Book Title: Kshamabhavna Author(s): Vairagyarativijay, Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 9
________________ કરવામાં ઘણા બધા ફાયદા છે અને નુકશાની કોઈ જ નથી. જ્યાર સુધી માબાપ સાથે ક્ષમાયાચના થતી નથી ત્યાર સુધી ધર્મનો એકડો ઘૂંટાતો નથી. આપણે પરિવારમાં મોટાભાઈના સ્થાને હોઈએ તો નાના ભાઈની ક્ષમાપના આપણે કરવાની. નાનાભાઈનો હક આપણે છીનવી લીધો હોય, તેની સાથે વિશ્વાસઘાત કર્યો હોય, પિતાજીની સંપતિના ભાગ કરવાને બદલે બધી જ સંપત્તિ પચાવી પાડી હોય, આવી બધી ગલતીઓ યાદ કરી લેવાની છે. આપણે આપણા નાનાભાઈ સાથે અભિમાનથી વર્ત્યા છીએ. તે નાનો છે, અનુભવી નથી. આપણે તેને સહાય કરી આગળ વધારવો જોઈએ. તેને હિંમત આપવી જોઈએ. વડીલ તરીકે નાનાભાઈનું ધ્યાન રાખવાની આપણી ફરજ છે. આપણે આ બાબતમાં પાછા પડ્યા છીએ. નાનાભાઈ સાથે સ્પર્ધા રાખી છે. નાનાભાઈને વધુ મહત્ત્વ ન મળે તેની તકેદારી રાખી છે. નાનાભાઈ પર વર્ચસ્વ જમાવી રાખ્યું છે. એને ખુલ્લાદિલે મળ્યા નથી. એની સાથે રાજકારણ ખેલ્યા છે. એને ભોળવીને આપણો અંગત સ્વાર્થ સાધ્યો છે. ભાઈ કરતા પૈસાને વધારે અગત્યતા આપી છે. એનાં દુઃખને સમજવાનો પ્રયાસ નથી કર્યો. પોતાનાં દુ:ખની જવાબદારી એના માથે થાપી દીધી છે. માબાપ સમક્ષ તેની ફરિયાદો કરી છે. મિત્રો સમક્ષ તેને અપમાનિત કર્યો છે. તેની પાસેથી કામ કઢાવી લેવાની દાનત રાખી છે. આગળ વધીને યાદ કરીએ તો, એની સાથે ગાળાગાળી અને મારામારી પણ થઈ છે. મામલો કોર્ટકચેરીએ પણ ગયો હશે. એક માતાના બે સંતાનો આમને-સામને આવી ગયા છે. દુશ્મન સાથે ઝઘડો થાય તો સમજી શકાય, પાડોશી કે ભાગીદાર સાથે ઝઘડો થાય તો પણ સમજી શકાય, ભાઈ સાથે ઝઘડો થાય તે સમજી શકાતું નથી. નાનપણમાં સાથે રમ્યા અને સાથે જમ્યા, સાથે ભણ્યા ને સાથે ગણ્યા. એક સરખી ધમાલો કરી અને એક સરખો માર ખાધો. અને ~ ૧૧ ~ આજે ? એક દીવાલ ખડી થઈ ગઈ છે બે ભાઈઓ વચ્ચે. મોટાભાઈએ પહેલો હાથ લંબાવવો પડશે. નાનો ભાઈ નાસમજ હશે, નારાજ હશે. ઠીક છે. આપણે તો આપણા આતમા માટે જાગવાનું છે. આજ સુધી કષાયોની હોળી સળગતી રહી છે. આજે અટકીશું તો બાજી હજી સલામત છે. આજે ન અટક્યા તો જિંદગીભરના કષાયો આપણને ક્યાં લઈ જશે ? એક જ ઘર અને એક જ પરિવારના સભ્યો વચ્ચેનો સંક્લેશ આપણા ઝૂકવાથી ઘટી જતો હોય તો ક્ષમા માંગી જ લેવી જોઈએ. નાનામોટાની ભેદરેખાને વચ્ચે લાવ્યા વિના નાનાભાઈ પાસે જઈને તેને ભેટીને ખુલ્લા દિલે ક્ષમા માંગી લેવી જોઈએ. રામ અને લક્ષ્મણ આપણે ભલે ન બની શકીએ પરંતુ આપણે ગુણસેન અને અગ્નિશર્માના વારસદાર તો નથી જ રહેવું. આપણા તરફથી સંક્લેશ ન રહે અને સામા પક્ષે રહેલો સંક્લેશ આપણા હાથે ભૂંસાય તે સાચી ક્ષમાયાચના છે. ન મોટાભાઈની જેમ નાનાભાઈએ પણ ક્ષમાયાચના કરવી જોઈએ. મોટા ભાઈ તો વડીલ છે. દરેક વાતની જવાબદારી એમના માથે જ આવે. ઘરમાં કોઈ પ્રશ્ન ઊભો થાય કે બહારથી કોઈ તકલીફ આવે તો મોટાભાઈએ જ હવાલો સંભાળવો પડે છે. સમાજમાં જવાબ આપવાનો હોય તો મોટાભાઈએ જ આગળ થવું પડે છે. એ સૌને સાચવી કઈ રીતે ચાલે છે તેની આપણને નાનાભાઈ તરીકે ખબર નથી પડતી. આપણે માથે જવાબદારી હોતી નથી. કોણ શું બોલી જશે તેની પરવા આપણે રાખતા નથી બધાની વચ્ચે રહેવું અને સલામત રહેવું તે કેટલું કપરું છે તેનો એક માત્ર મોટાભાઈને જ ખ્યાલ હોય. નાનાભાઈ જે કરે તેમાં પણ મોટાભાઈ જ સલવાય. આપણે નાનાભાઈ તરીકે દુનિયાદારીનો બોજો રાખતા નથી જેમ ફાવે તેમ જીવીએ છીએ અને જેમ સૂઝે તેમ બોલીએ છીએ. કેટલાય કડવા ઘૂંટડા ગળીને મોટાભાઈ આપણી સંભાળ રાખતા હોય છે, પોતાની પત્ની, પોતાના દીકરા કે પોતાના મિત્રોને પણ એ આપણી માટે નારાજ કરી શકે છે. એમના પ્રેમને આપણે વાંચી શકતા - ૧૨ -Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20