Book Title: Kausagga
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 11
________________ કાઉસગ્ન આમ કાયગુપ્તિ અને કાઉસગ્ગ વચ્ચે ભેદ બતાવવો હોય તો એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ત્યાં કાયગુપ્તિ અવશ્ય રહેલી છે, પરંતુ જ્યાં જ્યાં કાયગુપ્તિ છે ત્યાં ત્યાં કાઉસગ્ન હોય કે ન પણ હોય. બાહ્ય તપનો એક પ્રકાર કાયક્લેશ” નામનો છે. એમાં સાધક દેહને સહેતુક કષ્ટ આપે છે. દેહની આસક્તિ છોડવા તથા પ્રવચનની પ્રભાવના કરવા માટે અયન, શયન, આસન, સ્થાન, અવગ્રહ અને યોગ એ છ પ્રકારે સાધક કાયાને કષ્ટ આપે છે. સમ્યગ્ દર્શન સહિત કરેલી આવી વિવિધ કાયક્લેશની ક્રિયાઓ દ્વારા આત્મબળની વૃદ્ધિ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. એક પગે ઊભા રહેવું, એક પડખે સૂઈ રહેવું, સૂર્યની સામે ખુલ્લી નજરે જોયા કરવું, કાંટા, ખંજવાળ સ્વેચ્છાએ સહન કરવાં ઇત્યાદિ પ્રકારનું આ તપ સામાન્ય રીતે ગૃહસ્થો માટે નહિ, પણ સાધુઓ માટે હોય છે. કાયોત્સર્ગમાં કોઈ એક મુદ્રામાં શરીરને સ્થિર કરવાનું છે, એટલે દ્રવ્ય કાયોત્સર્ગનો સમાવેશ કાયક્લેશમાં થાય છે, પરંતુ પ્રત્યેક કાયક્લેશનો પ્રકાર એ કાઉસગ્ન નથી. કાઉસગ્ગથી કર્મની નિર્જરા થતાં આત્મિક શક્તિ ખીલે છે. વળી કાઉસગ્ગ દ્વારા ચેતનાશક્તિનો વિસ્તાર પણ સાધી શકાય છે. કાઉસગ્ગ દ્વારા અન્યને પણ સહાય કરી શકાય છે. જૈન કથાનુસાર મનોરમાએ શૂળીની સજા પામેલા પોતાના પતિ સુદર્શન શેઠ માટે કાઉસગ્ન કર્યો હતો. યક્ષા સાધ્વીજીને સીમંધર સ્વામી પાસે મોકલવા માટે સમગ્ર સંઘે કાઉસગ કર્યો હતો. આવાં દૃષ્ટાંતો દર્શાવે છે કે કાઉસગ્ગ દ્વારા અન્યને પણ કર્મસિદ્ધાન્તની મર્યાદામાં રહીને સહાય કરી શકાય છે. સાધ કે કાઉસગ્ગ પોતાની શક્તિ અનુસાર કરવો જોઈએ. ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને સાધકે કાઉસગ્ગ દ્વારા દોષોને નિર્મૂળ કરતાં જઈ આત્મિક શક્તિ વિકસાવવી જોઈએ. શક્તિ કરતાં ઇરાદાપૂર્વક બીજાને બતાવવા માટે જે સાધક વધુ કે ઓછા સમય માટે કાઉસગ કરે છે તે સાધક દંભી કે માયાચારી બને છે. સાધકે સારી રીતે કાઉસગ્ન કરવાને માટે જીવજંતુરહિત શુદ્ધ સ્થળ અને વાતાવરણની એવી પસંદગી કરવી જોઈએ કે જેથી વિક્ષેપ ન પડે. પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ રાખીને એકાંત સ્થળમાં કાઉસગ્ન થાય તો તે ઉત્તમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12