Book Title: Kausagga
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ જિનતત્ત્વ ઘોર ઉપસર્ગો થાય તો પણ કાઉસગ્ગ-ધ્યાનમાંથી ચલિત થતા નથી. કાઉસગ્નધ્યાનમાં રહેલા સાધકને કોઈ ચંદનનું વિલેપન કરે તો પણ તે પ્રસન્નતા ન અનુભવે અને કોઈ તાડન-છેદન કરે તો તે આર્ત-રૌદ્ર ધ્યાન ન ધરે. “આવશ્યક નિર્યુક્તિ માં કહ્યું છે કે મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વારા ઉપસર્ગ થાય તો પણ જે સમતાપૂર્વક સહન કરે છે તેનો કાઉસગ્ગ વિશુદ્ધ હોય છે. तिविहाणुवसगाणं दिव्वाणं माणुसाण तिरियाणं । सम्ममाहयासणाए काउसग्गो काउसग्गो हवइ सुद्धो।। જિનાસગણિએ કાઉસગ્નના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે : દ્રવ્ય કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ન. દ્રવ્ય કાઉસગ્નમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થવાનું હોય છે. સાધન જ્યારે એવી રીતે દ્રવ્ય કાઉસગ્નમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શh-ધ્યાનમાં મગ્ન બને છે ત્યારે એનો કાઉસગ્ન ભાવ કાઉસગ્ગ બને છે. ભાવ કાઉસગમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, આર્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગ ઉપર, કષાયોના ત્યાગ ઉપર તથા અશુભ કર્મબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઉસ્થિત, આસિત અને શાયિત એમ મુખ્ય ત્રણ પ્રકારના કાઉસગ્નમાં ઉસ્થિત કાઉસગ્ગ સર્વશ્રેષ્ઠ મનાયો છે. આ પ્રકારનો કાઉસગ્ગ કરનારે સીધા ટટ્ટાર ઊભા રહેવું જોઈએ. બે પગ સરખા રહેવા જોઈએ અને બંને પગ ઉપર સરખો ભાર રહેવો જોઈએ. બંને એડી પાછળથી જોડેલી અને પંજા વચ્ચે ચાર આંગળનું અંતર હોવું જોઈએ. બંને હાથ બંને બાજુ સીધા લટકતા હોવા જોઈએ. દૃષ્ટિ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર હોવી જોઈએ. લકરી તાલીમમાં Atention Position (સાવધાન) કરાવાય છે તેવી રીતે કાઉસગ્ગ હોવો જોઈએ. આવા પ્રકારના કાઉસગ્ગને કાયાની દૃષ્ટિએ વિશુદ્ધ કહ્યો છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે : वोसिरियबाहुजुगले, चउरंगुले अंतरेण समपादो । सव्वगचलणरहिओ, काऊसग्गो विसुद्धो दु ।।१५१ ।। ભાવાર્થ: તે કાયોત્સર્ગ વિશુદ્ધ છે કે જેમાં પુરુષ બંને હાથ લાંબા કરીને, સમપાદ ઊભો રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરનો કોઈ પણ ભાગ હલાવતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12