Book Title: Kausagga
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ ૪૮ જિનતત્ત્વ चरणाईयाराणं जहक्कम वण-तिगिच्छ-रूबेणं। पडिक्कमणासुद्धाणं सोही तह काउसग्गेणं ।। જેવી રીતે ગૂમડાને મલમપટ્ટા લગાડી રોગ નિર્મળ કરવામાં આવે છે, તેવી રીતે જીવનમાં રહેલી અશુભ વૃત્તિઓ કે અશુદ્ધિઓને નિર્મૂળ કરીને આત્માના શુદ્ધીકરણનું કાર્ય કાયોત્સર્ગથી થાય છે. કાઉસગ્ગમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની એકાગ્રતાનું અનુસંધાન થતાં ચિંતનધારા વધુ ઉત્કટ ને વિશેષ ફલવતી બને છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એ જોઈ શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને કરેલા પ્રશ્નનો જવાબ ભગવાન બે વખત જુદે જુદો આપે છે. શુભ વિચારધારામાંથી અશુભ વિચારધારામાં રાજર્ષિ એટલા નીચે ઊતરી જાય છે કે જો તે વખતે દેહ છોડે તો સાતમી નરકે જાય. પરંતુ તત્પણ પોતાની અવસ્થા ત૩૧ ૧તાનું મૂળ આત્મસ્વરૂપ વિચારી, શુભ ધ્યાનની પરંપરાએ રાજર્ષિ ચડવા લાગે છે. જો તેઓ તે વખતે દેહ છોડે તો સર્વાર્થસિદ્ધની દેવગતિ પામે. પરંતુ રાજર્ષિ તો શુભ ચિંતનધારામાં એથી પણ ઊંચે ચડ્યા અને શુક્લ ધ્યાન વડે કેવળજ્ઞાન પામ્યા. ધારો કે આ પ્રકારનું શુભાશુભ ધ્યાન રાજર્ષિએ કાઉસગ્ગ વિના એમ ને એમ કર્યું હોત તો ? તો કદાચ આટલા તીવ્ર શુભાશુભ પરિણામની શક્યતા અને અશુભમાંથી શુભમાં જવાના પરિવર્તનની આટલી ત્વરિત શક્યતા ન હોત. કાઉસગ્ગ ધ્યાનની આ વિશિષ્ટતા છે. સંયમની આરાધના માટે ત્રણ પ્રકારની ગુપ્તિ બતાવવામાં આવી છે : મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. કાયગુપ્તિ બે પ્રકારની છે : એક પ્રકારની કાયગતિમાં શરીરની કોઈ પણ પ્રકારની ચેષ્ટાનો સર્વથા અભાવ હોય છે. અને બીજા પ્રકારની કામગુપ્તિમાં શરીરની ચેષ્ટાઓ નિયંત્રિત હોય છે. “ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે : कायगुप्तिर्द्विधा प्रोक्ता चेष्टानिवृत्तिलक्षणा। यथागर्म द्वितीया च, चेष्टानियमलक्षणा ।।१।। પ્રથમ પ્રકારની કામગુપ્તિમાં જો ધ્યાન ઉમેરાય તો તે કાઉસગ્ગ બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા ઉપસર્ગનો ભય હોય અથવા ભૂખ, તરસ વગેરે પરીષહોનો સંભવ હોય તો પણ કાયાને અડોલ રાખવામાં આવે તો એવી કાયગુપ્તિ કાયોત્સર્ગ બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12