Book Title: Kanchan ane Kamini Author(s): Jaybhikkhu Publisher: Gurjar Granth Ratna Karyalay View full book textPage 7
________________ થવા માટે, સ્થાપિત હિતે હંમેશાં શાંતિ અને સજન સાચવે પણ છે, અને વખત આવતાં તે માટે કલહ પણ કરે છે. માનવસંસ્કૃતિના ઈતિહાસમાં દેખાતી સ્થિરતા અને ફાટી નીકળતા પ્રચંડ કલામાં કંચન અને કામિનીએ માટે ભાગ ભજવ્યો છે. માણસ મૂળથી જ પરિગ્રહશીલ પ્રાણી છે. એનું ચાલે તે આ પેસે અને સમૃદ્ધિ મરણ પછી પરકમાં પણ સાથે લઈ જાય. અને એ સાર તે તેના સ્વપ્નશીલ માનસે જાતજાતના તુક્કાઓ રચી કાઢથા છે. માનવ ઈતિહાસના સંશોધકોએ પ્રાચીન કબ્રસ્તાનો ખેદ્યાં છે, અને કબરેમાં તેમણે મૃતદેહેની સાથે તેમની પ્રિય વસ્તુઓ દાટેલી શેધી કાઢી છે. હજુ આપણે ત્યાં મરણ પછી તેરમાને દિવસે સરવણને ખાટલે નથી નીકળતો? પ્રાચીન કાળમાં પ્રથા હતી કે રાજા મરણ પામે ત્યારે તેનાં દાસ-દાસીઓને પણ ઘણીવાર બળજબરીથી તેની સાથે બાળવામાં આવતાં, અને સતીના રિવાજ ઉપર આપણે ગમે તેટલે આદર્શને ઓપ ચઢાવીએ–છતાં પણ, મૂળ તે એ હતું કે પરલોકમાંય તે માણસને પિતાની પત્ની મળે તે માટે પત્નીએ તેની સાથે બળી મરવું, સતી થવું. આ રિવાજને આદર્શ બનાવીએ અને વખાણીએ એ જુદી વાત છે. હંમેશાં ખોટી અને ખરાબ વસ્તુને આદર્શનું સ્વરૂપ સમાજમાં ન આપવામાં આવે, તેની પરંપરાનાં અને કથાઓનાં પુરાણે રચી કાઢવામાં ન આવે છે, એ ખરાબ વસ્તુઓને પાળે પણ કેશુ? તર્ક અને લાગણું બેધારી તલવારે છે અને સમાજમાં સ્થાપિત હિતવાળાઓ અને તેમના બુદ્ધિવાદી પિષકેએ તેને પોતાના સ્વાર્થ માટે સારી રીતે ઉપયોગ કર્યો છે. | વિવાહને જ દાખલે લઈએ. વિવાહ એટલે એક નેત્રવાળો, બીજા નેત્રવાળાની કન્યાનું હરણ કરી લાવે અને તેને પરણે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 292