Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ એટલે કે, કન્યાનું જે હરણ કરી લાવે એ તે જબરા શેત્રને એટલે કે વરપક્ષનું જૂથ કન્યા પક્ષના જૂથ કરતાં જબરું, મોટું. અને મેટું એટલે કે ઊંચું! જબરા કન્યા લાવે હલકા ગેત્રમાંથી, પણ કન્યા પિતે આપે તે નહિ. ગામની તે દીકરી કહેવાય એટલે પરણવું પડે તે પરગામની છોકરી સાથે–એ રિવાજ કેટલીક કેમોમાં પ્રચલિત છે. આમ જેને આપણે લગ્ન કહીએ છીએ તેમાં તે જેમ જબરો અને કુનેહબાજ સેનું લૂંટી લાવે તેમ કન્યાને પણ લૂંટી લાવે—મનુ ભગવાને આઠ પ્રકારના સ્ત્રી-વિવાહ ગણાવ્યા છે, તેમાં સુધરેલા માનવીની કહેવાતી સંસ્કૃતિની આખી કથા સમાયેલી છે. આ આઠ પ્રકારના વિવાહમાં રાક્ષસ, આસુર અને પૈશાચ વિવાહનું ઊર્ધ્વીકરણ (Sublimation) થવાથી બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય અને ગાંધર્વ વિવાહની ઉત્પત્તિ થઈ છે. આર્ષ પ્રકારના વિવાહમાં કન્યાપ્રદાનના બદલામાં એક અથવા બે ગાય અને આખલાની જોડી કન્યાને બાપ મેળવે છે; અને એ આસુરવિવાહનું ઊર્વી કરણ છે; આસુરવિવાહમાં કન્યાનાં સગાને તથા કન્યાને શક્તિ પ્રમાણે ધન આપીને લાવવામાં આવે છે. રાક્ષસ વિવાહમાં તે કન્યાનું બળજબરીથી અપહરણ કરવામાં આવે ૧. મનુસ્મૃતિ, અધ્યાય. ૩. લો ૨૧: આઠ પ્રકારના સ્ત્રીવિવાહ. ब्राह्मो दैवस्तथैवार्षः प्राजापत्यस्तथासुरः । गान्धर्वो राक्षसश्चैव पैशाचश्चाष्टमो मतः ॥ ૨. મનુસ્મૃતિ. અધ્યાય ૩. . ર૯, આર્ષ વિવાહ. एकं गोमिथुन द्वे वा वरादादाय धर्मतः । कन्याप्रदानं विधिवदार्षो धर्मः स उच्यते ॥ ૩. મનુસ્મૃતિ. અ. ૩. . ૩૩. આસુર વિવાહ. ज्ञातिभ्यो द्रविणं दत्त्वा कन्याथै चैव शक्तितः । कन्याप्रदानं स्वाच्छन्द्यादासुरो धर्म उच्यते ॥

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 292