Book Title: Kausagga
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ જિનતત્ત્વ ધ્યાનના ચાર પ્રકાર છે : આર્ત્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. આર્ત્ત અને રૌદ્ર ધ્યાન અશુભ ધ્યાન છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન શુભ ધ્યાન છે. ક્યારેય શુભ કે અશુભ એવું કોઈ ધ્યાન ચિત્તમાં ન ચાલતું હોય અને કેવળ શૂન્ય દશા પ્રવર્તતી હોય એવું પણ બને છે, શરીરની સ્થિતિ ઉપરાંત ચિંતનની શુભાશુભ ધારાને લક્ષમાં રાખી ઉપર્યુક્ત નવ પ્રકારો ભદ્રબાહુસ્વામીએ દર્શાવ્યા છે. ૪૭ ભદ્રબાહુસ્વામીએ પ્રયોજનની દૃષ્ટિએ કાયોત્સર્ગના બે પ્રકાર દર્શાવ્યા છે : (૧) ચેષ્ટા કાયોત્સર્ગ અને (૨) અભિભવ કાયોત્સર્ગ. ચેષ્ટા કાયોત્સર્ગ સામાન્ય રીતે દોષની વિશુદ્ધિ માટે ક૨વામાં આવે છે. અવરજવર કરવામાં, આહાર, શૌચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયાઓ કરવામાં જે કંઈ દોષ લાગે છે તેની વિશુદ્ધિને અર્થે દિવસ કે રાત્રિને અંતે અથવા પક્ષ, ચાતુર્માસ કે સંવત્સરને અંતે ચેષ્ટા કાઉસગ્ગ કરવામાં આવે છે. તે નિયત શ્વાસોચ્છવાસ-પ્રમાણ હોય છે. અભિભવ કાયોત્સર્ગ આત્મચિંતન માટે, આત્મિક શક્તિ ખીલવવા માટે, ઉપસર્ગો કે પરીષહોને જીતવા માટે કરવામાં આવે છે. સાધક જંગલ, ગુફા, સ્મશાનભૂમિ, ખંડિયેર વગેરે કોઈ એકાંત સ્થળમાં જઈને અભિભવ કાઉસગ્ગ કરે છે. અભિભવ કાયોત્સર્ગ અચાનક કોઈ સંકટ આવી પડે ત્યારે પણ કરવામાં આવે છે. આગ લાગવી, ધરતીકંપ થવો, હોનારત થવી, દુકાળ પડવો, યુદ્ધ થવું, રાજ્ય તરફથી દમન-પીડન થવું વગેરે પરિસ્થિતિમાં સાધક અભિભવ પ્રકારના કાઉસગ્ગ-ધ્યાનમાં સ્થિર થઈ જાય છે; અથવા એવા કાઉસગ્ગમાં રહેલા મહાત્માઓ ગજસુકુમાલ, દમદંત રાજર્ષિ વગેરેની જેમ, ઉપસર્ગો થવા છતાં જરા પણ ચિલત થતા નથી; જરૂર પડ્યે પ્રાણત્યાગ થવા દે છે. અભિભવ કાયોત્સર્ગ ઓછામાં ઓછો અંતર્મુહૂર્તનો અને વધુમાં વધુ એક વર્ષનો હોય છે. શક્તિ અનુસાર તે અલ્પ સમય, દિવસ, રાત, પક્ષ, ચાતુર્માસ કે એક વર્ષ સુધી કરાય છે. ભગવાન ઋષભદેવના વખતમાં સળંગ એક વર્ષ સુધીના ઉપવાસ કરી શકાતા હતા. ત્યારે એવું શરીરબળ હતું. બાહુબલિએ પોતાના ભાઈ ભરત મહારાજા સાથે યુદ્ધ છોડી દઈને યુદ્ધભૂમિમાં જ એક વર્ષ સુધીનો કાયોત્સર્ગ કર્યો હતો. ધ્યાનમાં તેઓ એવા લીન હતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12