Book Title: Kanchan ane Kamini
Author(s): Jaybhikkhu
Publisher: Gurjar Granth Ratna Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ બની જાય છે. શ્રી. જયભિખુએ એ બાબત ઉપર સુંદર રીતે સાંકળી ફઈબા” નામની વાર્તામાં ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે માનવ આત્મરક્ષક, ભય, ભૂખ, જાતીય વૃત્તિ આદિ સ્વયંભૂ વૃત્તિઓ સંતોષવા માટે પ્રવૃત્તિ કરે છે. સમાજ પિતાની સંસ્થાઓ જળવાય ત્યાં સુધી આ વૃત્તિઓને પિષવાનો મોકે બધાંય જનને મળે તે જુએ છે, પરંતુ સામાજિક સંસ્થાઓને સારામાં સારો લાભ સાધનવાળો લઈ જાય છે. સાધનવાળો માણસ કંચન અને કામિનીની સારામાં સારી રીતે પ્રાપ્તિ કરવા માટે રીત-કરતા જેતે નથી. એ અચકાય છે માત્ર એટલા જ માટે કે સમજુ વર્ગ કે સમાજને કચડાયેલે વર્ગ તેની સામે કદાચ વિરોધ ઉઠાવે. “ચૌદશિ” નામની વાર્તામાં શ્રી. જયભિખુએ આ બાબતને સ્પર્શ કર્યો છે. જાતિય વૃત્તિ પિષવા અને ઘર ચલાવવા માટે જ બંધાયેલાં કૌટુંબિક એકમો કદીય સામાજિક સ્વાધ્ધ લાવતાં નથી. આપણી લગ્નસંસ્થામાં જેમતેમ ગોઠવી કાઢેલા સ્ત્રી-વિવાહોને લીધે અને સમાજનાં બળોના દબાણને લીધે એક રીતે શાંતિ અને સ્થિરતા દેખાય છે. પણ તે સ્થિરતા સમાજનાં જીવન્ત અને પ્રેરક તને કચડી નાખીને લાવવામાં આવી હોય છે. તેના પરિણામે સમાજનું શારીરિક, ભૌતિક અને ઊર્મિવિષયક સ્વાસ્થ વિકૃત બને છે. આપણી જ્ઞાતિઓમાં અને એ જ્ઞાતિઓના નાના નાના વાડામાં આ અનિષ્ટો ખૂબ જ દેખાઈ આવે છે, વિવાહમાં સ્ત્રીએ પુરુષમાં પૌરુષેય | તેજ પ્રમાણે કન્યાવિક્રયને મનુ અધ્યા. કલો. ૯૮માં કન્યાને વેચીને તેની કિંમત (શુક) લેવાને ખૂબ જ તિરસ્કારે છે, પણ એ અધ્યા. ૯. .. ૯૭માં કન્યાવિક્રય પ્રચલિત હતું તે સ્વીકારે છે અને જણાવે છે કે પૈસા આપીને લીધેલી કન્યાને પતિ મરી જાય અને તે વિધવાને ગમતું હોય તે તેને દિયરની સાથે પરણાવવી. આમાં કન્યા મિલક્ત જેવી નથી જણાતી ?

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 292