Book Title: Kausagga Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ કાઉસગ્ન ૪૩ સૂત્રોમાં કાઉસગ્ગના હેતુ, આગાર, ક્રિયા વગેરે અર્થસભર શબ્દોમાં દર્શાવવામાં આવ્યા છે. “ચત્યવંદન-ભાષ્ય'માં કહ્યું છે : चउ तस्स उत्तरीकरण-पमुह सद्धाइआ य पण हेऊ । वेयावच्चगराणं तिणि इअ हेउ-वारसगं।। ‘તસ્સ ઉત્તરીકરણ” પ્રમુખ ચાર હેતુઓ, “સદ્ધાએ, મેહાએ...” ઇત્યાદિ પાંચ હેતુઓ અને “વૈયાવચ્ચગરાણ” પ્રમુખ ત્રણ હેતુઓ – એમ કુલ બાર હેતુઓ કાયોત્સર્ગના જાણવા. “તસ્સ ઉત્તરીકરણના ચાર હેતુઓ છે : (૧) થયેલાં પાપોની આલોચના માટે, (૨) પાપના પ્રાયશ્ચિત્ત માટે, (૩) અંતરના વિશુદ્ધિ માટે અને (૪) નિઃશલ્ય થવા માટે. “સદ્ધાએ, મેહાએ..” ઇત્યાદિ પાંચ હેતુઓ છે : (૧) શ્રદ્ધાની વૃદ્ધિ માટે, (૨) મેધા નિર્મળ થવા માટે, (૩) ચિત્તની સ્વસ્થતા માટે, (૪) ધારણાની વૃદ્ધિ માટે અને (૫) અનુપ્રેક્ષા માટે. “વૈયાવચ્ચગરાણ' પ્રમુખ ત્રણ હેતુઓ છે : (૧) સંઘના વૈયાવૃજ્ય માટે, (૨) રોગાદિ ઉપદ્રવોને શાંત કરવા માટે અને (૩) સમ્યગુ-દષ્ટિઓને સમાધિ કરાવવા માટે દેવ-દેવીઓની આરાધના નિમિત્તે. આમ, બાર હેતુઓ માટે “કાઉસગ્ગ બતાવવામાં આવ્યો છે. કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકાયો છે. દેહને સ્થિર કરી દેવામાં આવ્યો હોય, પરંતુ સ્થળ દેહ પ્રત્યે પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તો તે કાયોત્સર્ગ માત્ર સ્થળ બની રહે છે. જ્યાં સુધી શરીર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધનામાં શરીરની મમતા બાધારૂપ બને છે. સાધક પોતાના દેહને સ્નાન-વિલેપન ઇત્યાદિ દ્વારા સુશોભિત, વસ્ત્ર-અલંકાર ઇત્યાદિ દ્વારા સુસજ્જ અને મંડિત કરવામાં રચ્યોપચ્યો રહે છે ત્યાં સુધી એણે કરેલો કાઉસગ્ગ સારો કાઉસગ્ગ બનતો નથી, કારણ કે દેહરાગનો ત્યાગ તે સાચા કાઉસગ્નનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થવા લાગે અથવા છૂટે તો માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, આત્મામાં લીન બનવા માટે કાયોત્સર્ગ મોટામાં મોટું સાધન છે. કાયોત્રાર્ગમાં શરીરની નિશ્ચલતા પર્વત જેવી અચલ હોવી જોઈએ. દેહાધ્યાસ ઓછો થાય ત્યારે કાઉસગમાં સ્થિર થયેલા માણસને ડાંસ-મચ્છર કરડે તો પણ માણસ નિશ્ચલ રહી શકે છે. ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12