનો નાશ થાય છે. આ વાસ્તવિકતા નજર સામે રાખીને કષાયોને ઠરવાના છે. આપણે કઈ ગતિમાં જવાના તેની તો ખબર નથી. કંઈ ગતિમાં નથી જવું તે નક્કી કરી લેવું જોઈએ. ક્ષમાપના સાચા દિલથી ન કરી હોય તો દુર્ગતિમાં જ જવું પડે છે. ક્ષમાપના કરનારા જ સંગતિના અધિકારી છે. ક્ષમાપના ન કરનારા જે ગતિમાં હોય છે તે ગતિ પણ તેમની માટે દુર્ગતિ જેવી જ બની જાય છે. લાંબા સમય સુધી હૈયામાં કષાયોની આગ સંધરીને જીવનારો ગતિમાં છે તેવું તો ના જ કહી શકાય. આપણું વર્તમાન જીવન અને ભવિષ્યનું જીવન અને પરલોકનું જીવન-દુર્ગતિ તરીકે જ ઓળખાય તેમાં આપણી શોભા નથી. જીવનના દરેક દિવસો સદ્ગતિની સુવાસથી છલકાતા હોવા જોઈએ. આજે કષાયોનો કચરો ગંધાઈ રહ્યો છે. સાફસૂફી કરી જ લેવી જોઈએ. ક્ષમાપનાની શરૂઆત પરની ક્ષમાપનાથી થાય છે. જે લોકો આપણા સંપર્કમાં છે તેમાં જે લોકો આપણી સૌથી નજીકમાં છે તેની ક્ષમા આપણે માંગવાની છે. જેમની સાથે સતત રહેવાનું થાય છે તેમની સાથે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20