Book Title: Kausagga
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ કાઉસગ્ગ ૪૧ ચંચલતાથી, પ્રકંપનથી ભરેલાં છે. એને સ્થિર કરવાની ક્રિયાને જો ધ્યાન કહેવામાં આવે તો ફક્ત કાયાની સ્થિરતાને કાયિક ધ્યાન, શ્વાસોચ્છવાસની મંદતા અથવા સ્થિરતાને અનાપાન ધ્યાન, વાણીની સ્થિરતાને વાચિક ધ્યાન અને મનની સ્થિરતાને માનસિક પ્લાન કહી શકાય. એ ચારેનો સમન્વય થાય તો ઉત્તમ કાઉસગ્ન-ધ્યાન બને. કાઉસગ્ગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક ક્રિયા છે. સામાયિક, ચઉવિસFો (ચોવીસ તીર્થકરોની સ્તુતિ), ગુરુવંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણ – એમ છ પ્રકારની ક્રિયાઓને આવશ્યક તરીકે ગણાવી છે. આવશ્યક એટલે અવય-અચૂક કરવા જેવી આ ક્રિયાઓ દરેકે રોજેરોજ ઓછામાં ઓછી બે વાર કરવી જોઈએ. આ ક્રિયાઓમાં પાંચમી ક્રિયા તે કાઉસગ્ગ છે અને તે પંચમ ગતિને, એટલે કે મોક્ષને અપાવનારી છે એમ કહેવાય છે. કાઉસગ્નમાં ઘણુંખરું નવકારમંત્રનું અથવા લોગસ્સનું ધ્યાન ધરવામાં આવે છે. ક્યારેક અતિચારોનું, જિનેશ્વર ભગવંતના ઉત્તમ ગુણોનું, આત્મસ્વરૂપનું ધ્યાન પણ ધરાય છે. નવકારમંત્ર દ્વારા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ – એ પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. લોગસ્સમાં ભગવાન ઋષભદેવથી તે મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોનું ધ્યાન ધરતાં ધરતાં પોતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સહિતનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રનો કાઉસગ્ગ આઠ શ્વાસોચ્છવાસના પ્રમાણનો ગણાય છે. લોગસ્સનો કાઉસગ્ગ પચીસ શ્વાસોચ્છવાસ-પ્રમાણ કરવાનો હોય છે. એટલા માટે શ્વાસોચ્છુવાસ-પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ગ ચંદેસ નિમલ્લયરા” એ પદ સુધીનો કરવાનો હોય છે. લોગસ્સ સૂત્ર ગણધરરચિત મનાય છે. એ સૂત્ર મંત્રગર્ભિત છે અને એની સાથે યોગપ્રક્રિયા જોડાયેલી છે. લોગસ્સમાં દર સાતમા તીર્થંકર પછી, એટલે કે સાત, ચૌદ અને એકવીસમા તીર્થંકરના નામ પછી “જિણ” શબ્દ વપરાયો છે. સાત તીર્થંકરના નામોચ્ચાર સાથે એક વર્તુળ પૂરું થાય છે. ચોવીસ તીર્થકરોના નામોચ્ચાર સાથે એ રીતે સાડા ત્રણ વર્તુળ થાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક્ર પાસે આવેલી કુંડલિની શક્તિ, સાડા ત્રણ વર્તુળની છે. લોગસ્સનો કાઉસગ્ગ દ્વારા આ કુંડલિની શક્તિને જાગ્રત કરવાની હોય છે. એટલા માટે લોગસ્સનો કાઉસગ્નમાં શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રત્યેક પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12