Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 1015
________________ કાશ્યપસ હિતા–ખિલસ્થાન ૯૭૪ ખીજા ગ્રંથાના ખારું પણ હેાય છે. ૨૫,૨૬ વિવરણ : ચરકે સૂત્રસ્થાનના ૨૭ મા અધ્યાયમાં અને સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૪૫ મા અધ્યાયમાં આ સંબંધે આમ જ કહ્યું છે. હવે અહીંથી આરંભી આ અન્યાય ખતિ મળે છે, તેથી ખીજા ચાર પ્રાણીઓનાં દૂધનું વર્ણન પશુ અહી. અસલ ગ્રંથમાં હોવું જ જોઇ એ, પરંતુ તે મળતું નથી, તેથી અહી... આધારે ખીજાં–હાથણી વગેરે ચાર પ્રાણીઓનાં દૂધનાં વર્ણન અહીં આપ્યાં છે : ઘેટીનું દૂધ પિત્તને તથા કફને વધારનાર હાય છે, એમ ચરકે સૂત્રસ્થાનના ૨૭ મા અઘ્યાયમાં કહ્યું છે અને હાથણીના દૂધનું વર્ણન પણ ચરકે ત્યાં આમ લખ્યું છે કે− હસ્તિનીનાં યો યહ્યં ગુરૂ થૈર્યકર પરમ્ –હાથણીનું દૂધ ખળવક, ગુરુપચવામાં ભારે અને અતિશય સ્થિરતાને કરનાર હાય છે, તેમ જ ઘેાડી, ગધેડી વગેરે એક ખરીવાળાં પ્રાણીઓનું દૂધ, રૂક્ષ હાઈ લઘુ-પચવામાં હલકું, મધુર, ખાટું તથા ખારાશરૂપી અનુરસયુક્ત હાઈ ઊંડાણમાં ખારા રસને પણ ધરાવતું હોય છે; તેથી હાથ, પગ આદિ શાખાગત રાગેાને તે મટાડે છે; એમ સુશ્રુતે સૂત્રસ્થાનના ૪૫મા અધ્યાયમાં કહ્યુ છે. વળી ચરકે સૂત્રસ્થાનના ૨૭મા અધ્યાયમાં મનુષ્ય-સ્ત્રીના દૂધના ગુણા આ પ્રકારે વા છે; જેમ કે–' નીવન Ëળ સામ્ય સ્નેહન માનુષં વયઃ । નાવન પિત્ત ૨ તર્વળ ચક્ષિસૂહિનામ્ ।।’-મનુષ્યસ્ત્રીનુ* દૂધ જીવનપ્રદ, બૃંહણુ–પૌષ્ટિક, સાત્મ્ય એટલે બાળકની પ્રકૃતિને માફક આવે એવું હતકર, બૃંહણુ–પૌષ્ટિક, રક્તપિત્તના રાગમાં નાવન-નસ્યરૂપે આપવામાં ઉપયોગી અને તેત્રના ફૂલવાળા રાગીઓના તેત્રશુલમાં તર્પણ કરનાર હાય છે. આ બધાં દૂધના ગુણા ઉપરથી આજકાલના અર્વાચીન વિદ્વાનેાએ પણ કબૂલ્યું છે કે, દૂધ એ પૂર્ણ ભાજન અથવા પરિપૂર્ણ ખારાકરૂપ છે; કેમ કે દૂધમાં લગભગ બધાંયે પાષકતત્ત્વા અસ્તિત્વ ધરાવે છે; તેથી દૂધ એ મનુષ્યના શરીરૂનું પોષક અને સવ ક હાઈ તેનું સેવન આવશ્યક છે; દરેક પ્રાણીને દૂધ એ જન્મથી જ માફક આવે છે, । તેથી તેને જાતિસાÞ” માન્યું છે અને તે જ કારણે દૂધ બાળકોને, વ્રુદ્ધોને, તરુણાને, પ્રૌઢાને તથા સ્ત્રીઓને પણ હરાઈ અવસ્થામાં માક આવે છે અને તે જ કારણે જીવનમાં દૂધ, એ સૌથી વધુ ટેકા આપનાર થઈ પડે છે, તેમ જ દૂધમાં ધાલરૂપે એવા પૌષ્ટિક સૂક્ષ્મ કા રહેલા છે; તેથી દરેકને પચવામાં તે સહેલુ થાય છે. ૨૫,૨૬ એમ અહીં સુધીમાં દૂધના ગુણાનું વર્ણીન અધ્યાયમાં કરેલું છે અને તે પછી અહીંજળના ગુણાનું વર્ણન જોવામાં આવે છે; તેથી ‘પાનીય—ગુણુ–વિશેષીય ’ નામે અધ્યાય અહીંથી શરૂ કરેલ છે; પણ તેમાં પ્રથમને ભાગ ખંડિત જણાય છે; એકંદર આ અધ્યાયમાં ખંડિત ભાગા ણા છે, તેથી જ એકદમ અહીં નીચે પાણીના ભેદે અને તેએના વિશેષ ગુણા, વર્ણવેલા જોવામાં આવે છે. આ એ હુસેાદક” નામનું નિર્દોષ જલ ...... ... ... ... | ................ || .......... I અતીતે પ્રથમે માલિ વાદ્યોજીવામે ટ્યુિં લાવ્ પતિત તોય નાન્ના żો શિવમ્ । આપૂર્ણ સૂર્યતેનોમિıચૈનાવીદ્યુતમ્ ॥ ૨૭॥ વર્ષા ઋતુને પહેલેા મહિના વીતી જાય એટલે કે વસ્તુતઃ આષાઢ તથા શ્રાવણુ માસ વીતી જાય અને પ્રાવૃત્ કાળના ભાદરવા મહિના આવી જાય, ત્યારે આકાશમાંથી જે દિવ્ય જળ પડ્યુ. હાય તે ‘હુંસાઇક’નામે કહેવાય છે અને તે કલ્યાણકારી અથવા સુખકારક હોઈ ને સૂર્યનાં તેજ વડે ચારે ખાજુથી પવિત્ર કરેલ હાય છે તેમ જ અગસ્ત્યના ઉદય થઈ જવાથી તે જળ તે દ્વારા તરત વિષરહિત પણ કરાયેલુ હાય છે. ૨૭ વિવર્ણ : અર્થાત્ શરદઋતુની પહેલાંનું વર્ષાઋતુનું પાણી મેલુ હોય છે અને અમ્લવિપાકીખાટા પરિપાકવાળું હાઈ પીવા યેાગ્ય પણુ ગણાતું નથી; કેમ કે તે પાણી પીવાથી ઘણા રોગો પણ

Loading...

Page Navigation
1 ... 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034