Book Title: Kausagga Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ જિનતત્વ સાથે (લિમ ૩) જોડવાની હોય છે. પ્રતિક્રમણમાં લોગસ્સનો કાઉસગ્ન કરાય છે. જેમ પ્રતિક્રમણ મોટું તેમ કાઉસગ્ગ પણ મોટો. દૈનિક પ્રતિક્રમણમાં ચાર લોગસ્સનો, પાક્ષિકમાં બારનો, ચાતુર્માસિકમાં વીસનો અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ્સ ઉપરાંત એક નવકારનો એટલે કુલ ૧૦૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસગ્ન કરાય છે, કારણ કે ૧૦૦૦ની સંખ્યા મહિમાવંતી છે. જે વ્યક્તિ લોગસ્સનો કાઉસગ્ન શ્વાસોચ્છુવાસનું બરાબર ધ્યાન રાખીને કરે છે, તે કાઉસગ્ગ દ્વારા વિશિષ્ટ શક્તિ અનુભવે છે. જેઓ પ્રાણાયામ સાથે નવકારમંત્ર કે લોગસ્સનો કાઉસગ્ન કરવાને અસમર્થ હોય છે, તેઓ મંત્ર કે સૂત્રના વાચિક કે માનસિક જાપ કરવા સાથે કાઉસગ્ગ કરી શકે છે. અલબત્ત પ્રાણાયામ સાથેના કાઉસગ્ગ કરતાં આવા કાઉસગ્નનું ફળ ઓછું છે, એવું શાસ્ત્રકારોએ દર્શાવ્યું છે. કાયોત્સર્ગ વિવિધ હેતુઓથી કરાય છે. કોઈ શુભ કાર્યમાં બાધા, વિખ કે અંતરાય ન આવે તે માટે પ્રારંભમાં કાઉસગ્ગ થાય છે. તેવા કાર્યની પૂર્ણાહુતિ પછી પણ કાઉસગ્ન કરાય છે. ક્રોધ, માન, માયા અને લોભના ઉપશમ માટે, દુ:ખલય માટે કે કર્મક્ષય માટે, દોષોની આલોચના માટે, શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતા, શાસનદેવતા વગેરેની આરાધના માટે, પ્રાયશ્ચિત્ત માટે, છીંક, અપશુકન વગેરેના નિવારણ માટે, જિનેશ્વર દેવોના વંદન-પૂજન માટે, તપ-ચિંતન માટે, નવપદ, વીસ સ્થાનક, સૂરિમંત્ર વગેરેની આરાધના માટે, તીર્થયાત્રા માટે, કુસ્વપ્ન-દુઃસ્વપ્ન નિષ્ફળ બનાવવા માટે, પ્રતિષ્ઠા, અંજનશલાકા ઇત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, દીક્ષા, પદવી, યોગો દ્વહન, ઉપધાન ઇત્યાદિ ક્રિયાઓ પ્રસંગે, સાધુ-સાધ્વીઓના કાળધર્મ પ્રસંગે, ઉત્તરીકરણ માટે, પ્રાયશ્ચિત્ત માટે, વિશુદ્ધિકરણ માટે, નિઃશલ્ય થવા માટે, પાપો ક્ષય કરવા માટે, મોક્ષપ્રાપ્તિ માટે એમ વિવિધ પ્રસંગે વિવિધ હેતુઓ માટે જૈન શાસ્ત્રોમાં કાઉસગ્ન કરવાનું વિધાન જોવા મળે છે. ટૂંકમાં કહેવું હોય તો કહેવાય કે કાઉસગ્ગ વગરની કોઈ ધર્મક્રિયા નથી. જૈન ધર્મમાં આ રીતે કાઉસગ્ગ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પચ્ચકખાણ ઇત્યાદિ રોજની કેટલીય ધર્મક્રિયાઓમાં પણ કાઉસગ્ન અનિવાર્ય મનાયો છે. ‘ઇરિયાવહી', “તસુત્તરી', કરેમિ ભંતે', “અન્નત્થ', “અરિહંત ચેઇયાણં', “વેયાવચ્ચગરાણ' ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12